Local Body Polls 2021 Live: ગુજરાતની છ મહાનગરપાલિકામાં અંદાજે 43.33 ટકાથી વધુ મતદાન, શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

Bipin Prajapati
| Edited By: | Updated on: Feb 21, 2021 | 6:27 PM

Local Body Polls 2021 Live ગુજરાતમાં આજે 21 ફેબ્રુઆરીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી. કોરોનાકાળમાં યોજાઈ રહેલી મનપાની ચૂંટણીમાં સરેરાશ અંદાજે 43 ટકા જેટલું મતદાન થયું હતું

Local Body Polls 2021 Live: ગુજરાતની છ મહાનગરપાલિકામાં અંદાજે 43.33 ટકાથી વધુ મતદાન, શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન  પૂર્ણ
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 2021

ગુજરાતમાં છ મહાનગરપાલિકાના 6 મહાનગરોની મનપાની ચૂંટણીમાં સરેરાશ 43 ટકાથી વધુ મતદાન થયું છે. નીરસ મતદાનથી તમામ ઉમેદવારોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે. જયારે ચૂંટણીના પરિણામો 23મી ફેબ્રુઆરીએ જાહેર થશે. જુદી-જુદી મહાનગરપાલિકાના મતદાનના આંકડા પર જો એક નજર કરવામાં આવે તો અમદાવાદ 36% મતદાન, વડોદરા 43% મતદાન, સુરત 41% મતદાન, રાજકોટ 46% મતદાન, ભાવનગર 44% મતદાન, જામનગર 50% મતદાન થયું છે. સૌથી વધુ જામનગરમાં 50% ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં 36% ટકા મતદાન થયું છે.

ગુજરાતમાં છ મહાનગરપાલિકાના 144 વોર્ડની કુલ 576 બેઠક માટે યોજાનાર ચૂંટણીમાં કુલ 2276 ઉમેદવારો તેમના નસીબ અજમાવી રહ્યાં હતા . જેમાં ભાજપના (BJP) 575 ઉમેદવારો, કોંગ્રેસના (CONGRESS) 564 ઉમેદવારો, આમ આદમી પાર્ટી ( AAP ) ના 469 તેમજ અન્ય રાજકીય પક્ષ અને અપક્ષ 668 ઉમેદવારો સહીત કુલ 2276 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.

ભાજપ- ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની છ મહાનગરપાલિકાની 576 બેઠકો ઉપર ઉમેદવારોને ચૂંટણી લડાવી રહ્યું છે. ગુજરાતની છ એ છ મહાનગર પાલિકાની તમામે તમામ બેઠક ઉપર એક માત્ર ભારતીય જનતા પાર્ટી જ ચૂંટણી લડી રહ્યું છે. અમદાવાદના નારણપૂરા વોર્ડની એક બેઠક ઉપર ભાજપના મહિલા ઉમેદવાદ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરાની તમામે તમામ બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યું છે.

કોંગ્રેસ-

કોંગ્રેસ માત્ર વડોદરા મહાનગરપાલિકાની તમામે તમામ 76 બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યું છે. કોંગ્રેસે છ મહાનગરપાલિકાની 576 બેઠકની સામે 564 ઉમેદવારોને જ મેદાને ઉતાર્યા છે. કોઈને કોઈ કારણોસર અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, અને જામનગરમાં 12 ઉમેદવારો ચૂંટણી નથી લડી રહ્યાં.

અન્ય-

આમ આદમી પાર્ટી અને AIMIM પણ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં પોતાનું રાજકીય ભવિષ્ય અજમાવી રહ્યા છે. પરંતુ આ બન્ને પક્ષ મહાનગરપાલિકાઓની ભાજપ કે કોંગ્રેસની માફક તમામે તમામ બેઠકો પર નથી લડી રહ્યાં માત્ર ગણતરીની બેઠકો ઉપર જ ચૂંટણી લડી રહ્યાં છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ બેઠક ભાજપ કોંગ્રેસ આપ અન્ય કુલ ઉમેદવારો
અમદાવાદ 48 192 191 188 156 238 773
સુરત 30 120 120 117 113 152 484
વડોદરા 19 76 76 76 41 86 279
જામનગર 16 64 64 62 48 62 236
રાજકોટ 18 72 72 70 72 79 293
ભાવનગર 13 52 52 51 39 69 211
કુલ 144 576 575 564 469 668 2276

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Feb 2021 06:11 PM (IST)

    શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ : 23મી ફેબ્રુઆરીએ થશે ફેંસલો

    6 મહાનગરોની મનપાની ચૂંટણીમાં સરેરાશ 43 ટકાથી વધુ મતદાન થયું છે. નીરસ મતદાનથી તમામ ઉમેદવારોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે. જયારે ચૂંટણીના પરિણામો 23મીએ જાહેર થશે

  • 21 Feb 2021 06:07 PM (IST)

    6 મહાનગરમાં થયેલા ઓછા મતદાન મુદ્દે સી.આર.પાટિલનું નિવેદન

    સી આર પાટીલે કહ્યું 6 મહાનગરમાં ઓછુ મતદાન થયું છે પરંતુ ભાજપ તરફી થયું છે તેવોઆશાવાદ વ્યક્ત કર્યો હતો

  • 21 Feb 2021 06:02 PM (IST)

    શાંતિ પૂર્ણ માહોલમાં મનપાની ચૂંટણીમાં મતદાન કરવાનો સમય પૂર્ણ

    6 મહાનગરોની મનપાની ચૂંટણીનું મતદાન સમય પૂર્ણ થયો છે. હવે માત્ર મતદાન મથક પર હાજર મતદારો જ મતદાન કરી શકશે

  • 21 Feb 2021 05:57 PM (IST)

    જુદી-જુદી મહાનગરપાલિકાના આંકડા પર એક નજર

    અમદાવાદ 36% મતદાન વડોદરા 43% મતદાન સુરત 41% મતદાન રાજકોટ 46% મતદાન ભાવનગર 44% મતદાન જામનગર 50% મતદાન સૌથી વધુ જામનગરમાં 50% ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં 36% ટકા મતદાન થયું છે.

  • 21 Feb 2021 05:51 PM (IST)

    6 મનપાની ચૂંટણીને હવે ગણતરીની મિનિટો બાકી

    નિરસ મતદાન થી નેતાઓ ચિંતિત થયા છે. લોકો પણ છેલ્લી ઘડીએ મતદાન કરવા માટે કતારો લગાવી હતી.

  • 21 Feb 2021 05:43 PM (IST)

    સૈજપુર બોઘા વોર્ડના મતદારો મત કરવાથી રહ્યા વંચિત

    અમદાવાદ : મતદાર યાદીમાં નામ નહિ હોવાથી વંચિત રહ્યાના આક્ષેપ લગાવી રહ્યા છે.

