Tender Today : નહેરોની સલામતીને લગતા બે કામ માટે ટેન્ડર જાહેર, જાણો કઇ તારીખ સુધીમાં ભરવાનું રહેશે ફોર્મ
Tender News : આ ટેન્ડરની અંદાજીત કિંમત રુપિયા 4.46 લાખ છે. કોરા ટેન્ડર આપવાની છેલ્લી તારીખ 11 મે 2023 બપોરે 4 કલાક સુધીની છે.

નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા નહેરોની સલામતીને લગતા બે કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. નાયબ કાર્યપાલક ઇજનેર, મહેમદાવાદ સિંચાઇ પેટા વિભાગ, વિરોલ દરવાજા પાસે, મહેમદાવાદ દ્વારા આ પેટા વિભાગીય કચેરી હસ્તકની નહેરોની સલામતીને લગતા કુલ 2 કામ માટે આ ટેન્ડર જાહેર કરાયુ છે.
આ પણ વાંચો- Tender Today : જનભાગીદારી યોજના હેઠળ ઘરોની ગટરલાઇનને મુખ્ય ગટર સાથેના જોડાણના કામ માટે કરોડોનું ટેન્ડર જાહેર
આર.પી.એ.ડી તથા સ્પીડ પોસ્ટ દ્વારા ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ 17 મે 2023 બપોરે 4 કલાક સુધીની છે. ટેન્ડર ખોલવાની તારીખ 17 મે 2023 સાંજે 5 કલાક સુધીની છે. ટેન્ડર કોપી મહેમદાવાદ સિંચાઇ પેટા વિભાગ કચેરી દ્વારા ઇસ્યૂ કરવામાં આવશે.તેમજ આ કચેરીએ ભાવો ભરી પરત કરવાની રહેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…