AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda: નડિયાદમાં સ્વાઇન ફ્લૂના 2 કેસ નોંધાયા, 11 અને 12 વર્ષના બે બાળકોમાં દેખાયા લક્ષણ

ગુજરાતમાં (Gujarat) કોરોના વચ્ચે સ્વાઇન ફ્લૂએ ચિંતા વધારી છે. ખેડા (Kheda) જિલ્લાના નડિયાદમાં સ્વાઈન ફ્લૂના બે કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

Kheda: નડિયાદમાં સ્વાઇન ફ્લૂના 2 કેસ નોંધાયા, 11 અને 12 વર્ષના બે બાળકોમાં દેખાયા લક્ષણ
14 Swine Flue case registered in Ahmedabad (Symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 4:08 PM
Share

ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં જુદા જુદા રોગચાળાએ જાણે માઝા મુકી છે. એક તરફ કોરોના મહામારીમાંથી હજુ તો માંડ થોડી રાહત મળી છે. ત્યાં હવે બીજી મંકી પોક્સ અને લમ્પી વાયરસ જેવા રોગો પણ ફેલાયા છે. આ બધા વચ્ચે ગુજરાતમાં હવે સ્વાઇન ફ્લૂએ (Swine flu) ચિંતા વધારી છે. સ્વાઇન ફ્લૂ (H1N1) એક એવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. ગુજરાતમાં ખેડા (Kheda) જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 2 કેસ નોંધાયા છે. જેના પગલે ખેડા જિલ્લામાં આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ છે. આરોગ્ય તંત્રએ સાવચેતીના તમામ પગલા લેવાનું શરુ કર્યુ છે.

ગુજરાતમાં કોરોના વચ્ચે સ્વાઇન ફ્લૂએ ચિંતા વધારી છે. ખેડા જિલ્લાના નડિયાદમાં સ્વાઈન ફ્લૂના બે કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. 11 અને 12 વર્ષના બે બાળકો સ્વાઈન ફ્લુની ઝપેટમાં આવ્યા છે. હાલમાં બંને બાળકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્વાઈન ફ્લુના બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગે 300 જેટલા ઘરોના વિસ્તારમાં સરવે કર્યો છે

જીવલેણ વાયરસ

એચવનએનવન એક જીવલેણ વાયરસ છે જેના વિશે દેશ-વિદેશના ઘણા બધા લોકો જાણતા નથી. આ વાયરસ તાવના વાયરસથી બિલકુલ મળતો આવે છે. અહીં પણ દરદી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. એચવનએનવનના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.

સ્વાઇન ફ્લૂના લક્ષણો

ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં પરેશાની વારંવાર ઉલટી થવી ચાલી ન શકવું, ક્રિયા પ્રતિક્રિયા ન આપવી મૂંઝવણ અને વારંવાર રડવું તાવ અને શરદીનો ભોગ બનવું પૂરતું પ્રવાહી ન પીવું વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના ચિન્હો શ્વાસ લેવામાં પરેશાની પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ ગભરાહટ વારંવાર ઉલટી થવી અચાનક ચક્કર આવવા

શું સાવચેત રાખવી ?

શક્ય હોય ત્યાર સુધી હાથ સાબુથી જ ધુઓ. જો સાબુ ન હોય તો આલ્કોહોલ આધારિત ક્લિનર વડે હાથને ધુઓ. સંક્રમિત વ્યક્તિ અથવા એવી વ્યક્તિ જેનામાં સ્વાઈન ફ્લૂની શંકા હોય, તેનાથી ઓછામાં ઓછી છ ફૂટની તો દૂરી રાખો. જો તમને પોતાની અંદર પણ સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણો દેખાતા હોય તો ઘરમાં રહો. જો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવું પડે તેવું હોય તો ફેસ માસ્ક અથવા રેસ્પિરેટર પહેરો. સ્તનપાન કરાવનારી માતા પોતે સંક્રમિત હોય તો બાળકને દૂધ ન પીવડાવવું. ઉધરસ અને છીંક આવે તો ટીસ્યુ પેપરનો ઉપયોગ કરો અને તેને તુરંત જ ડસ્ટબીનમાં ફેંકો. ભીડવાળી જગ્યાએ ન જશો. વધારે માત્રામાં પાણી પીવો. ભરપૂર ઉંઘ લો, તેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

g clip-path="url(#clip0_868_265)">