  • 21 Feb 2021 05:40 PM (IST)

    જુદી-જુદી મહાનગરપાલિકાના આંકડા પર એક નજર

    અમદાવાદ 32% મતદાન રાજકોટ 44% મતદાન સુરત. 37% મતદાન વડોદરા 41% મતદાન ભાવનગર. 44% મતદાન જામનગર 45% મતદાન સૌથી વધુ જામનગરમાં 45% ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં 32% ટકા મતદાન થયું છે

  • 21 Feb 2021 05:36 PM (IST)

    છેલ્લી ઘડીએ અમદાવાદીઓ મતદાન કરવા પહોંચ્યા

    ક્યાંક 80 વર્ષ, ક્યાંક 104 વર્ષ તો ક્યાંક 94 વર્ષના વયના લોકોએ મતદાન કર્યું છે.

  • 21 Feb 2021 05:33 PM (IST)

    મતદાન માટે માત્ર છેલ્લી 30 મિનિટ , સૌથી ઓછું મતદાન અમદાવાદમાં

    અત્યાર સુધી અમદાવાદમાં 31 ટાકા જ મતદાન થયું છે જે 6 મહાનગરોમાં અત્યાર સુધી સૌથી આછું મતદાન ધરાવતું શહેર બન્યું છે. જયારે મતદાનની રેસમાં સૌથી આગળ જામનગર છે કે જ્યાં અત્યારસુધી 42 ટકા મતદાન નોંધાયું છે.

  • 21 Feb 2021 05:29 PM (IST)

    કરણી સેનાના રાજ શેખવત પણ અમિત પંચાલના સમર્થનમાં ત્રિપદા સ્કૂલ પહોંચ્યા

    ત્રિપદા સ્કૂલ પર આપના ઉમેદવાર અમિત પંચાલ પર હુમલાનો કેસ બાબતે કરણી સેનાના રાજ શેખવત પણ અમિત પંચાલના સમર્થનમાં ત્રિપદા સ્કૂલ પહોંચ્યા છે.પંચાલનોઆક્ષેપ હતો કે ભાજપનાકાર્યકરો મતદાનમથકની 100 મીટર અંદર ભાજપની પ્રચાર સામગ્રી રાખીને બેઠા હતા જેની ફરિયાદ ચૂંટણી અધિકારીને કરતા ભાજપના કાર્યકરો ઉશ્કેરાયા હતા

  • 21 Feb 2021 05:22 PM (IST)

    Vadodara: શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રેપીડ એક્શન ફોર્સ સ્ટેન્ડ બાય

    શહેરના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં RAF અને BSF ની એક એક કંપની તૈનાત કરાઈ

    ક્રાઇમ બ્રાન્ચ, SOG, PCB સહિતની તમામ એજન્સીઓ સંવેદનશીલ વિસ્તારોમાં ખડેપગે

  • 21 Feb 2021 05:20 PM (IST)

    આ ચૂંટણીમાં વિકાસ જ મુખ્ય મુદ્દો છે : CM વિજય રૂપાણી

    રાજકોટમાં મતદાન કાર્ય બાદ મીડિયાને સંબોઘતા રૂપાણીએ કહ્યું હતું કે આ ચૂંટણીમાં વિકાસ જ મુખ્ય મુદ્દો હતો. તેને લોકોનો આભાર માન્યો હતો કે તેની પ્રાર્થનાઓથી તે આટલા જલ્દી કોરોના માંથી સાજા થયા છે.

  • 21 Feb 2021 05:15 PM (IST)

    Rajkot : પત્ની અંજલિ રૂપાણીએ પણ કર્યું CM સાથે મતદાન

    પત્ની સાથે મતદાન બાદ મુખ્ય પ્રધાને મીડિયાને સંબોધી હતી અને ગુજરાત ભરમાં શાંતિ પૂર્ણ મતદાન થઇ રહ્યું છે તેવું તેના એક નિવેદનમાં કહ્યું હતું. તેમજ કોરોના દર્દીઓને તાત્કાલિક સારવાર લેવા તેમજ વિશેષ કાળજી લેવા અપીલ કરી હતી. અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી

  • 21 Feb 2021 05:06 PM (IST)

    Rajkot : CM વિજય રૂપાણીએ કર્યું મતદાન

    રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજકોટના વોર્ડ નં 10ની જ્ઞાન મંદિર  શાળાના રૂમ નં 7માં મતદાન કર્યું.

  • 21 Feb 2021 04:59 PM (IST)

    રાજકોટ પહોંચ્યા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

    અમદાવાદથી એર એમ્બ્યુલન્સમાં મતદાન  કરવા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજકોટ પહોંચી ગયા છે.

  • 21 Feb 2021 04:50 PM (IST)

    ખાડિયા વોર્ડમાં આવેલી આ શાળામાં બોગસ મતદાનની થઈ ફરિયાદ

    અમદાવાદ : કાંતોડિયા વાસમાં શાળા નં 24માં કોંગ્રેસે બોગસ મતદાનની ફરિયાદ કરી છે.અંદાજે 12 જણાના નામ પર ખોટી રીતે બોગસ મતદાન કરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસનો આરોપ  છે

  • 21 Feb 2021 04:35 PM (IST)

    Bhavnagar: સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ મત દેવાની ઈચ્છા વ્યક્ત કરી

    સગર્ભા મહિલાએ બાળકને સર.ટી.હોસ્પિટલમાં જન્મ આપ્યા બાદ મત દેવાની ઈચ્છા વ્યક્ત કરી ખિલખિલાટના અધિકારીઓએ મહિલા અને બાળકને ઘરે મુકવા જતા પહેલા હાદનગરમાં મતદાન મથકે મહિલાને મતદાન કરાવ્યું

  • 21 Feb 2021 04:29 PM (IST)

    Bhavnagar : બે વાર ઇવીએમમાં ખામી સર્જાતા મતદાન ઉભું રહ્યુ

    કાળિયાબીડ વિસ્તારમાં બુથ નંબર 30 માં બે વાર ઇવીએમમાં ખામી સર્જાતા મતદાન ઉભું રહ્યુ અને આખરે ઇવીએમ બદલાવ્યું

  • 21 Feb 2021 04:23 PM (IST)

    Rajkot : તોડફોડના પગલે મતદાન બંધ કરાયું

    વોર્ડ નંબર 11માં વામ્બે આવાસ યોજના નજીક આવેલી સરકારી શાળામાં બુથ નંબર 2માં  એક ઇવીએમમાં તોડફોડ થતા હાલ મતદાન બંધ કરવામાં આવ્યું છે. જો કે પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

  • 21 Feb 2021 04:20 PM (IST)

    બૉલીવુડ અભિનેત્રી આરતી જોશીએ જોધપુર શાળા નં-1માં મતદાન કર્યું

    અમદાવાદ : શહેરમાં નીરસ મતદાન હોવાથી એક્ટ્રેસ આરતી જોશીએ  મતદાન કરવા લોકોને અપીલ કરી  છે.

  • 21 Feb 2021 04:16 PM (IST)

    કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરોનો હોબાળો

    અમદાવાદ : ખાડીયામાં રાજા મહેતાની પોળમાં શાળા નંબર 12 માં બોગસ વોટિંગના આક્ષેપને લઈને કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરોએ હોબાળો મચાવ્યાના અહેવાલો સામે આવી રહ્યા છે.

  • 21 Feb 2021 04:14 PM (IST)

    ભાજપ પ્રદેશ હોદ્દેદારો નીકળ્યા રાઉન્ડ પર

    અમદાવાદ : ભાજપ નેતા આઇ કે જાડેજા , શહેર પ્રમુખ જગદીશ પંચાલ સહિતની ટીમ રાઉન્ડ પર નીકળયા છે. ઘટતા મતદાન ના કારણે નેતાઓની વધી ચિંતા છે.

  • 21 Feb 2021 04:10 PM (IST)

    જુદી-જુદી મહાનગરપાલિકાના આંકડા પર એક નજર

    અમદાવાદ 30% મતદાન રાજકોટ 31% મતદાન સુરત. 34% મતદાન વડોદરા 34% મતદાન ભાવનગર. 33% મતદાન જામનગર 39% મતદાન સૌથી વધુ જામનગરમાં 39% ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં 30% ટકા મતદાન થયું છે.

  • 21 Feb 2021 04:03 PM (IST)

    CM રૂપાણી મતદાન કરવા રાજકોટ જવા રવાના

    રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી મતાધિકારનો ઉપયોગ કરવા એર એમ્બ્યુલન્સથી રાજકોટ મતદાન કરવા રવાના  થઇ ગયા છે. મતદાન કરવા માટે આયોગ દ્વારા અમલમાં મુકેલી તમામ માર્ગદર્શિકાનું પાલન કરશે CM રૂપાણી. રાજકોટની જ્ઞાનમંદિર શાળાના રમ નં 7માં મતદાન કરશે CM  રૂપાણી

  • 21 Feb 2021 03:53 PM (IST)

    આપના ઉમેદવાર અમિત પંચાલ પર હુમલો

    અમદાવાદ : ઘાટલોડિયાની ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ પર આપના ઉમેદવાર પર હુમલો થયાના સમચર મળી રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓએ આપના ઉમેદવાર અમિત પંચાલ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. આપ ઉમેદવાર પર હુમલો કરી કપડા પણ ફાડી નાખ્યા છે.

  • 21 Feb 2021 03:48 PM (IST)

    પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના નેતાઓને અપાઈ સૂચના

    કોંગ્રેસના આગેવાનોને સાંજના સમયે મતદાન પ્રક્રિયા પર નજર રાખવા માટેની સૂચના અપાઈ છે. મતદાન પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ પર નજર રાખવા ટકોર કરી .

  • 21 Feb 2021 03:45 PM (IST)

    CM વિજય રૂપાણી થોડી વારમાં રાજકોટ રવાના થશે

    કોરના સામે જંગ જીતેલા ગુજરાતનાં મુખ્યપ્રધાન અમદાવાદથી રાજકોટ એર એમ્બ્યુલન્સમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા થોડીવારમાં રાજકોટ રવાના થશે.

  • 21 Feb 2021 03:37 PM (IST)

    જુદી-જુદી મહાનગરપાલિકાના આંકડા પર એક નજર

    અમદાવાદ 22% મતદાન રાજકોટ 28% મતદાન સુરત. 28% મતદાન વડોદરા 28% મતદાન ભાવનગર. 31% મતદાન જામનગર 29% મતદાન સૌથી વધુ ભાવનગરમાં 31% ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં 22 ટકા મતદાન થયું છે.

  • 21 Feb 2021 03:33 PM (IST)

    મતદાન કેન્દ્ર પર મતદારોની કતારો...

    જામનગર : બપોર બાદ પણ મતદારોમાં  ઉત્સાહ જોવા મળી રહ્યોછે. મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી રહી છે. યુવા મતદારોએ  મતદાન કરી અને અચૂક પણે  મતદાન કરવા માટેની અપીલ કરી છે

  • 21 Feb 2021 03:29 PM (IST)

    નિરસ મતદાનથી આગેવાનોને અપાઈ સૂચના

    રાજકોટ અને અમદાવાદમા નિરસ મતદાન થતા ભાજપની ચિંતા વધી છે અને આગેવાનો કાર્યકર્તાઓનએ  લોકોને મતદાન કરવાની અપીલ કરવા સૂચનાઓ અપાઈ હતી

  • 21 Feb 2021 03:23 PM (IST)

    મુખ્યપ્રધાન વિજય રૂપની રાજકોટ મતદાન કરવા જશે

    કોરોના સામે જંગ જીતી ચૂકેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી  એર એમ્બ્યુલન્સથી રાજકોટ મતદાન કરવા જશે

  • 21 Feb 2021 03:19 PM (IST)

    થાળી વેલણ વગાડીને મતદારોને જાગૃત કરવાનો કર્યો પ્રયાસ

    અમદાવાદના ભાઈપુરામાં  મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો વોર્ડમાં સ્થાનિકોએ થાળી વેલણ વગાડીને મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો.

  • 21 Feb 2021 03:07 PM (IST)

    મતદાનને પૂર્ણ થવામાં 3 કલાક બાકી

    રાજ્યની 6 મહાનગરપાલિકામાં ચૂંટણીની આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં 3 વાગ્યા સુધીમાં અંદાજે 26 ટકા મતદાન થયું છે.  નીરસ મતદાનને લઈને રાજકીય પક્ષોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ સાથે જ  છેલ્લી કલાકોમાં મતદાન વધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

  • 21 Feb 2021 02:50 PM (IST)

    રાજકોટમાં ધીમા મતદાનથી રાજકીય પક્ષોની વધી ચિંતા

    ભાજપ દ્વારા પેઇજ સમિતિને સોંપાઇ જવાબદારી. મતદારોને મતદાન મથક સુધી લઇ જવા માટે સોંપાઇ જવાબદારી. કોંગ્રેસના નેતાઓ પણ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડના કરી રહ્યા છે મથામણ.

  • 21 Feb 2021 02:48 PM (IST)

    કોંગ્રેસના નેતા દિપક બાબરીયાએ કર્યું મતદાન

    દિપક બાબરીયાએ કર્યો મતાધિકારનો ઉપયોગ. કોંગ્રેસના નેતા દિપક બાબરીયાએ EVM પર ઉઠાવ્યા સવાલો. EVM સેન્ટ્રલ સર્વર સાથે કનેક્ટેડ છે

  • 21 Feb 2021 02:36 PM (IST)

    કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાનું મોટું નિવેદન

    રાજકોટ મતદાન કરવા આવેલા વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ઉમેદવારોની વય મર્યાદા નક્કી હોવી જોઇએ.કોર્પોરેશન,વિદ્યાસભા,લોકસભા કે રાજ્યસભાના ઉમેદવારની વય મર્યાદા નક્કી હોવી જોઈએ.જો વયમર્યાદા નક્કી થાય તો યુવાનોમાં ઉત્સાહ રહે.

