Rajkot: સી.આર. પાટીલના તીખા તેવર, ભરત બોઘરાને કહ્યું તમારે જસદણથી ટિકીટ નથી માંગવાની!

સી.આર.પાટીલે વર્ષ 2022 ની ચૂંટણીની (Vidhan sabha Election 2022) તૈયારીઓ શરૂ કરવાનો ગુરૂમંત્ર આપ્યો હતો. જો કે ટીકિટ ઇચ્છુક લોકોને સીધી રીતે જ ટકોર કરતા કહ્યું હતું કે જે કાર્યકર્તા ટિકીટ ઇચ્છી રહ્યા છે તેવા લોકોએ ટોળાશાહી કે કોઇ રાજકીય લોબીથી દૂર રહેવું જો કોઇ વ્યક્ટિ ટોળાં લઇને આવશે તો તેને ટિકીટ નહિ મળે.

Rajkot: સી.આર. પાટીલના તીખા તેવર, ભરત બોઘરાને કહ્યું તમારે જસદણથી ટિકીટ નથી માંગવાની!
C.R.patil in Rajkot
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 22, 2022 | 6:16 PM

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  (C.R.patil) વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત રાજકોટની મુલાકાતે છે ત્યારે ગોંડલ (Gondal) એપીએમસી ખાતે તેમણે પેજ સમિતિના પ્રમુખોની સભાને સંબોધી હતી. તે દરમિયાન તેમણે કાર્યકર્તાઓને પેજ સમિતી પર ભાર મૂકવામાં આવ્યો હતો.  સી.આર.પાટીલે વર્ષ 2022 ની ચૂંટણીની (Vidhan sabha Election 2022) તૈયારીઓ શરૂ કરવાનો ગુરૂમંત્ર આપ્યો હતો. જો કે ટીકિટ ઇચ્છુક લોકોને સીધી રીતે જ ટકોર કરતા કહ્યું હતું કે જે કાર્યકર્તા ટિકીટ ઇચ્છી રહ્યા છે તેવા લોકોએ ટોળાશાહી કે કોઇ રાજકીય લોબીથી દૂર રહેવું જો કોઇ વ્યક્ટિ ટોળાં લઇને આવશે તો તેને ટિકીટ નહિ મળે. વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાની મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ગોંડલ અને રાજકોટમાં બે દિવસ સુધી કાર્યકર્તાઓ અને ગ્રામ્ય વિસ્તારના વિવિધ અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી.

ટિકીટ ઇચ્છુક ઉમેદવારોએ પાર્ટીના નિયમોનું પાલન કરવું:સી.આર. પાટીલ

સી. આર. પાટીલે જે ટિકીટ ઇચ્છી રહ્યા છે તેઓએ પાર્ટીના નિયમ પ્રમાણે પોતાની ઇચ્છા વ્યક્ત કરવાની રહેશે. પાર્ટી દ્રારા કહેવામાં આવે ત્યારે પાર્ટીના નિયત ફોર્મ ભરીને પાર્ટીને વિગત મોકલવાની રહેશે. જસદણની પેજ સમિતીની સમીક્ષા વખતે ભાજપના જિલ્લા પ્રમુખ મનસુખ ખાચરિયા પાસે જે વિગત હતી જે અધૂરી હતી,તે વખતે સી આર પાટીલે

બોઘરા તમારે જસદણથી ટિકીટ નથી માંગવાની

કુંવરજી બાવળિયા અને ભરત બોઘરાને ટકોર કરી હતી.સી આર પાટીલે કહ્યું હતું કે “બોઘરા તમારે જસદણથી ટિકીટ નથી માંગવાની,બસ કુંવરજીભાઇ !” આ નિવેદનથી થોડા સમય માટે લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.મહત્વનું છે કે જસદણમાં કુંવરજી બાવળિયા અને ભરત બોધરા વચ્ચે કોલ્ડ વોર ચાલે છે ત્યારે આ કોલ્ડવોરની પાર્ટીના કામને કોઇ નુકસાન ન થાય તેવી ટકોર હોવાનું માની શકાય છે.

આ પણ વાંચો

પેજ સમિતિના કામ પૂરા કરવા આદેશ

સી. આર. પાટીલે જિલ્લાના તમામ કાર્યકર્તાઓ સાથે બેઠક લીધી ત્યારે જિલ્લામાં પેજ સમિતીની કામગીરી પૂર્ણ કરવા માટેની સૂચના આપી હતી.જિલ્લા પ્રમુખ મનસુખ ખાચરિયાને ટકોર કરતા તમામ તાલુકાના પેજ સમિતીના કામ પૂરા કરવા માટેની સૂચના આપી હતી.ધોરાજીની વિધાનસભા સીટની પેજ કમિટીની કામગીરીને લઇને પણ નિરાશા વ્યક્ત કરી હતી.

સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયું સહકારી સંમેલન

રાજકોટના BAPS સભાગૃહમાં સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સહકારી સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું.  જેમાં મોટી સંખ્યામાં રાજકોટ જિલ્લાના સહકારી અગ્રણીઓ હાજર રહ્યાં  આ સંમેલન દરમિયાન બિસ્માર રસ્તા અંગે પણ તેમની પાસે રજૂઆત કરવામાં આવી હતી આ અંગે તેમણે જણાવ્યું હતું કે રોડ રસ્તાના કામ તેમજ બિસ્માર રસ્તાઓનો મુદ્દો પૂર્ણેશ મોદીના ધ્યાને મૂકવામાં આવશે. અને બિસ્માર રસ્તાથી તાત્કાલિક છૂટકારો મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. તો માલધારી અને માલધારી અને ખેડૂતોએ પણ વિવિધ પ્રશ્ને સી.આર.પાટીલ સમક્ષ રજૂઆત કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">