સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રૂ.25 કરોડનો દારૂ જપ્ત, 1,400 જેટલા નાસતા ફરતા આરોપીની ધરપકડ કરાઈ: DGP આશિષ ભાટીયા

GANDHINAGAR: રાજ્ય પોલીસ વડા(DGP)આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદ યોજી 23મી જાન્યુઆરીથી 18મી ફેબ્રુઆરી સુધીના 25 દિવસ દરમિયાન પોલીસે કરેલી કોવિડ-19ની કામગીરીની જાણકારી આપી હતી.

Nakulsinh Gohil

| Edited By: Kunjan Shukal

Feb 19, 2021 | 6:59 PM

GANDHINAGAR: રાજ્ય પોલીસ વડા(DGP)આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદ યોજી 23મી જાન્યુઆરીથી 18મી ફેબ્રુઆરી સુધીના 25 દિવસ દરમિયાન પોલીસે કરેલી કોવિડ-19ની કામગીરીની જાણકારી આપી હતી. આ સાથે જ આગામી ચૂંટણીમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થા અંગે જાણકારી આપી હતી. 25 દિવસમાં પોલીસ 70 હજાર લોકો સામે કાર્યવાહી કરી 3,364 ગુના દાખલ કર્યા હતા. આ દરમિયાન 17,935 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. માસ્ક ન પહેરનારા લોકો પાસેથી 7 કરોડની દંડ વસૂલાત કરવામાં આવી હતી.

 

 

રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ સજ્જ છે. 3,411 મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થાય તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ચૂંટણી માટે 21,770 જેટલી પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે અને સાથે 44 જેટલી SRPની કંપનીઓ તૈનાત કરાશે.

 

આ પણ વાંચો: Aravalli : ધનસુરામાં નાની બોરવાઈ પ્રાથમિક શાળાને તાળાબંધી, ધોરણ 6 અને 7 ના વર્ગ શરૂ કરવા માંગ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati