ભારત બંધની જાહેરાત સંદર્ભે ખેડા પોલીસ એલર્ટ પર, અનિચ્છનીય બનાવ અટકાવવા બહાર પાડ્યુ હથિયારબંધીનુ જાહેરનામું

ભારત બંધની જાહેરાત સંદર્ભે ખેડા પોલીસ એલર્ટ પર, અનિચ્છનીય બનાવ અટકાવવા બહાર પાડ્યુ હથિયારબંધીનુ જાહેરનામું
Collector and District Magistrate office

ભારત બંધની (Bharat bandh) જાહેરાત દરમિયાન કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના આગોતરાં પગલાં રૂપે ખેડા (Kheda) જિલ્લામાં હથિયારબંધીનુ જાહેરનામું બહાર પાડવા આવ્યુ છે.

Dharmendra Kapasi

| Edited By: Tanvi Soni

Jun 20, 2022 | 2:38 PM

કેન્દ્ર સરકાર દ્વારા નવ યુવાનો માટે ‘અગ્નિપથ’ યોજના (Agneepath Scheme) જાહેર કરવામાં આવેલી છે. આ યોજનાના વિરોધમાં દેશભરમાં જુદા જુદા સ્થળોએ સરકારી, ખાનગી માલ મિલ્કતોને નુકસાન કરવાનો બનાવ બનેલો છે. તેમજ આ બાબતે આજે ‘ભારત બંધ’ની (Bharat bandh) જાહેરાત કરવામાં આવી છે. ભારત બંધની જાહેરાત દરમિયાન કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના આગોતરાં પગલાં રૂપે ખેડા (Kheda) જિલ્લામાં હથિયારબંધીનુ જાહેરનામું બહાર પાડવા આવ્યુ છે.

બે દિવસ જાહેરનામું અમલમાં રહેશે

ખેડા જિલ્લામાં અધિક મેજિસ્ટ્રેટ બી.એસ. પટેલ દ્વારા ભારત બંધના પગલે હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. ગુજરાત પોલીસની કલમ-37(1) મુજબ સમગ્ર ખેડા જિલ્લાના હૃદ વિસ્તારમાં આ જાહેરનામું લાગુ રહેશે. આ જાહેરાનામા મુજબ જિલ્લામાં કેટલાક હથિયાર રાખવાની અને હથિયાર સાથેના કામ કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે અને આ જાહેરનામુ આવતીકાલ એટલે કે 21 જૂન સુધી અમલમાં રહેશે તેવુ જણાવવામાં આવ્યુ છે. ખેડા જિલ્લામાં અનિચ્છનીય ઘટના ટાળવા માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

હથિયારબંધીનું જાહેરનામું

જાહેરનામામાં હથિયાર, તલવાર, ભાલા, ધોકા, છરા, લાકડી કે લાઠી, સળગતી મશાલ, લાકડાની હોકી અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરીક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવુ, કોઈ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખવાં, મનુષ્ય અથવા શબ તેમજ પુતળા દેખાડી અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવાનું અથવા અશ્લિલ ગીતો ગાવા, સુરૂચિ અથવા નિતીનો ભંગ થાય તેવું ભાષણ કરવુ તથા તેવા ચિત્રો પ્રતિકો કે પ્લે કાર્ડો અથવા બીજા કોઈપણ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવા, બનાવવા, અથવા ફેલાવો કરવાનું, રાજયની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણો આપવાનું, ચાળા પાડવાનું, નકલ ન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જાહેરનામાનું ઉલ્લંઘન કરનારને થશે સજા

જાહેરાનામાનો ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-1860 ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે, એમ હથિયારબંધીના જાહેરનામાં જણાવવામાં આવ્યુ છે.

કેટલાક વ્યક્તિ અપવાદ રહેશે

આ જાહેરનામું કેટલીક વ્યકિતઓને અપવાદ તરીકે લાગુ પડશે નહિ. ફરજ પરના સરકારી કર્મચારી કે કામ કરતી કોઈપણ વ્યકિત કે જેના ઉપરી અધિકારી દ્વારા એવું કઈ પણ હથીયાર સાથે લઈ જવાનું ફરમાવ્યું હોય અથવા કોઇ હથિયાર લઈ જવાનુ ફરજમાં હોય, જિલ્લા મેજીસ્ટ્રેટ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, સીવીઝનલ મેજીસ્ટ્રેટ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ, જિલ્લા પોલીસ અધિક્ષક કે તેમણે અધિકૃત કરેલ પોલીસ અધિકારીએ શારીરીક અશક્તિને કારણે લાકડી કે લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તે વ્યકિત અપવાદ રહેશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati