AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda: નવરાત્રિ પહેલા માતર ગામમાં ‘હુસેની ચોકમાં ગરબા રમવાની મનાઈ’ બોર્ડથી વિવાદ, મામલો પોલીસ મથક પહોંચ્યો, જુઓ Video

ખેડા જિલ્લામાં મોટો દરગાહ-મસ્જિદ નજીક ગરબા ન રમવાનું બોર્ડ લાગતા મામલો ગરમાયો હતો. મામલો એટલો ઉગ્ર બન્યો કે વિવાદિત બોર્ડ અંગે બજરંગ દળે પોલીસમાં અરજી કરી હતી.સમગ્ર મામલે હિંદુ સંગઠનોના આગેવાનોએ પણ વિવિધ રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. આખરે પોલીસના આદેશ બાદ વિવાદિત બોર્ડ દૂર કરાયું.

Kheda: નવરાત્રિ પહેલા માતર ગામમાં 'હુસેની ચોકમાં ગરબા રમવાની મનાઈ' બોર્ડથી વિવાદ, મામલો પોલીસ મથક પહોંચ્યો, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2025 | 2:05 PM
Share

ખેડા જિલ્લામાં મોટો દરગાહ-મસ્જિદ નજીક ગરબા ન રમવાનું બોર્ડ લાગતા મામલો ગરમાયો હતો. મામલો એટલો ઉગ્ર બન્યો કે વિવાદિત બોર્ડ અંગે બજરંગ દળે પોલીસમાં અરજી કરી હતી.સમગ્ર મામલે હિંદુ સંગઠનોના આગેવાનોએ પણ વિવિધ રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. આખરે પોલીસના આદેશ બાદ વિવાદિત બોર્ડ દૂર કરાયું.

નવરાત્રિને લઈને વિવાદિત બોર્ડ

ખેડા જિલ્લાના માતરમાં નાની ભાગોળ વિસ્તારમાં નવરાત્રિને લઈને વિવાદિત બોર્ડ લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. નાની ભાગોળ વિસ્તારમાં લાગેલા વિવાદિત બોર્ડમાં નવરાત્રિ દરમિયાન હુસેની ચોકમાં ગરબા રમવાની મનાઈ ફરવામાં આવી છે. સાથે જ તેમાં ઉલ્લેખ કરાયો કે દરગાહ, મદરસા તથા મસ્જિદની આસપાસ ગરબા રમવાની સખત મનાઈ છે. આ વિવાદિત બોર્ડને લઈને ગુજરાત બજરંગ દળના એક્સ હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી જેમાં સવાલ ઉઠાવવામાં આવ્યા. સાથે જ પોલીસમાં અરજી કરવામાં આવી હતી. બોર્ડમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે દરગાહ, મદરેસા તથા મસ્જિદની આસપાસ ગરબા રમવાની મનાઈ છે. બસ પછી શું હિંદુ સંગઠનોમાં રોષ ભભૂક્યો અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતા પારખી ગયેલી પોલીસ ત્વરીત એક્શનમાં આવી અને વિવાદીત બોર્ડને હટાવ્યું. હિંદુ સંગઠનોએ આવી હરકત બદલ રોષ પ્રગટ કર્યો અને આવા બોર્ડ લગાવનારા વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી.

બોર્ડ 6 વર્ષ પહેલા મારવામાં આવ્યું હોવાનો દાવો

બીજી તરફ વિવાદ સર્જાતા મુસ્લિમ અગ્રણીઓ સામે આવ્યા અને દાવો કર્યો કે બોર્ડ 6 વર્ષ અગાઉ મારવામાં આવ્યું હતું. દાવો એ પણ છે કે વર્ષો પહેલા મુસ્લિમ સમાજના લગ્ન પ્રસંગોમાં અહીં મુસ્લિમ સમાજ દ્વારા ગરબા રમવામાં આવતા હતા.. જેથી કબ્રસ્તાન અને દરગાહ જેવા સ્થળો હોવાથી મુસ્લિમ સંસ્થા દ્વારા બોર્ડ મારવામાં આવ્યું હતું.

પોલીસના આદેશ બાદ વિવાદિત બોર્ડ દૂર કરાયું

આ વિવાદ વધુ વકરે તે પહેલા જ પોલીસ એક્શનમાં આવી અને પોલીસના આદેશ બાદ વિવાદિત બોર્ડ દૂર કરાયું હતું. ત્યારે આ લખાણ મુદ્દે લોકોનું કહેવું છે કે આ પ્રકારના લખાણથી હિંદુ સમાજની લાગણી દુભાઇ છે. તો ભૂતકાળમાં ખેડાના કેટલાક ભાગોમાં તહેવારોમાં ટીખળ મુદ્દે સ્થિતિ વણસી ચૂકી છે. ત્યારે ફરી એકવાર શાંતિમાં પલીતો ચાંપતી આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે અને કોણે આ બોર્ડ લગાવ્યું તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">