AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand: બોરસદમાં પોલીસ જવાન પર ટ્રક ચઢાવી દેતા મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન, ‘ઉચ્ચ અધિકારીઓ ગંભીરતા પૂર્વક કરશે તપાસ’

આણંદના (Anand) બોરસદમાં 19 જુલાઈએ રાત્રે ફરજ દરમિયાન પોલીસ જવાને એક શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ટ્રાફિક પોલીસકર્મી રાજકિરણને ટ્રકથી કચડી નાંખવામાં આવ્યો હતો.

Anand: બોરસદમાં પોલીસ જવાન પર ટ્રક ચઢાવી દેતા મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન, 'ઉચ્ચ અધિકારીઓ ગંભીરતા પૂર્વક કરશે તપાસ'
Harsh Sanghvi (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 3:57 PM
Share

આણંદના (Anand) બોરસદમાં (Borsad) પોલીસ (Police) જવાનો નાઈટ ડ્યુટી દરમિયાન હાઈવે પર શંકાસ્પદ વાહનોની તપાસ કરી રહ્યા હતા. તે સમયે ફરજ બજાવતા પોલીસ જવાન પર ટ્રક ચડાવી દેવા બાબતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યુ છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, તમામ ઉચ્ચ અધિકારીઓ ખૂબ ગંભીરતા પૂર્વક તપાસ કરી રહ્યા છે. કઈ દિશામાં અને કયા કારણોસર ઘટના બની તેનું નિરીક્ષણ ડીજીપી જાતે કરી રહ્યા છે. પોલીસ પરિવાર અને પોલીસકર્મીઓને પરિવારની સાથે રહેવાની સૂચના આપવામાં આવી છે.

પોલીસ જવાન પર ટ્રક ચડાવી દેવા બાબતે ગૃહ રાજ્યપ્રધાને કહ્યું કે, ‘તમામ ઉચ્ચ અધિકારીઓ ખૂબ ગંભીરતા પૂર્વક તપાસ કરી રહ્યા છે. ગુનેગારો પકડાઈ ગયા છે અને આગળની કાર્યવાહી ચાલું છે. ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તે માટે પગલાં લેવાઈ રહ્યા છે.’ આણંદના બોરસદમાં 19 જુલાઈએ રાત્રે ટ્રાફિક પોલીસકર્મી રાજકિરણને ટ્રકથી કચડી નાંખવામાં આવ્યો હતો. ફરજ દરમિયાન પોલીસ જવાને એક શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રકચાલકે રોકાવાને બદલે પોલીસ જવાન પર ટ્રક ચઢાવી દીધી હતી.

શું હતી ઘટના ?

આણંદ જિલ્લાના બોરસદમાં 19 જુલાઈએ પોલીસ (Police) જવાનો નાઈટ ડ્યુટી દરમિયાન હાઈવે પર શંકાસ્પદ વાહનોની તપાસ કરી રહ્યા હતા ત્યારે એક શંકાસ્પદ ટ્રકને પોલીસ જવાને રોકવાનો ઇશારો કર્યો હતો, ત્યારે ટ્રક ડ્રાઈવરે બ્રેક મારીને ટ્રક રોકી દેવાને બદલે ટ્રકનો પૂરપાટ દોડાવી મૂકી હતી અને પોલીસ જવાનને કચડી નાખી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ નામના પોલીસ જવાને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે જવાનને કચડીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને પકડવા અન્ય પોલીસ જવાનો પાછળ ગયા હતા, પણ ટ્રક ડ્રાઈવર ટ્રક માણેજ ગામ પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રકનો કબજો લઈ તેના માલિકની શોધ કરવાની અને તેના આધારે આ ટ્રક કોણ ચલાવી રહ્યું હતું તે શોધવાની કવાયત શરૂ કરી હતી. બીજી બાજુ સારવાર માટે દાખલ કરાયેલા જવાનનું સારવાર દરમિયાન મોત થયુ હતુ

આણંદના એસપી દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે ગઈ રાત્રે બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ સહિતના જવાનોએ હાઈ વે પર એક શંકાસ્પદ ટ્રકને રોકવાની કોશિશ કરી હતી, પણ ટ્રક ચાલકે ટ્રક રોક્યો નહોતો. આથી કિરણસિંહે પોતાની પ્રાઇવેટ કારમાં ટ્રકનો પીછો કર્યો હતો અને બગોદરા તરફ જતા હાઈવે પર ટ્રકને આંતરી તેની આગળ કાર ઉભી રાખી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

આ વખતે પણ ટ્રક રોકવાને બદલે ટ્રક ચાલકે તેના પર ટ્રક ચડાવી દીધી હતી, જેમાં પોલીસ જવાન કિરણસિંહ રાજને ગંભીર ઇજાઓ થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું છે. બીજી બાજુ ફરાર ટ્રક ચાલકની શોધ કરતાં તે ટ્રકને માણેજ ગામ પાસે બીનવારસી મુકીને ફરાર થઈ ગયો હતો. જોકે હાલ આરોપી ટ્રકચાલક પોલીસ સ્ટેશને હાજર થયો છે. પોલીસે આરોપી સામે IPC-304 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
g clip-path="url(#clip0_868_265)">