Ahmedabad ની શિક્ષિકા દર્શના પટેલે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું
ભારત સરકારના કેન્દ્રીય મુલ્કી સેવા અને કીડા સંસ્થાન નવી દિલ્હીના ઉપક્રમે શ્રી શિવછત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બાલેવાડી પુને મહારાષ્ટ્ર ખાતે 26 થી 28 માર્ચ 2023 દરમિયાન અખિલ ભારતીય મુલ્કી સેવા એથલેટીક્સ સ્પર્ધા 2022-23 નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાના પ્રથમ દિવસે ગુજરાત તરફથી રમતા દર્શના પટેલે ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
અમદાવાદની શિક્ષિકા દર્શના પટેલે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જેમાં ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિસ એથલેટીક્સ ડિસ્કસ થ્રોમા બ્રોન્ઝ મેડલ મેળવી દર્શના પટેલે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જેમાં નેશનલ લેવલ પર ફરી એકવાર મેડલ જીતનાર દર્શના પટેલ દેત્રોજ તાલુકાના સુવાળા ગામના વતની અને અમદાવાદ જિલ્લા દસક્રોઈ તાલુકાના ગેરતપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે.
સ્પર્ધાના પ્રથમ દિવસે ગુજરાત તરફથી રમતા દર્શના પટેલે ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો
જેની વિગત મુજબ ભારત સરકારના કેન્દ્રીય મુલ્કી સેવા અને કીડા સંસ્થાન નવી દિલ્હીના ઉપક્રમે શ્રી શિવછત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બાલેવાડી પુને મહારાષ્ટ્ર ખાતે 26 થી 28 માર્ચ 2023 દરમિયાન અખિલ ભારતીય મુલ્કી સેવા એથલેટીક્સ સ્પર્ધા 2022-23 નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાના પ્રથમ દિવસે ગુજરાત તરફથી રમતા દર્શના પટેલે ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મૂળ સુવાળા ગામના વતની અને હાલ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ગેરતપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દર્શના પી પટેલે આ પહેલા પણ નેશનલ લેવલ પર ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી ચૂક્યા છે.
અત્યાર સુધીમાં 30થી વધુ ગોલ્ડ અને 25થી વધુ સિલ્વર મેડલ જીત્યા છે
જેમાં 15થી વધારે નેશનલ ઇવેન્ટમાં ભાગ લીધો છે. નેશનલ લેવલ ઉપરાંત તેમણે અત્યાર સુધીમાં 30થી વધુ ગોલ્ડ અને 25થી વધુ સિલ્વર મેડલ જીત્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર્શના પટેલને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મિત્રો, અધિકારીઓ, શિક્ષકો, પરીવારજનો, વિદ્યાર્થાઓ અને શુભેચ્છકો દ્વારા ફોન તથા સોશિયલ મિડીયા દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.
દર્શના પટેલ નાનપણથી જ રમત ગમત સાથે જોડાયેલ છે
અત્રે ઉલ્લેખનિય છે કે, દર્શના પટેલ નાનપણથી જ રમત ગમત સાથે જોડાયેલ છે અને તાલુકા, જીલ્લા અને રાજ્યકક્ષાએ રમત ગમતમાં ભાગ લઇને અનેક મેડલ્સ જીતી ચુક્યા છે. દર્શના પટેલ શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત અનેક લોકોને રમત ગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહીત કરીને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યા છે.
આ પણ વાંચો : Gujarati Video : રાજકોટના 67 ગામો માટે રાહતના સમાચાર, ઓગસ્ટ માસના અંત સુધી પીવાના પાણી સમસ્યા નહીં સર્જાય
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…