AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda : વડતાલ સ્વામિનારાયણ ધામમાં દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ચૈત્રી સમૈયાનો પ્રારંભ

ભગવાન શ્રી હરિ નો 242 મો પ્રાગટ્ય દિન હોય રાત્રે 10 :10 કલાકે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં ભજન મંડળીઓની રમઝટ સાથે શ્રી હરિના જન્મદિનની ભારે હર્ષોલ્લસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે જન્મોત્સવની આરતી બાદ સૌ ભક્તોને પંચાજીરીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

Kheda : વડતાલ સ્વામિનારાયણ ધામમાં દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ચૈત્રી સમૈયાનો પ્રારંભ
Vadtal Swaminarayan Temple
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Mar 30, 2023 | 7:01 PM
Share

ચૈત્ર સુદ નોમ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનો પ્રાગટ્ય દિવસ અને ભગવાન સ્વામિનારાયણનો 242 પ્રાગટ્ય ઉત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ચૈત્ર સુદ નોમથી પૂનમ સુધી ભગવાન સ્વામિનારાયણ બાંધેલ ચૈત્રી સમૈયાનો પ્રારંભ થયો હતો. અને શ્રી હરિ ના 242મા પ્રાગટ્ય દિન અંતર્ગત સવારે મંગળા આરતી બાદ મંદિરમાં બિરાજમાન દેવોને સવારે 6:00 થી 7.30 વાગ્યા સુધી આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ તથા મોટા લાલજી પુ. સૌરભ પ્રસાદજી મહારાજ તથા નાના લાલજી મહારાજ તથા મંદિરના બ્રહ્મચારી હરીસ્વરૂપાનંદજી હસ્તે દેવોને કેસર મિશ્રિત દ્રવ્યોથી અભિષેક કરવામાં આવ્યો હતો. આ પાટોત્સવના યજમાન મેતપુરના પટેલ વસંતભાઇ મંગળદાસ મુખી પરિવાર હતાં. અભિષેક બાદ સવારે 11:૦૦ કલાકે દેવોને પેંડા અને બરફીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

શ્રી હરિના જન્મદિનની ભારે હર્ષોલ્લસ સાથે ઉજવણી કરવામાં આવી હતી

આની સાથે સાથે ભગવાન શ્રી હરિ નો 242 મો પ્રાગટ્ય દિન હોય રાત્રે 10 :10 કલાકે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં ભજન મંડળીઓની રમઝટ સાથે શ્રી હરિના જન્મદિનની ભારે હર્ષોલ્લસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે જન્મોત્સવની આરતી બાદ સૌ ભક્તોને પંચાજીરીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

દેવની ધજા નીચે કથા શ્રવણ કરવાનો અવસર મળી રહ્યો છે

ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને કાર્તિકી અને ચૈત્રી સમૈયામા વડતાલ આવવાની આજ્ઞા દીકરી છે. ડો.સંત સ્વામી અને નૌતમ સ્વામીએ વડતાલ અને સંપ્રદાયનો મહિમા કહ્યો હતો. વડતાલ સંસ્થા દેશ વિદેશમાં વિસ્તાર પામી રહી છે તે આ પુણ્યભૂમિનો પ્રતાપ છે. આપણા જીવનનો આ અમૂલ્ય સમય છે જે દેવની ધજા નીચે કથા શ્રવણ કરવાનો અવસર મળી રહ્યો છે.

આ સમૈયામાં પ્રારંભ ભક્તચિંતામણી પરચા પ્રકરણ કથાનું આયોજન કરવામાં આવેલ છે. કથાના વક્તા શાસ્ત્રી નારાયણચરણદાસ (બુધેજવાળા) તથા શાસ્ત્રી માનસ પ્રસાદદાસજી સાવદાવાળા કથાનું રસપાન કરાવશે કથાનો સમય સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ તથા બપોરે 3.30  થી 6.30  રાખવામાં આવેલ છે.

આ પણ વાંચો : Ahmedabad ની શિક્ષિકા દર્શના પટેલે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">