  • 21 Feb 2021 02:21 PM (IST)

    નીરસ મતદાનથી અમદાવાદ શહેર ભાજપની ચિંતા વધી

    અમદાવાદ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. જેને લઈને શહેર ભાજપ પ્રભારી આઈ કે જાડેજા એ સાંસદો, ધારાસભ્યોને આપી સૂચના. મતદાન વધે તે માટે તમામ આગેવાનોને સૂચના આપવામાં આવી છે.બાકીના કલાકોમાં વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓને વધુ મતદાન કરાવવા દોડાવ્યા

  • 21 Feb 2021 02:20 PM (IST)

    જુદી-જુદી મહાનગરપાલિકાના આંકડા પર એક નજર

    અમદાવાદ 18.58% મતદાન રાજકોટ 22.70% મતદાન સુરત. 23.58% મતદાન વડોદરા 23.47% મતદાન ભાવનગર. 23.91% મતદાન જામનગર 28.05% મતદાન સૌથી વધુ જામનગરમાં 28.05 ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં 18.58 ટકા મતદાન થયું છે.

  • 21 Feb 2021 02:18 PM (IST)

    વડોદરામાં જોવા મળી પોલીસની માનવતા

    લોકશાહીના પર્વમાં વડોદરા પોલીસની માનવતાના દર્શન થયા છે.અનેક કેન્દ્રો પર પોલીસ જવાનોએ વૃદ્ધ મતદારોને મદદ કરી છે.પોલીસ જવાનોની કામગીરીથી વૃદ્ધ મતદારોમાં આનંદ છવાઈ ગયો છે.

  • 21 Feb 2021 02:17 PM (IST)

    રાજ્યના મુખ્યમંત્રી સાંજે કરશે મતદાન

    મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર અર્થે યુએન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બાદ રાજકોટ મતદાન કરવા જતા પહેલા તેનો કોરોના ટેસ્ટ RT PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રૂપાણી ચૂંટણી આયોગે બહાર પાડેલી કોવિડ-19 પોઝિટીવ-શંકાસ્પદ-કવોરેન્ટાઇન દર્દીઓ-મતદારો માટેની મતદાન માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

  • 21 Feb 2021 02:14 PM (IST)

    કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ પણ મતાધિકારનો કર્યો ઉપયોગ

    કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ પણ મતાધિકારનો કર્યો ઉપયોગ. વજુભાઇએ રાજકોટ આવીને મતદાન કરીને મતાધિકાર ઉપયોગ કર્યો હતો.

  • 21 Feb 2021 02:06 PM (IST)

    6 મહાનગરપાલિકામાં શાંતિપૂર્ણ રીતે થઇ રહ્યું છે મતદાન, 2 વાગ્યા સુધી અંદાજે 25 ટકા મતદાન

    6 મહાનગરપાલિકામાં શાંતિપૂર્ણ રીતે થઇ રહ્યું છે મતદાન.  2 વાગ્યા સુધી અંદાજે 25 ટકા મતદાન છે.  લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે.

  • 21 Feb 2021 02:04 PM (IST)

    અમદાવાદમાં EVMમાં ખામી સર્જાઈ

    અમદાવાદના ગ્યાસપુરના બુથ નંબર 3ના ઇવીએમમાં ખામી સર્જાઈ છે. 10 નંબરના ઉમેદવાર નું બટન 3 વાર દબાવ્યા બાદ થઇ રહ્યું છે મતદાન ધારાસભ્ય લાખાભાઈ ભરવાડના મતદાન સમયે ક્ષતિ સામે આવી. ધારાસભ્ય એ ઇવીએમ બદલવા કરી માંગ. ગ્યાસપુર બુથ નંબર 3 પર રી-પોલ માંગ કરી છે.

  • 21 Feb 2021 01:58 PM (IST)

    જામનગરના ઉમેદવાર ઘોડેસવારી કરીને મતદાન મથક પહોંચ્યા

    જામનગર વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવાર ફિરોઝ પાતાણી ધોડેસવારી કરીને મતદાન મથક પર પહોચ્યા છે.ફિરોઝ પાસે માલિકીની અનેક ધોડાના તેની પાસે છે. ધોડેસવારીનો શોખ ધરાવતા હોય આજે મતદાનના દિવસે પણ ધોડેસવારી કરીને મતદાન મથક સુધી પહોચ્યા હતા.

  • 21 Feb 2021 01:52 PM (IST)

    વડોદરામાં ટી સ્ટોલ સંચાલકો દ્વારા અનોખી સ્કીમ

    વડોદરામાં ટી સંચાલક દ્વારા અનોખી સ્કીમ રાખવામાં આવી છે. વડોદરામાં જે લૂક મતદાન કરીને આવે છે તે લોકોને મફત ચા આપવામાં આવે છે. પાલિકાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે ટી સંચાલક દ્વારા અનોખી સ્કીમ રાખવામાં આવી છે.

  • 21 Feb 2021 01:48 PM (IST)

    પાલડીમાં આવેલ હેમરાજ સ્કૂલમાં ખોટવાયેલું EVM બદલવામાં આવ્યું

    પાલડીના અશોકનગરમાં આવેલ હેમરાજ સ્કૂલમાં ખોટવાયેલું EVM બદલવામાં આવ્યું. બુથ નં-64માં ખોટવાયું હતું EVM.દોઢ કલાક બાદ મતદાન શરૂ થયું હતું.અનેક મતદારો મતદાન કર્યા વિના જ પરત ફર્યા હતા.

  • 21 Feb 2021 01:46 PM (IST)

    પાલડી વોર્ડના ભાજપ ઉમેદવારની વર્તણુંક સામે પ્રશ્નાર્થ

    પાલડી વોર્ડના ભાજપ ઉમેદવારની વર્તણુંક સામે પ્રશ્નાર્થ. પ્રીતિષ મહેતાની તસ્વીરથી થયો વિવાદ. મત કુટીર નજીક જ કર્યું ફોટો સેશન. મતદાન કરીને કક્ષમાં જ વિકટરી સિમ્બોલ દર્શાવ્યો હતો.

  • 21 Feb 2021 12:47 PM (IST)

    રાજકોટમાં હાસ્ય કલાકાર અને જાણીતા ગાયકે કર્યું મતદાન

    રાજકોટમાં હાસ્ય કલાકાર સાંઇરામ દવે અને ગાયક કિર્તીદાન ગઢવીએ મતદાન કર્યુ છે.

  • 21 Feb 2021 12:31 PM (IST)

    અમદાવાદ સરકારી શાળામાં દિવ્યાંગ દંપતીએ કર્યું મતદાન

    અમદાવાદ સરકારી શાળામાં દિવ્યાંગ દંપતીએ મતદાન કરી ફરજ અદા કરી છે. મતદાન કર્યા બાદ દિવ્યાંગ દંપતીએ ચૂંટણી અધિકારી સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે. આ દંપતીએ જણાવ્યું હતું કે, મતદાન મથક પર દિવ્યાંગ મતદારો માટે વ્યવસ્થા કરવામાં આવી નથી.

  • 21 Feb 2021 12:30 PM (IST)

    પાલડી અશોકનગરમાં આવેલ હેમરાજ સ્કૂલમાં EVM ખોટવાયું

    અમદાવાદના પાલડી અશોકનગરમાં આવેલ હેમરાજ સ્કૂલમાં EVM ખોટવાયું છે. EVMમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે. EVM ખોટવાતા 1 કલાકથી મતદાન બંધ કરી દેવામાં આવ્યું છે.

  • 21 Feb 2021 12:29 PM (IST)

    ઘાટલોડિયામાં અચાનક મતદાન મથક બદલી જતા લોકો હેરાન

    અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બુથ બદલાઈ ગયું. બુથ બદલાઈ જતા મતદારો અટવાયા છે. 5 સોસાયટીના મતદારોનું બુથ ઘાટલોડિયાથી બદલી ચાંદલોડિયા ફાળવી દેવાયું છે.

  • 21 Feb 2021 12:24 PM (IST)

    સુરતમાં બેલેટ અને કંટ્રોલ યુનિટ બદલવામાં આવ્યા

    સુરતમાં અલગ અલગ મતદાન મથકો પર અત્યારસુધી 20 બેલેટ યુનિટ અને 7 કન્ટ્રોલ યુનિટ બદલવામાં આવ્યા છે.

  • 21 Feb 2021 12:20 PM (IST)

    અમદાવાદમાં મતદાનમાં જોવા મળ્યો અનોખો જુસ્સો

    અમદાવાદમાં ઉંમરલાયક લોકો પણ મતદાન કરવા પહોંચ્યા હતા. ઠક્કરબાપાનગર વોર્ડમાં નોબેલ સ્કૂલ ખાતે 104 વર્ષના જમનાબેન પટેલે પરિવાર સાથે મતદાન કર્યું છે.

  • 21 Feb 2021 12:16 PM (IST)

    અમદાવાદ મેઘાણીનગરમાં મામલો ગરમાયો

    અમદાવાદ મેઘાણીનગરમાં ભગવતી વિદ્યાલય મતદાન બુથ પાસે બોલાચાલી થતા મામલો ગરમાયો છે. એસીપી સહિત પોલીસ કાફલો ઉતારવામાં આવ્યો છે.

  • 21 Feb 2021 12:11 PM (IST)

    અમદાવાદમાં યુનાઇટેડ સ્કૂલમાં EVMમાં ગડબડી હોવાનો આક્ષેપ,

    કોંગ્રેસના વસ્ત્રાલ વોર્ડના ઉમેદવારે VM માં ગડબડી હોવાનો આક્ષેપ કર્યો છે.  2 નંબરનું બટન ન દબાતું હોવાના ગંભીર આક્ષેપ કર્યો છે.

  • 21 Feb 2021 12:10 PM (IST)

    વડોદરામાં બીમાર વૃદ્ધ એમ્બ્યુલન્સમાં પહોંચી ફરજ નિભાવી

    વડોદરાના આજવા રોડ પર આદર્શ સ્કૂલમાં 68 વર્ષીય દિલીપ ભાઈ જોષીએ બીમાર હોય ઓક્સિજન સાથે એમ્બ્યુલન્સમાં પહોંચી મતદાન કર્યું હતું.

  • 21 Feb 2021 12:07 PM (IST)

    ભાવનગરમાં નવપરણિત યુગલે નિભાવી લોકશાહી પ્રત્યેની ફરજ

    ભાવનગરના ઘોઘા જકાત નાકા વિસ્તારના એક મતદાન બુથ પર વર- વધુ પહોંચ્યા હતા.  વરરાજા અને વરકન્યા  લગ્નના પોશાકમાં આવીનેમતદાન કર્યું હતું.

  • 21 Feb 2021 12:02 PM (IST)

    એક્ટર મયુર વાકાણીએ કર્યું મતદાન

    અભિનેતા મયુર વાકાણીએ અમદાવાદનાં રાજીવનગર ખાતે મતદાન કર્યું છે.

  • 21 Feb 2021 12:00 PM (IST)

    ચૂંટણીમાં સવારે 7થી 12 વાગ્યા સુઘીમાં અંદાજે 21 ટકા મતદાન

    6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં સવારે 7થી 12 વાગ્યા સુઘીમાં અંદાજે 21 ટકા મતદાન  થયું છે. કોરોના  મહામારીને લઈને ઓછું મતદાન થયું છે.

  • 21 Feb 2021 11:56 AM (IST)

    સુરતમાં 9 મહિનાના ગર્ભવતી મહિલાએ મતદાન કર્યું

    સુરતમાં 9 માસના ગર્ભવતી રૂતા જીજ્ઞેશ ધોરાજીયાએ મતદાન કરીને પવિત્ર ફરજ નિભાવી હતી.

  • 21 Feb 2021 11:54 AM (IST)

    અમદાવાદ કોંગ્રેસ ધારાસભ્ય હિંમતસિંહે કર્યું મતદાન

    અમદાવાદ કોંગ્રેસ ધારાસભ્ય હિંમતસિંહે કર્યું મતદાન. આ સાથે જ કહ્યું હતું કે, પ્રજા હવે પરિવર્તન ઈચ્છે છે.

  • 21 Feb 2021 11:52 AM (IST)

    અમદાવાદના વિરોધ પક્ષના નેતાનો વોટ કરતો વિડીયો થયો વાયરલ

    અમદાવાદ કોંગ્રેસના વિરોધપક્ષના નેતા કમળાબેન ચાવડાનો વોટ કરતો વિડીયો વાયરલ થયો છે.

  • 21 Feb 2021 11:47 AM (IST)

    ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમએ કર્યું મતદાન

    કોંગ્રેસના નેતા અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ જામનગરના નવાગામ મતદાન મથકમાં પરિવાર સાથે મતદાન કર્યું છે.

  • 21 Feb 2021 11:46 AM (IST)

    કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકે કર્યું મતદાન

    કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકે સહજાનંદ કોલેજ ખાતે મતદાન કર્યું છે. ભાજપ પર આક્ષેપ કર્યા છે.

  • 21 Feb 2021 11:45 AM (IST)

    ઘાટલોડિયામાં 78 વર્ષના શિવચરણ વર્માએ કર્યું મતદાન

    ઘાટલોડિયામાં 78 વર્ષના શિવચરણ વર્માએ મતદાન કર્યું છે.અનેક મુશ્કેલી વચ્ચે પણ મતદાન કરવા પહોંચ્યા છે. વોકર સાથે મતદાન કરવા પહોંચ્યા છે.શિવચરણ વર્મા દરેક ચૂંટણીમાં અચૂક કરે છે મતદાન.

  • 21 Feb 2021 11:43 AM (IST)

    રાજકોટમાં આપના બુથની બહાર આવેલા ટેબલ તોડફોડ કર્યાનો આક્ષેપ

    રાજકોટ લક્ષ્મીવાડી વિસ્તારમાં આપના બુથની બહાર આવેલા ટેબલ તોડફોડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપ દ્રારા તોડફોડ કર્યાનો આપનો આક્ષેપ.બનાવની ગંભીરતાને જોતા ભાજપના નેતા નિતીન ભારદ્રાજ સહિતના નેતાઓ પહોંચ્યા છે.

  • 21 Feb 2021 11:35 AM (IST)

    અમદાવાદ અમરાઈવાડી પાસે ઉત્કર્ષ સ્કૂલનો વીડિયો થયો વાયરલ

    અમદાવાદ અમરાઈવાડી પાસે ઉત્કર્ષ સ્કૂલનો વીડિયો થયો વાયરલ. ભાજપે ડમી EVM રાખીને લોકોને મત કરવાનું સમજાવતો વિડીયો થયો વાયરલ.

  • 21 Feb 2021 11:21 AM (IST)

    ભાવનગરમાં બોગસ વોટિંગનો આક્ષેપ

    ભાવનગરના ચિત્ર ફુલસરના મથક 21માં બોગસ વોટિંગનો આક્ષેપ. મહિલાના નામે કોઈ અન્ય મહિલા વોટિંગ કરી ગયાનો આક્ષેપ. અપક્ષ ઉમેદવાર મનહર રાઠોડે કરી ફરિયાદ.

  • 21 Feb 2021 11:18 AM (IST)

    જામનગર સાંસદ પૂનમ માડમે કર્યું મતદાન

    જામનગર-દેવભૂમિ દ્વારકા સાંસદ પૂનમ માડમે મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી છે. પૂનમ માડમે નવાગામમાંથી મતદાન કર્યું છે.

  • 21 Feb 2021 11:13 AM (IST)

    રાજ્યસભાની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા ઉમેદવાર જાહેર થનાર રામભાઈ મોકરિયાએ કર્યું મતદાન

    રાજ્યસભાની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા ઉમેદવાર જાહેર થનાર રામભાઈ મોકરિયાએ મતદાન કરી ફરજ નિભાવી છે.

  • 21 Feb 2021 11:10 AM (IST)

    6 મહાનગરપાલિકામાં અંદાજે 18 ટકા મતદાન

    રાજ્યની 6 મહાનગર પાલિકામાં હાલ મતદાન ચાલી રહ્યું છે. મતદાનને 3  કલાક પૂર્ણ થઇ ગયા  છે. જેમાં સુરતમાં  18 ટકા, રાજકોટમાં 17 ટકા , ભાવનગરમાં  20 ટકા, જામનગરમાં  18 ટકા, વડોદરામાં 19 ટકા, અમદાવાદમાં 18 ટકા મતદાન થયું છે.

  • 21 Feb 2021 11:03 AM (IST)

    અમદાવાદના પૂર્વ મેયરે કર્યું મતદાન

    અમદાવાદના પૂર્વ મેયર બીજલ  પટેલે મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવી હતી.

  • 21 Feb 2021 11:02 AM (IST)

    ચૂંટણી મતદાનના 4 કલાક પૂર્ણ

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાને 4  કલાક પૂર્ણ થયા છે.

  • 21 Feb 2021 10:49 AM (IST)

    રાજકોટમાં EVMમાં ખામી

    રાજકોટમાં કે.જી ધોળકિયા સ્કૂલના ઈવીએમમાં ખામી જોવા મળી છે. આ બાદ તુરંત જ મતદાન અટકાવી દેવામાં આવ્યું છે.

  • 21 Feb 2021 10:22 AM (IST)

    વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું મતદાન

    વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મતદાન કર્યું છે.

  • 21 Feb 2021 10:20 AM (IST)

    ગૃહ મંત્રી અમિત શાહએ પરિવાર સાથે કર્યું મતદાન

    ગૃહ મંત્રી અમિત શાહ નારણપુરા મતદાન મથકએ પરિવાર સાથે મતદાન કરી  લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી હતી.

  • 21 Feb 2021 10:15 AM (IST)

    ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા મતદાન કરવા

    ગૃહમંત્રી અમિત શાહ  મતદાન કરવા  પહોંચ્યા છે.

  • 21 Feb 2021 10:11 AM (IST)

    સુરતના સાંસદ દર્શના જરદોશે નિભાવી ફરજ

    સુરતના સાંસદ દર્શના જરદોશે  મતાધિકારનો ઉપયોગ કરીને પવિત્ર ફરજ નિભાવી છે.

  • 21 Feb 2021 10:10 AM (IST)

    અમદાવાદમાં કોંગી ઉમેદવારે EVM સામે વાંધો ઉઠાવ્યો

    અમદાવાદની વસ્ત્રાલની માધવ વિદ્યા વિહાર સ્કૂલમાં કોંગ્રેસના ઉમેદવાર આશિષ પટેલે EVM સામે વાંધો ઉઠાવ્યો છે. ગરબડીની શંકા વ્યકત કરી છે.

  • 21 Feb 2021 10:07 AM (IST)

    રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને કર્યું મતદાન

    રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને મતદાન કરી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી હતી.

  • 21 Feb 2021 10:05 AM (IST)

    રાજ્યમાં મતદાનના 3 કલાક પૂર્ણ

    રાજ્યમાં મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાનના 3 કલાક પૂર્ણ થયા છે. અત્યાર સુધીમાં સરેરાશ 8 ટકા મતદાન થયું છે.

  • 21 Feb 2021 10:00 AM (IST)

    ભાવનગરમાં જીતુ વાઘાણીએ કર્યું મતદાન

    ભાવનગરમાં જીતુ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું છે. આ સાથે જ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  • 21 Feb 2021 09:56 AM (IST)

    ભાજપના ઉમેદવાર વ્હીલચેર પર પહોંચ્યા મતદાન કરવા

    ભાજપના ઉમેદવાર ગોપાલ સોરઠીયા વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતા.

  • 21 Feb 2021 09:54 AM (IST)

    રાજ્યસભાના સાંસદએ કર્યું મતદાન

    અમદાવાદમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમિને મતદાન કર્યું છે.

  • 21 Feb 2021 09:53 AM (IST)

    અમદાવાદમાં વરરાજાએ લગ્ન પહેલા મતદાનની ફરજ નિભાવી

    અમદાવાદમાં વરરાજાએ લગ્ન કરવા જતા પહેલા મતદાનની ફરજ નિભાવી હતી.

  • 21 Feb 2021 09:48 AM (IST)

    અમદાવાદ ધારાસભ્ય શૈલેષ પરમારે કર્યું મતદાન

    અમદાવાદ ધારાસભ્ય શૈલેષ પરમારે  પરિવાર જનો સાથે મતદાન કર્યું છે.

  • 21 Feb 2021 09:47 AM (IST)

    ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કર્યું મતદાન

    ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે  પરિવારજનો સાથે કર્યું મતદાન.

  • 21 Feb 2021 09:34 AM (IST)

    મુખ્યમંત્રીના પત્ની સાંજે કરશે મતદાન

    રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિ રૂપાણી સાંજે  મુખ્યમંત્રી સાથે જ કરશે મતદાન. વિજય રુપાણી ત્રણ વાગ્યે યુએન મહેતા હોસ્પિટલથી એર એમ્બ્યુલન્સમાં રાજકોટ  જવા રવાના થશે. વિજય રૂપાણી મતદાન કર્યા બાદ ફરીથી હોસ્પિટલમાં થઇ શકે છે દાખલ.

  • 21 Feb 2021 09:30 AM (IST)

    રાજકોટના રાજવીએ પરિવાર સાથે કર્યું મતદાન

    રાજકોટના રાજવીએ પરિવાર સાથે મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

  • 21 Feb 2021 09:24 AM (IST)

    વડોદરામાં વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે કર્યો મતાધિકારનો ઉપયોગ

    વડોદરામાં વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે પરિવાર સાથે મતદાન કર્યું હતું

  • 21 Feb 2021 09:20 AM (IST)

    ગૃહ રાજ્યમંત્રીએ કર્યું મતદાન

    ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પરિવાર સાથે મતદાન કર્યું છે.

  • 21 Feb 2021 09:19 AM (IST)

    રાજકોટમાં EVM ખોટવાયું

    રાજકોટમાં EVM ખોટવાયું છે. રાજ સ્કૂલના મતદાન મથકમાં ખોટવાતાં તાત્કાલિક બદલવામાં આવ્યું છે.

  • 21 Feb 2021 09:18 AM (IST)

    ગંગાબાઈ સ્કૂલ મતદાન મથકમાં EVM ખોટવાયું

    ગંગાબાઈ સ્કૂલ મતદાન મથકમાં EVM ખોટવાયું. તાત્કાલિકબદલવામાં આવ્યુ.

  • 21 Feb 2021 09:14 AM (IST)

    વડોદરા સાંસદ રંજન બેન ભટ્ટએ કર્યું મતદાન કરવા

    વડોદરા સાંસદ રંજન બેન ભટ્ટએ મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

  • 21 Feb 2021 09:13 AM (IST)

    કેન્દ્રીય ગૃહપ્રધાન થોડી જ વારમાં મતદાન કરવા પહોંચશે

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ થોડી જ વારમાં મતદાન કરવા પહોંચશે

  • 21 Feb 2021 09:11 AM (IST)

    જામનગર કલેકટર રવિશંકરએ કર્યો મતાધિકારનો ઉપયોગ

    જામનગર કલેકટર રવિશંકરએ મતદાનમથક પર જઈ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

  • 21 Feb 2021 09:09 AM (IST)

    કતારગામના ધારાસભ્યએ કર્યો મતાધિકારનો ઉપયોગ

    કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ કર્યો મતાધિકારનો ઉપયોગ.

  • 21 Feb 2021 09:07 AM (IST)

    રાજ્યમાં 2 કલાકમાં સરેરાશ 8 ટકા મતદાન થયુંછે.

    રાજ્યમાં 2 કલાકમાં સરેરાશ 8 ટકા મતદાન થયું છે.

  • 21 Feb 2021 09:06 AM (IST)

    મતદાન 2ના કલાક પૂર્ણ

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના 2 કલાક પૂર્ણ થયા છે.  આ 2 કલાકમાં મતદારો નિરુસ્તાહ જોવા મળ્યા છે. 6 મહાનગરપાલિકા મતદાન ધીમું થઇ રહ્યું છે.

  • 21 Feb 2021 09:00 AM (IST)

    રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ કર્યું મતદાન

    રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને વોર્ડ નંબર 1ના ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ પરિવાર સાથે કર્યું મતદાન.

  • 21 Feb 2021 08:55 AM (IST)

    કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ મતદાન કર્યું

    રાજકોટમાં પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ અને વોર્ડ ન.3ના ઉમેદવાર ગાયત્રીબા વાઘેલાએ મતદાન કર્યું હતું.

  • 21 Feb 2021 08:53 AM (IST)

    સુરતમાં કમિશનરએ કર્યું મતદાન

    સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધી પાનીએ પત્ની સાથે વી ટી ચોકસી લો કોલેજ ખાતે મતદાન કર્યું હતું.

  • 21 Feb 2021 08:49 AM (IST)

    મજુરાના ધારાસભ્યએ કર્યું મતદાન

    મજુરાના ધારાસભ્યએ હર્ષ સંઘવીએ કર્યું મતદાન.

  • 21 Feb 2021 08:48 AM (IST)

    મહેસુલ પ્રધાન કૌશિક પટેલે કર્યું મતદાન

    રાજ્ય મહેસુલ પ્રધાન કૌશિક પટેલે કર્યો મતાધિકારનો ઉપયોગ.

  • 21 Feb 2021 08:45 AM (IST)

    વડોદરા રાજ્યપ્રધાનએ કર્યું મતદાન

    વડોદરા રાજ્ય પ્રધાનએ યોગેશ પટેલે કર્યું મતદાન.

  • 21 Feb 2021 08:44 AM (IST)

    સુરત આરોગ્ય પ્રધાનએ કર્યું મતદાન

    સુરત આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી કર્યું મતદાન.

  • 21 Feb 2021 08:42 AM (IST)

    વડોદરામાં BAPSના સંતોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

    વડોદરામાં BAPSના સંતોએ મતાધિકારનો ઉપયોગ કર્યો  છે.

  • 21 Feb 2021 08:21 AM (IST)

    જામનગરના ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કર્યું મતદાન

    જામનગરના ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કર્યું મતદાન.

  • 21 Feb 2021 08:19 AM (IST)

    રાજકોટમાં કોંગ્રેસના વોર્ડ નંબર 7ના ઉમેદવાર અશોક ડાંગરે કર્યું મતદાન

    રાજકોટમાં કોંગ્રેસના વોર્ડ નંબર 7ના ઉમેદવાર અશોક ડાંગરે મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું છે.

  • 21 Feb 2021 08:17 AM (IST)

    રાજકોટ ધારાસભ્ય લલિત કગથરાએ કર્યું મતદાન

    રાજકોટ ધારાસભ્ય લલિત કગથરાએ કર્યું મતદાન. પરિવાર સાથે પહોંચ્યા મતદાનમથક પર.

  • 21 Feb 2021 08:16 AM (IST)

    6 મહાનગર પાલિકામાં પ્રથમ એક કલાકમાં અંદાજે 4 ટકા મતદાન થયું

    રાજ્યમાં 6 મહાનગર પાલિકામાં પ્રથમ એક કલાકમાં અંદાજે 4 ટકા મતદાન થયું છે. રાજકોટમાં પહેલી કલાકમાં 3 ટકા મતદાન થયું છે. વડોદરામાં 4 ટકા મતદાન થયું છે. અમદાવાદમાં 5 ટકા મતદાન થયું છે. સુરતમાં 4 ટકા મતદાન થયું છે.

