હર્ષ સંઘવીની ડ્રગ્સ માફિયાઓને ચેતવણી “ડ્રગ્સ માફિયાઓની ખેર નથી” “નશાના નેટવર્કને તોડવા પોલીસ સક્ષમ”

દ્વારકા જિલ્લામાંથી ATS અને SOGની ટીમે 120 કરોડની કિંમતનો 24 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. કલ્યાણપુરના નાવદ્રા બંદરેથી આરોપી અનવર ઉર્ફે અનુ મુસા પટેલિયાના ઘરમાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 3:50 PM

ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાના મુદ્દે રાજ્ય ગૃહપ્રધાને ડ્રગ્સ માફિયાઓને ચેતવણી આપી છે કે, ગુજરાતની કોઈપણ બોર્ડર પરથી ડ્રગ્સ આવશે તેનું પોલીસ સ્વાગત કરીને કાર્યવાહી કરશે…તેમજ વધુમાં જણાવ્યુ હતુ કે, “જ્યાથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડાય છે, ત્યાં પોલીસ કાર્યવાહી કરી રહી છે અને ગુજરાત પોલીસ નશાના દરેક નેટવર્કને તોડવા સક્ષમ છે. “

ગૃહ રાજ્યપ્રધાને રાજ્યને ડ્રગ્સ મુક્ત કરવાની વાત કરી છે. વડોદરામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાના શુભારંભ પ્રસંગે હાજર રહેલા હર્ષ સંઘવીએ ડ્રગ્સના રેકેટ પકડવાની પોલીસની કામગીરીને વખાણી છે. તેમણે કહ્યું કે- આપણે સૌ દિવાળીનો તહેવાર મનાવતા હતા. ત્યારે ગુજરાત પોલીસની અનેક ટીમો ડ્રગ્સ પકડવામાં કામે લાગી હતી. દુશ્મન દેશો ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે પોલીસના જવાનોએ હજારો-લાખો લોકોના જીવ બચાવવાનું કામ કર્યું છે. ગુજરાત પોલીસના જવાનોએ સતત 12-12 દિવસ કામે લાગીને ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તેમણે ગુજરાત પોલીસના જવાનોને અભિનંદન પાઠવ્યા.

દ્વારકા જિલ્લામાંથી ATS અને SOGની ટીમે 120 કરોડની કિંમતનો 24 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. કલ્યાણપુરના નાવદ્રા બંદરેથી આરોપી અનવર ઉર્ફે અનુ મુસા પટેલિયાના ઘરમાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું. ATS અને SOGની ટીમે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સના જથ્થા સાથે આરોપી અનવરની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદ : સાબરમતીમાં વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, સજાતિય સંબંધમાં આવેલી ખટાશ બન્યું મોતનું કારણ

આ પણ વાંચો :  પીડિતાના પરિવારને ન્યાય અપાવવાની જવાબદારી અમારી છે : હર્ષ સંઘવી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">