Anand: સેવાભાવિ સંસ્થાઓએ કબૂતર, બગલા, બ્લેક આઈબીઝ, ગીધ, સહિતના 163 પક્ષીઓનો કર્યો બચાવ

Dharmendra Kapasi

|

Updated on: Jan 16, 2023 | 9:26 PM

પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા જે પક્ષીઓના જીવ બચાવાવમાં આવ્યા તેમાં કબૂતર, સમડી, કાગડો, પોપટ, બગલા, બ્લેક આઇબીઝ, હોલો, ઘુવડ, ચામાચીડીયું, ગીધ, શકરાબાઝ, કાબર સહિતના અન્ય પક્ષીઓનો સમાવેશ થાય છે.

Anand: સેવાભાવિ સંસ્થાઓએ કબૂતર, બગલા, બ્લેક આઈબીઝ, ગીધ, સહિતના 163 પક્ષીઓનો કર્યો બચાવ
આણંદ અને ખેડા જિલ્લામાં પક્ષીઓનું રેસ્ક્યૂ

ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ખાસ કરીને ચાઈનીઝ પ્રકારની દોરીથી અનેક પક્ષીઓ ગંભીર પ્રકારે ઘાયલ થાય છે અને તેઓને કાયમી ખોડ ખાંપણ કે મૃત્યુનો ભોગ બનવાની ઘટનાઓ બને છે. ત્યારે આ વર્ષે કરૂણા અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં વિવિધ સેવાભાવિ સંસ્થાઓએ પક્ષીઓના બચાવનું કાર્ય હાથ ધર્યું હતું. દર વર્ષની જેમ ચાલુ વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગથી દોરીથી ઘાયલ થતાં પક્ષીઓના બચાવ, સારવાર અને પુનઃ સ્થાપન માટે સરકાર દ્વારા વન –પશુપાલન વિભાગ તથા સેવાભાવી સંસ્થાઓ અને સ્વયં સેવકોની મદદથી કરૂણા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આણંદના વેટરનરી કોલેજ સહિતની સ્વયંસેવી સંસ્થાઓ કરી પક્ષીઓની સારવાર

જે અંતર્ગત વન વિભાગ અને પશુપાલન શાખા, વેટરનરી કોલેજ, આણંદના સર્જરી વિભાગ તેમજ સ્વયં સેવી સંસ્થાઓના સહયોગથી આણંદ જિલ્લામાં યોજાયેલ “કરૂણા અભિયાન-2023” અંતર્ગત તા10 થી15 સુધીમાં 205 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. તે પૈકી ગંભીર રીતે ઘાયલ 42 પક્ષીઓના મૃત્યુ થવા પામ્યા હતા. જ્યારે 163 પક્ષીઓના જીવ બચાવી લેવાયા હતાં.

વિવિધ પક્ષીઓને બચાવવામાં આવ્યા

પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા જે પક્ષીઓના જીવ બચાવાવમાં આવ્યા તેમાં કબૂતર, સમડી, કાગડો, પોપટ, બગલા, બ્લેક આઇબીઝ, હોલો, ઘુવડ, ચામાચીડીયું, ગીધ, શકરાબાઝ, કાબર સહિતના અન્ય પક્ષીઓનો સમાવેશ થાય છે. ઉકત તમામ પક્ષીઓની સારવાર રાજ્ય સરકારની ઘાયલ પક્ષીઓના રેસ્કયુ તથા સારવાર કરવા માટેની માર્ગદર્શિકાનુ પાલન તમામ પશુ દવાખાનાઓ ખાતે કરવામાં આવ્યું હતું. તે જ રીતે તમામ સ્વયં સેવી સંસ્થાઓ દ્વારા પણ આ સૂચનાઓનું પાલન કરાયું હતું.

પશુપાલન ખાતાની કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાએ પણ પશુ-પક્ષી સારવાર માટે આગવું યોગદાન આપ્યું હતું. આ ઘાયલ તમામ પક્ષીઓને આગળની સારવાર અને પુન:સ્થાપન માટે વેટરનરી કોલેજ, આણંદ ખાતે સર્જરી વિભાગના પક્ષી ઘર ખાતે તથા નંદેલી વન વિભાગની નર્સરી ખાતે રાખવામાં આવ્યા છે જ્યાં તેઓની તબીબોની દેખરેખ હેઠળ સારવાર કરવામા આવી રહી હોવાનુ વન-પશુપાલન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati