વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ભૂજ એરપોર્ટથી (Bhuj Airport) રોડ શો સ્થળે પહોચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendrabhai Patel), વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય, પ્રભારી મંત્રી કિર્તીસિંહ વાઘેલા અને ધારાસભ્યો તેમજ અગ્રણીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ. વડાપ્રધાન ભુજ મીર્ઝાપર હાઇવે પર પહોંચતા રોડ શો શરુ થયો હતો. વડાપ્રધાને પગપાળા ચાલીને જનતાનું અભિવાદન ઝીલીને રોડ શોનો પ્રારંભ કર્યો હતો.
PM @narendramodi receives a warm welcome from the people of Bhuj, #Gujarat ;will inaugurate the ‘Smritivan’ memorial built in the memory of 2001’s earthquake #TV9News pic.twitter.com/BS6SiQYTld
— Tv9 Gujarati (@tv9gujarati) August 28, 2022
ભૂજમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શૉ યોજાયો. સ્મૃતિવનનું લોકાર્પણ કરવા આવેલા પીએમ મોદીનું કચ્છીઓએ ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. કચ્છની ધરતી પર પગ મૂકતા જ પીએમ મોદીને વધાવી લેવામાં આવ્યા હતા. તેમણે 3 કિલોમીટર રોડ શૉ યોજ્યો. 3 કિલોમીટર સુધી લોકો તિરંગા સાથે વડાપ્રધાનનું સ્વાગત કરતા રહ્યા હતા. વડાપ્રધાન મોદી પણ લોકોનું અભિવાદન ઝીલવા માટે ગાડીની બહાર નીકળી ગયા હતા. સવારે જયનગર બાયપાસથી શરૂ થયેલો રોડ શૉ ભુજની જનરલ હોસ્પિટલના બીજા ગેટ પાસે પૂર્ણ થયો હતો. વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે વિશાળ જનમેદની ઉમટી પડી હતી. નાના હોય કે મોટા તમામ લોકો વડાપ્રધાનના વધામણા કરવા માટે ઉમટ્યા હતા.
#WATCH गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने भुज में रोड शो किया।
PM गुजरात के भुज में स्मृतिवन स्मारक का उद्घाटन करेंगे, जिसे 2001 के भूकंप में अपनी जान गंवाने वालों की स्मृति के सम्मान में बनाया गया। pic.twitter.com/JxF9cFNFaQ
— ANI_HindiNews (@AHindinews) August 28, 2022
ભૂજમાં રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનનું સ્વાગત કરવા આવ્યા હતા. રોડ શો દરમિયાન કચ્છના પારંપરિક નૃત્ય દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન પણ ભૂજવાસીઓનું અભિવાદન ઝીલી રહ્યા હતા. રોડ શો પૂર્ણ કરી વડાપ્રધાન સ્મૃતિવન પહોંચ્યા હતા અને સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ કર્યુ હતુ.