Anand: ત્રણ ગામોમાં ધાતુના ગોળા જેવા પદાર્થ મળવાથી લોકોમાં કુતુહલ, સમગ્ર મામલે FSLએ શરુ કરી તપાસ
મીડિયા રિપોર્ટસ અનુસાર આણંદના (Anand) ત્રણ ગામમમાં સેટેલાઇટના કોઇ ભાગમાંથી આ ગોળ આકારની ધાતુની વસ્તુ પડ્યા હોવાનું મનાઇ રહ્યુ છે. જો કે આ અંગે હાલ તપાસ ચાલી રહી છે.
ગુજરાતના (Gujarat) આણંદ (Anand) જિલ્લામાં એક ઘટનાએ લોકોમાં કુતુહલ જગાવ્યુ છે. આણંદ જિલ્લાના ભાલેજ પાસેના ગ્રામ્ય વિસ્તારોમાં અવકાશમાંથી અજાણી વસ્તુઓ ખેતરમાં પડી છે. જીતપુરા, દાગજીપૂરા અને ખાનકુવા ગામે આ ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. આકાશમાંથી પડેલો પદાર્થ સેટેલાઇટનો કોઈ ભાગ હોવાની લોકોમાં ચર્ચા જાગી છે. જો કે ભાલેજ પોલીસે (Bhalej Police Station) ઘટના સ્થળે પહોંચીને આ અંગેની તપાસ શરુ કરી છે. ખેતરમાં પડેલા ગોળા જેવી વસ્તુઓને FSLમાં ચકાસણી અર્થે મોકલવામાં આવી છે.
આણંદ જિલ્લામાં ગુરુવારે સાંજે આકાશમાંથી ‘ગોળા’ જેવી કોઈ અજાણી વસ્તુ પડવાની ઘટના બની હતી. જેને લઇને લોકોમાં કુતુહલ જાગ્યુ હતુ. આણંદ જિલ્લાના જીતપુરા, દાગજીપૂરા અને ખાનકુવા ગામે આ ઘટના બની હોવાની માહિતી છે. આકાશમાંથી ગોળ આકારનો પદાર્થ પડવાથી લોકોમાં તે શું હોઇ શકે છે તેના અંગે ચર્ચા જોવા મળી રહી છે.
આ ઘટના જોનારા કેટલાક વ્યક્તિ તેને એલિયન ગોળો જણાવી રહ્યા છે. તો કેટલાક લોકો તેના પર કોઇ આકાશી પદાર્થ હોવાની પણ ચર્ચા જાગી રહી છે. જો કે આ ચર્ચાઓ વચ્ચે ભાલેજ પોલીસે સ્થળ પર પહોંચીને આ પદાર્થને FSLને સુપ્રત કર્યો હતો. જે પછી આણંદ જિલ્લા વહીવટીતંત્રએ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોએ આ પદાર્થ અંગેની તપાસ સોંપી છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર આણંદના ત્રણ ગામમમાં સેટેલાઇટના કોઇ ભાગમાંથી આ ગોળ આકારની ધાતુની વસ્તુ પડ્યા હોવાનું મનાઇ રહ્યુ છે. જો કે આ અંગે હાલ તપાસ ચાલી રહી છે. આ ત્રણેય ગામ એકબીજાથી 10થી 15 કિમી દુર આવેલા હોવાની માહિતી છે. આકાશમાંથી આ વસ્તુ પડવાને કારણે આખા પંથકમાં ભયનો માહોલ છવાયો છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે, આકાશમાંથી પડેલી આ વસ્તુના કારણે કોઇ નુકસાન થયુ નથી. મીડિયા રિપોર્ટસ અનુસાર આ ગોળા જેવા પદાર્થનું વજન 5 કિલોની આસપાસનું હોવાનું મનાઇ રહ્યુ છે.
મળતી માહિતી પ્રમાણે ગુરુવારે સાંજે લગભગ 4.45 વાગ્યે આ ગોળ આકારનો ધાતુ જેવો પદાર્થ આકાશમાંથી ધરતી પર પડ્યો હતો. એક પછી એક આણંદ જિલ્લાના ત્રણ ગામમાં આવા પદાર્થો પડવાની ઘટના સામે આવી હતી. જો કે સદનસીબે 5 કિલો જેટલુ વજન ધરાવતા આ પદાર્થથી કોઇ વ્યક્તિ તે સામાનને નુકસાન પહોંચ્યુ નથી. જો કે હાલ તો સમગ્ર મામલે FSLની ટીમ તપાસ કરી છે. ટુંક સમયમાં તેનો રિપોર્ટ આવતા સમગ્ર ઘટના પરથી રહસ્ય ઉચકાઇ શકે છે.
મહત્વનું છે કે 2 એપ્રિલ, 2022ની સાંજે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં આકાશમાંથી અગનગોળા પડ્યા હતા. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવ્યું કે તેઓ કોઈ રોકેટનો ભાગ હોઈ શકે છે. આવી ઘટનાઓને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ દાવા કરવામાં આવ્યા હતા.