ગુજરાતમાં મે મહિનો આકરો બન્યો, અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં (Gujarat) ઉત્તરી પશ્ચિમમાં પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી સૂકા પવનો ફૂંકાતા તાપમાનમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન (Temperature) નોંધાઈ રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 2:54 PM

ગુજરાતમાં (Gujarat) ઉનાળો (Summer 2022) આકરી ગરમી (Heat) વરસાવી રહ્યો છે. આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ એક દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. એક દિવસ હીટવેવ (Heat wave)બાદ આગામી 4 દિવસ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એક દિવસ બાદ પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ ઘટવાની આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે, અમદાવાદમાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એક દિવસ બાદ તાપમાન 44 ડિગ્રીથી નીચે જશે. તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો આવી શકે છે.

ગુજરાતમાં ઉત્તરી પશ્ચિમમાં પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી સૂકા પવનો ફૂંકાતા તાપમાનમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. જ્યારે ગુરુવારે અમદાવાદ 44 ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું. બીજી તરફ દેશમાં ગરમીને કારણે વધી રહેલા લૂના કેસને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઇઝરી જાહેર કરાઇ છે. જેમાં લોકોને લૂથી બચાવ અને લૂ લાગવાની સ્થિતિમાં શું કરવું તે અંગે માહિતી અપાઇ છે. સાથે જ રાજ્ય સરકારોને લૂના દર્દીઓની સારવાર માટે પૂરતા પ્રમાણમાં સ્વાસ્થ્ય અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરવા સૂચન કર્યું છે.

આ તરફ મે મહિનાની ગરમીએ અમદાવાદવાસીઓને રીતસર અકળાવી મુક્યા છે. ત્યારે તેની સામે ગરમીમાં ઠંડક આપતા બરફની માગમાં વધારો છે. અમદાવાદમાં ધોમધખતા આકરા તાપમાં ઠંડા પીણાની સાથે બરફનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે..ગરમીમાં ઘરાકી વધતા ફેકટરીના માલિકો પહોંચી વળતા નથી. કારણકે શેરડીના રસ, બરફના ગોલા સહિતમાં બરફનું ધૂમ વેચાણ થતું હોવાનો ફેકટરીના માલિકનો દાવો છે. હાલ મોંઘવારી છતાં જૂના ભાવ સાથે બરફ વેચાઈ રહ્યો છે. સાદા પાણીની બરફની પાટના 270 રૂપિયા જયારે મિનરલ વોટરની બરફની પાટના રૂપિયા 300નો ભાવ છે. કોરોના કાળના બે વર્ષ બાદ બરફનો ધંધો ધમધમતો થતા ફેકટરીના માલિકોમાં ખુશી જોવા મળી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">