Kheda: રાજ્યમાં થશે બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન, ઈકો સિસ્ટમના વિષય વસ્તુ સાથે વિદ્યાર્થીઓ કરી શકશે પ્રોજેક્ટ

દેશમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું (Science Council) આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન ગુજરાત રાજ્યમાં કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સરકારે પરિષદમાં સક્રિય ભાગ લેવાનુ આમંત્રણ રાજ્યની તમામ શાળાઓને પાઠવવામાં આવ્યું હતું.

Kheda: રાજ્યમાં થશે બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન, ઈકો સિસ્ટમના વિષય વસ્તુ સાથે વિદ્યાર્થીઓ કરી શકશે પ્રોજેક્ટ
Planning for children Science Council
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jul 22, 2022 | 9:51 PM

કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના એન.સી.એસ.ટી. નેટવર્ક દ્વારા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું (Science Council) આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન ગુજરાત રાજ્યમાં કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સરકારે પરિષદમાં સક્રિય ભાગ લેવાનું આમંત્રણ રાજ્યની તમામ શાળાઓને પાઠવવામાં આવ્યુ હતુ. ખેડા (Kheda) જિલ્લામાં જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ કુલ 5 અથવા ગુજકોસ્ટ કચેરી દ્વારા સૂચન મુજબના પ્રોજેક્ટ્સની પસંદગી કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના શિક્ષકો માટે એક દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના 10 તાલુકા માંથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ગણિત અને વિજ્ઞાનના 80 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પ્રોફેસર સુરેશભાઈ રામનુજ કે જે અમદાવાદ જિલ્લાના જિલ્લા કોઓર્ડીનેટર થતાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં 30 વર્ષથી કાર્યરત છે. તેઓના દ્વારા શિક્ષકોને રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

પ્રથમ ત્રણને મળશે પુરસ્કાર

ખેડા જિલ્લાના વિદ્યાર્થીઓ આ માટે સંપૂર્ણ નિશુલ્ક રજિસ્ટ્રેશન કરાવી શકશે અને જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર પ્રોજેક્ટને રૂપિયા 1000 તથઆ દ્વિતીયને રૂ. 720 તેમજ તૃતિય આવનારને રૂ. 500નો પુરસ્કાર તેમજ ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ માટે ખેડા જિલ્લાના વિદ્યાર્થીઓ https://forms.gle/y5TtBTWs2A5sTKVe7 લિન્ક પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકશે. 30મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનો  મુખ્ય વિષય આરોગ્ય અને સુખાકારી માટે ઈકો સિસ્ટમની સમજણ (Understanding Eco System for Health & Well – Being) છે, તથા તેના પાંચ પેટા વિષયો છે.

  • તમારી ઈકો સિસ્ટમ ને જાણો (Know your ecosystem)
  • આરોગ્ય, પોષણ અને સુખાકારીને પ્રોત્સાહન આપવું (Fostering health, nutrition and well-being)
  • ઇકોસિસ્ટમ અને આરોગ્ય માટે સામાજિક અને સાંસ્કૃતિક પ્રથાઓ (Social and cultural practices for ecosystem and health)
  • સ્વ-નિર્ભરતા માટે ઇકોસિસ્ટમ આધારિત અભિગમ (Ecosystem based approach for self-reliance)
  • ઇકોસિસ્ટમ અને આરોગ્ય માટે તકનીકી નવીનીકરણ (Technological innovation for ecosystem and health)

વર્ષ 1993થી અમલમાં છે આ કાર્યક્મ

વિદ્યાર્થીઓની રૂચિ વિજ્ઞાનમાં વધે તે માટે આ કાર્યક્રમ વર્ષ 1993થી અમલમાં છે. રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પ્રોજેકટ કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ તરફથી પુરસ્કૃત કરેલ છે તથા ગુજરાત સરકારના શિક્ષા ખાતાએ માન્ય કરેલ છે. કાર્યક્રમ નો મુખ્ય હેતુ 10થી 17 વયના બાળકો / વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમ પ્રસાર કરવાનો છે. જેમાં 10થી 14 વર્ષના તથા 15થી 17 વર્ષના એમ બે વય જુથના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે.

આ પણ વાંચો

દર વર્ષની જેમ આ વર્ષે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન ગુજરાત રાજ્યમાં કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સરકારે પરિષદમાં સક્રિય ભાગ લેવાનું આમંત્રણ રાજ્યની તમામ શાળાઓને પાઠવવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિની કામગીરી ગુજરાત કાઉન્સિલ ઓન ટેક્નોલોજી (ગુજકોસ્ટ), વિજ્ઞાન અને પ્રૌધ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર કે જે રાજ્ય કો-ઓર્ડિનેટર છે. તેને સોંપવામાં આવ્યુ હતું.

Latest News Updates

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">