  • 21 Feb 2021 08:14 AM (IST)

    રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કમલેશ મીરાણી પહોંચ્યા મતદાન કરવા

    રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કમલેશ મીરાણી પહોંચ્યા મતદાન કરવા. કમલેશ મીરાણી પત્ની સાથે મતદાન મથક પર પહોંચ્યા છે.

  • 21 Feb 2021 08:13 AM (IST)

    વડોદરા મેયર ડો. જગદિશ પટેલે પત્ની સાથે કર્યું મતદાન

    વડોદરા મેયર ડો. જગદિશ પટેલે પત્ની સાથે તેના મતદાન મથક પર મતદાન કર્યું છે.

  • 21 Feb 2021 08:09 AM (IST)

    કોરોનાની મહામારી વચ્ચે લોકોમાં મતદાનને લઈને જોવા મળ્યો અનેરો ઉત્સાહ

    કોરોનાની મહામારી વચ્ચે લોકોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વહેલી સવારથી લોકો મતદાન મથકો પર ગયા છે.

  • 21 Feb 2021 08:07 AM (IST)

    ગુજરાતની મહાનગર પાલિકાની ચૂંટણીના મતદાનને 1 કલાક પૂર્ણ

    ગુજરાતની મહાનગર પાલિકાની ચૂંટણીના મતદાનને 1 કલાક પૂર્ણ થઇ છે. કોરોનાની બધી જ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે.

  • 21 Feb 2021 08:05 AM (IST)

    પાલડી વોર્ડમાં ધારાસભ્ય રાકેશ શાહે કર્યું મતદાન

    અમદાવાદમાં પાલડી વોર્ડમાં ધારાસભ્ય રાકેશ શાહે મતદાન કરી લોકશાહિના પર્વની ઉજવણી કરી હતી.

  • 21 Feb 2021 08:02 AM (IST)

    સુરતના પૂર્વ મેયરે કર્યું મતદાન

    સુરતના પૂર્વ મેયર નિરંજન ઝાઝમેરાએ તેના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે.

  • 21 Feb 2021 08:01 AM (IST)

    વડોદરા શહેર ભાજપ પ્રમુખે કર્યું મતદાન

    વડોદરા શહેર ભાજપ પ્રમુખે વિજય શાહે મતદાનમથક પર પહોંચી મતદાન કર્યું છે.

  • 21 Feb 2021 07:59 AM (IST)

    વડોદરામાં એક મતદાન મથક પર EVM ખોટવાયું

    વડોદરામાં એક મતદાન મથક પર EVM ખોટવાયું છે. EVMને રીપેર કરવાની કામગીરી શરૂ

  • 21 Feb 2021 07:53 AM (IST)

    બોડકદેવમાં કોંગ્રેસ પ્રવક્તાએ કર્યો મતાધિકારનો ઉપયોગ

    બોડકદેવમાં કોંગ્રેસ પ્રવક્તાએ મનીષ દોશીએ કર્યો મતાધિકારનો ઉપયોગ.

  • 21 Feb 2021 07:47 AM (IST)

    પહેલીવાર મતદાન કરવા જતા યુવાવર્ગમાં અનોખો ઉત્સાહ

    જે લોકો આજે પહેલીવાર જે યુવાવર્ગ મતદાન કરવા ગયા હતા તેમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

  • 21 Feb 2021 07:44 AM (IST)

    રાજકોટના ઉમેદવાર ડો.દર્શિતા શાહે મતદાન કર્યું

    રાજકોટના ઉમેદવાર ડો.દર્શિતા શાહે મતદાન કર્યું.

  • 21 Feb 2021 07:42 AM (IST)

    રાજકોટ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજએ કર્યું મતદાન

    રાજકોટ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજએ કર્યુંતેના મતદાન મથક પર કર્યું મતદાન.

  • 21 Feb 2021 07:40 AM (IST)

    થોડીવારમાં ગૃહ મંત્રી અમિત શાહ પણ પહોંચશે

    દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ પરિવારજનો સાથે તેના મતદાન પર પહોંચશે.

  • 21 Feb 2021 07:38 AM (IST)

    સાંસદ કિરીટ સોલંકી પહોંચ્યા મતદાન કરવા

    આજે લોકશાહીની પર્વ છે. સાંસદ કિરીટ સોલંકી તેની પત્ની સાથે પોતાના મતદાનમથક પર મતદાન કરવા માટે પહોંચ્યા છે.

  • 21 Feb 2021 07:36 AM (IST)

    રાજકોટ ભાજપ નેતા ધનસુખ ભંડેરી પત્ની સાથે પહોંચ્યા મતદાન કરવા

    રાજકોટના ધનસુખ ભંડેરી પત્ની સાથે પહોંચ્યા મતદાન કરવા પહોંચ્યા છે.

  • 21 Feb 2021 07:33 AM (IST)

    મતદાનમાં નીરસતા

    સવારે 7 કલાક થી મતદાન શરૃ કરવામાં આવ્યું છે. મતદાનમાં લોકોની નીરસતા, સિનિયર સિટીઝનો વહેલી સવારે મતદાન કરતા જોવા મળી રહ્યા છે

  • 21 Feb 2021 07:30 AM (IST)

    રાજકોટમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ કર્યું મતદાન

    રાજકોટમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ કર્યું મતદાન.

  • 21 Feb 2021 07:20 AM (IST)

    ગુજરાતના ઉર્જામંત્રીએ કર્યું મતદાન

    ગુજરાત રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે  તેમના મતદાન મથકમાં  મતદાન  કર્યું છે.

  • 21 Feb 2021 07:18 AM (IST)

    રાજ્યની એક માત્ર મહાનગરપાલિકાની બેઠક થઇ છે બિનહરીફ

    સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં એક માત્ર અમદાવાદ મહાનગરપાલિકામાં એક બેઠક બિનહરીફ થઇ છે.

  • 21 Feb 2021 07:15 AM (IST)

    2276 ઉમેદવાર માટે મતદાન થયું શરૂ

    રાજ્યમાં 2276 ઉમેદવારો માટે 11121 મતદાન મથકો પર મતદાન થયું શરૂ

  • 21 Feb 2021 07:13 AM (IST)

    આટલા સ્ત્રી- પુરુષો કરશે મતદાન

    1 કરોડ  14 લાખ 66 હજાર 973  લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 60 લાખથી વધુ પુરુષો અને 54 લાખથી વધુ સ્ત્રીઓ છે.

  • 21 Feb 2021 07:08 AM (IST)

    144 વોર્ડમાં મતદાનની પ્રક્રિયા શરૂ

    રાજ્યની 6 મહાનગર પાલિકાના 144 માં વોર્ડમાં મતદાન શરૂ થઇ ગયું છે.

  • 21 Feb 2021 07:01 AM (IST)

    મતદાનની પ્રકિયા થઇ શરૂ

    રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.

Published On - Feb 21,2021 6:11 PM

Follow Us:
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">