Kheda: ગરબાને બદલે તાજિયા રમાડવાને મામલે 4 શિક્ષકો સસ્પેન્ડ

આ ઘટના પાછળ તાજેતરમાં પ્રતિબંધ થયેલી PFIનો હાથ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ત્યારે આ આયોજન કેમ અને કોના કહેવાથી થયું તેને લઈને તપાસની માગણી  કરવામાં આવી  હતી  જેના  પગલાં રૂપે  જિલ્લા શિક્ષણાધિકારી  દ્વારા 4 શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Kheda: ગરબાને બદલે તાજિયા રમાડવાને મામલે 4 શિક્ષકો સસ્પેન્ડ
હાથજમાં ગરબામાં તાજિયા કરાવવાના વિવાદમાં 4 શિક્ષકો સસ્પેન્ડ
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Oct 02, 2022 | 1:04 PM

ખેડા (Kheda)  જિલ્લાના નડિયાદમાં આવેલા હાથજ ગામની પે સેન્ટર શાળામાં એક દિવસીય ગરબામાં  વિદ્યાર્થીઓેને  (Students) ગરબાને બદલે તાજિયા કરાવવાની  ઘટનામાં 4 શિક્ષકોને સસ્પેન્ડ  (suspend) કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે  હાથજ ગામની પે સેન્ટર શાળામાં એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને  શાળામાં ગરબા રમવા આવવાનું કહેવામાં આવ્યું પરંતુ શાળામાં ગરબાની જગ્યાએ તાજિયાના ગીત વગાડવામાં આવ્યા હતા તેમજ બાળકોને વિધર્મી નામ વાળી ટી-શર્ટ પહેરાવીને તાજીયા રમાડ્યા  હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના અંગે જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ પટેલે ટીવી9ને જણાવ્યું હતું કે  વીડિયોમાં  જોવા મળતા વિદ્યાર્થીઓ શાળાના જ છે અને  મુસ્લિમ વિદ્યાર્થી પણ  અહીં અભ્યાસ કરે છે.

જાણો શું છે સમગ્ર ઘટના ?

નવરાત્રીના (Navratri 2022) તહેવારમાં શાંતિનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.  ખેડા (Kheda) જિલ્લાના નડિયાદમાં આવેલી હાથજ ગામની પે સેન્ટર શાળાના બાળકોને ગરબાના નામે  તાજિયા રમાડવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.  વિદ્યાર્થીઓને  (Student) શાળામાં ભણતરની સાથે ઈત્તર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. તેના જ ભાગરૂપે હાથજ ગામની પે સેન્ટર શાળામાં એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.  વિદ્યાર્થીઓને  શાળામાં ગરબા રમવા આવવાનું કહેવામાં આવ્યું પરંતુ શાળામાં ગરબાની જગ્યાએ  તાજિયાના ગીત વગાડવામાં આવ્યા હતા તેમજ બાળકોને વિધર્મી નામ વાળી ટી-શર્ટ પહેરાવીને તાજીયા રમાડ્યા   હોવાનું સામે આવ્યું હતું. જે વીડિયો સામે આવ્યો  તે વીડિયોમાં જોવા મળ્યું હતું કે શાળાના  વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ  ગરબા રમવાને  બદલે  બે હાથે  છાતી કૂટતા  હતા.

આ ઘટનાનો વીડિયો સામે આવતા ગ્રામજનો અને હિંદુ સેનામાં રોષ ભભૂક્યો હતો. તેમજ ગ્રામજનોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શાળા તંત્ર સામે પગલા લેવા રજૂઆત કરી હતી. હિંદુ સમાજે આક્ષેપ કર્યો હતો કે, વિધર્મી શિક્ષિકાઓએ બાળકોને ગરબાને બદલે તાજીયા રમવા ફરજ પાડી હતી અને વિધર્મી શિક્ષિકાઓ અને પ્રિન્સિપાલ હિંદુ બાળકોને મૂળ ધર્મથી દૂર કરી રહ્યા છે.  તેમજ આ ઘટના પાછળ તાજેતરમાં પ્રતિબંધ થયેલી PFIનો હાથ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ત્યારે આ આયોજન કેમ અને કોના કહેવાથી થયું તેને લઈને તપાસની માગણી  કરવામાં આવી  હતી  જેના  પગલાં રૂપે  જિલ્લા શિક્ષણાધિકારી  દ્વારા 4 શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">