AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda: સોખડાના 4 મહિનાના બાળકને સંદર્ભ કાર્ડ સહાય યોજનાથી મળ્યુ નવું જીવન, જન્મજાત હ્રદયરોગથી પીડાતા બાળકનું સફળતા પૂર્વક ઓપરેશન

Kheda: સોખડામાં 4 મહિનાના બાળકનું સરકારની RBSK યોજના થકી મળેલ સંદર્ભ કાર્ડ દ્વારા મળતી સહાયથી હ્રદયરોગનું સફળ ઓપરેશન કરવામાં આવ્યુ છે. અમદાવાદમાં યુ.એન. મહેતા હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યુ હતું.

Kheda: સોખડાના 4 મહિનાના બાળકને સંદર્ભ કાર્ડ સહાય યોજનાથી મળ્યુ નવું જીવન, જન્મજાત હ્રદયરોગથી પીડાતા બાળકનું સફળતા પૂર્વક ઓપરેશન
સોખડાનો પરિવાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 8:03 PM
Share

ખેડાના માતર તાલુકાના સોખડા ગામમાં રાહુલ કુમાર એક ખાનગી કર્મચારી છે. તેનો માસિક પગાર માત્ર 8,000 છે. તેમને સંતાનમાં બે બાળકો છે એક દીકરો અને દીકરી. પરંતુ રાહુલભાઈના પરિવરામાં દીકરાના જન્મ સાથે જ ભારે મુશ્કેલીમાં આવી ગયો. તેમના બાળકને જન્મના 2 મહિના પછી તરત હ્રદયની નાની મોટી બિમારીઓ શરૂ થઈ ગઈ. તેમના બાળક મહાવીરને જન્મની સાથે જ હ્રદય રોગ (Heart Disease)થી પીડાતુ હતુ. ધીમે ધીમે આ બિમારી વધવા લાગી અને મહાવીરને રતવાની અસર થવા લાગી જેમા નખ કાળા પડવાનુ શરૂ થયુ.

શરૂઆતમાં તો મહાવીરના માતા-પિતા રાહુલ ભાઈ અને તેમની પત્નીએ હિમતથી પોતાની ક્ષમતા મુજબ બાળક માટે નાના-મોટા પ્રાઈવેટ દવાખાનામાં સારવાર મેળવી પરંતુ દિવસે દિવસે બાળકની હાલત કથળતી જતી હતી. ત્યારબાદ રાહુલ ભાઈએ નડિયાદ સ્થિત ND દેસાઈ હોસ્પિટલમાં તેમના બાળકના હ્રદયનો ECHO રિપોર્ટ કઢાવ્યો જેમા તેને CHD હોવાનુ નિદાન થયુ હતુ. જેમા તબીબોએ શક્ય એટલી વહેલી સર્જરી કરવાની સલાહ આપી.

આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત સંદર્ભ કાર્ડની કાર્યવાહી

આ દરમિયાન આંગણવાડી કર્મચારીએ રાહુલભાઈના બાળકના રોગની જાણ માતરના RBSK ડૉક્ટરને કરી અને ત્યાંથી રાહુલભાઈને ઓપરેશન શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત સંદર્ભ કાર્ડની તમામ કાર્યવાહી કરી આપવામાં આવી. ત્યારબાદ અહીંથી ડૉક્ટરની સલાહ મુજબ તેમણે પોતાના બાળકને અમદાવાદમાં યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજિસ્ટ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે એડમિટ કરવાનુ નક્કી કર્યુ.

સંદર્ભ કાર્ડ દ્વારા મળતી સહાયમાં હ્રદય, કિડની, કેન્સરની મફત સારવાર થાય છે

ઉલ્લેખનીય છે કે વર્ષ 2005થી શરૂ થયેલી RBSK અંતર્ગત સંદર્ભ કાર્ડ કાઢવામાં આવે છે, જેમા 0 થી 18 વર્ષ સુધીનાને હ્રદય, કિડની અને કેન્સરના રોગ માટે મફત સારવાર આપવામાં આવે છે. યુ.એન. મહેતા હોસ્પિટલમાં બાળક મહાવીરની 2 જી જૂલાઈ 2022ના રોજ સફળતા પૂર્વક સર્જરી કરવામાં આવી અને 14 જૂલાઈ 2022ના રોજ બાળકને ડિસ્ચાર્જ કરવામા આવ્યુ. રસપ્રદ બાબત એ છે કે જ્યારે બાળકની સર્જરી કરવામા આવી ત્યારે તેની ઉમર ફક્ત 4 મહિના અને 15 દિવસ હતી.

પોતાના બાળકને ફરી કિલકિલાટ કરતુ જોઈને તેના માતા-પિતા રાહુલભાઈ અને તેમના પત્નીની ખુશીઓનો કોઈ પાર નથી. પોતાની લાગણી વ્યક્ત કરતા તેમણે જણાવ્યુ કે જો સરકારની સહાય ન મળી હોત તો તેમના બાળકનુ ઓપરેશન કરાવવુ તેમના માટે અશક્ય હતુ. આ સહાય થકી જ તેના બાળકની સર્જરી થઈ શકી છે.

ઈનપુટ ક્રેડિટ- ધર્મેન્દ્ર કપાસી- ખેડા

g clip-path="url(#clip0_868_265)">