ખેડા : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી, આત્મનિર્ભર કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં યોજાયો
પંચાયત વિભાગ અન્વયે વિવિધ વિકાસલક્ષીના 18 જેટલા કામોનું રૂ. 48.16 લાખના ખર્ચે ખાતમુહુર્ત ભુમિપુજન, વિવિધ વિકાસલક્ષીના 04 કામોનું રૂ. 11.49 લાખના ખર્ચે લોકાર્પણ, જળ સંપતિ વિભાગ અન્વયે વિવિધ વિકાસલક્ષીના 02 કામોનું રૂ. 2023.58 લાખના ખર્ચે ભુમિપુજન, વિવિધ વિકાસલક્ષીના 07 જેટલા કામોનું રૂ. 38.48 લાખના ખર્ચે લોકાર્પણ, પાણી પુરવઠા વિભાગ અન્વયે જિલ્લામાં વિવિધ વિકાસલક્ષીના 27 જેટલા કામોનું રૂ. 1581.63 લાખના ખર્ચે ખાર્તમુહુર્ત થયું.
આજે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે અંદાજે કુલ રૂપિયા 54 કરોડના ગ્રામ વિકાસલક્ષી કામો તથા લાભાર્થીઓને લાભાન્વિત કરાશે, આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલએ ખેડા જિલ્લાના મહેમદાવાદ મુકામેથી કરાવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં થનાર લોકાર્પણ અને ખાર્તમુહુર્તની વાત કરીએ તો, ગ્રામ વિકાસ પી.એમ.એ.વાય વિભાગ અન્વયે 125 કામોનું રૂ. 190.76 લાખના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના 125નું લોકાર્પણ, ગ્રામ વિકાસ-પી.એમ.એ.વાય વિભાગ અન્વયે 170 કામોનું રૂ. 69.7 લાખના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના 170 લાભાર્થી બાંધકામ સહાયનું લોકાર્પણ કરાયું.
તો ગ્રામ વિકાસ મનરેગા વિભાગ અન્વયે કેટલ શેડ, આંગણવાડી, રમત ગમત મેદાન અને અન્ય કામોનું રૂ. 551.6 લાખના ખર્ચે ખાતમુહુર્ત તથા કેટલ શેડ, પંચાયત ઘર અને આંગણવાડી (કુલ 33) કામોનું 3.67,71 લાખના ખર્ચે લોકાર્પણ, ગ્રામ વિકાસ- સ્વચ્છ ભારત મિશન વિભાગ અન્વયે 2 (બે) ગોબર ઘન પ્રોજેક્ટનું ભૂમિપુજન રૂ. 298 લાખના ખર્ચે ખાર્તમુહુર્ત, ગ્રામ વિકાસ–જી.એલ.પી.સી વિભાગ અન્વયે જિલ્લામાં 580 સ્વ.સહાય જુથની બહેનોને સહાયના કામોનું રૂ. 30.7 લાખની સહાયનું લોકાર્પણ કરાશે.
પંચાયત વિભાગ અન્વયે વિવિધ વિકાસલક્ષીના 18 જેટલા કામોનું રૂ. 48.16 લાખના ખર્ચે ખાતમુહુર્ત ભુમિપુજન, વિવિધ વિકાસલક્ષીના 04 કામોનું રૂ. 11.49 લાખના ખર્ચે લોકાર્પણ, જળ સંપતિ વિભાગ અન્વયે વિવિધ વિકાસલક્ષીના 02 કામોનું રૂ. 2023.58 લાખના ખર્ચે ભુમિપુજન, વિવિધ વિકાસલક્ષીના 07 જેટલા કામોનું રૂ. 38.48 લાખના ખર્ચે લોકાર્પણ, પાણી પુરવઠા વિભાગ અન્વયે જિલ્લામાં વિવિધ વિકાસલક્ષીના 27 જેટલા કામોનું રૂ. 1581.63 લાખના ખર્ચે ખાર્તમુહુર્ત થયું.
તો વિવિધ વિકાસલક્ષીના 09 જેટલા કામોનું રૂ. 245.77 લાખના ખર્ચે લોકાર્પણ, કૃષિ અને ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ અન્વયે વ્યક્તિગત ખેડુતોને ઘાસચાર બીજ કીટના મજુરી કામના 2470 હુકમનું રૂ. 101.18 લાખના ખર્ચે લોકાર્પણ, પશુપાલન ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા 58 વ્યક્તિગત લાભાર્થીઓને સહાયના 58 જેટલા કામોનું રૂ.18.81 લાખના ખર્ચે લોકાર્પણ, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ અન્વયે 128 વ્યક્તિગત લાભાર્થીઓને સહાયના 128 જેટલા કામોનું રૂ. 61.75 લાખના ખર્ચે લોકાર્પણ થશે. આમ, કુલ 3633 કામોનું રૂ.533.32 લાખના ખર્ચે પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ભુમિપુજન કરાશે.
આ પણ વાંચો : હર્ષ સંઘવીની ડ્રગ્સ માફિયાઓને ચેતવણી “ડ્રગ્સ માફિયાઓની ખેર નથી” “નશાના નેટવર્કને તોડવા પોલીસ સક્ષમ”