PM Narendra Modiએ ટ્વીટમાં સ્મૃતિવનની તસવીરો શેર કરી કચ્છને કર્યુ યાદ, જાણો કચ્છમાં આજના તેમના કાર્યક્રમો વિશે

વડાપ્રધાને (Prime Minister) કચ્છની મુલાકાત પહેલા એક ટ્વીટ કરીને કચ્છને યાદ કર્યું, ભુજના સ્મૃતિવન (Smritivan) વિશે વડાપ્રધાને તસવીરો શેર કરીને માહિતી આપી હતી.

PM Narendra Modiએ ટ્વીટમાં સ્મૃતિવનની તસવીરો શેર કરી કચ્છને કર્યુ યાદ, જાણો કચ્છમાં આજના તેમના કાર્યક્રમો વિશે
Prime Minister Narendra Modi ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 8:14 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં (Bhuj) 4400 કરોડના વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. સાથો સાથ 470 એકર વિસ્તારમાં બનાવવામાં આવેલા સ્મૃતિવનનું પણ લોકાર્પણ કરશે. ત્યારે વડાપ્રધાને કચ્છની મુલાકાત પહેલા એક ટ્વીટ કરીને કચ્છને યાદ કર્યું, ભુજના સ્મૃતિવન (Smritivan) વિશે વડાપ્રધાને તસવીરો શેર કરીને માહિતી આપી હતી. વડાપ્રધાને ટ્વીટમાં લખ્યુ કે 2001ના ભૂકંપમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે સ્મૃતિવન એ એવા લોકો માટે શ્રદ્ધાંજલિ બની રહેશે.

પીએમ મોદીના કાર્યક્રમની વાત કરીએ તો, સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને કચ્છ રવાના થશે. સવારે 9 કલાકે ભુજ એરપોર્ટ પહોંચશે. ભુજ પહોંચીને PM નરેન્દ્ર મોદી 3 કિમી લાંબો રોડ શો કરશે. સવારે 9.15 કલાકે તેઓ રોડ શો સ્થળે પહોંચશે. સવારે 10 કલાકે સ્મૃતિવનની મુલાકાત લેશે અને સવારે 11.10 કલાકે PM નરેન્દ્ર મોદી સભા સ્થળે પહોંચશે.

PM મોદી 3 કિ.મી લાંબા રોડ શોથી પોતાના કચ્છ પ્રવાસની શરૂઆત કરશે. સવારે 9.15 કલાકે રોડ શો જયનગર બાયપાસથી શરૂ થશે અને ભુજની જનરલ હોસ્પિટલના બીજા ગેટ પાસે પૂર્ણ થશે. 3 કિ.મી રોડ શોમાં વડાપ્રધાનને આવકારવમાં માટે 7 જેટલા કલસ્ટર બનાવાયા છે. જેમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિના પહેરવેશ સાથે સંગીત સાથે વડાપ્રધાનનું સ્વાગત કરાશે.

175 એકરમાં વિકસિત ભૂજિયા ડુંગર પરના સ્મૃતિવન મેમોરીયલમાં વર્ષ 2001ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર 12 હજાર 932 સ્વજનોની સ્મૃતિઓના સંવેદનની કુલ 1 હજાર 20 નેમ પ્લેટો, તેમની યાદમાં 3 લાખથી વધુ વૃક્ષો અને 10 કિમીનો પાથ વે તેમજ 50 ચેકડેમ, 3 એમીનીટીઝ બ્લોક, અર્થકવેક મ્યુઝિયમ, 15 કિ.મી.નો ફોર્ટ વોલ, 1 મેગાવૉટ સોલાર પ્લાન્ટ અને ઈન્ટરનલ રોડનું સ્મૃતિવન મેમોરીયલ ભૂકંપમાં જીવ ગુમાવનારા આપણા પરિજનોની સ્મૃતિરૂપે બનાવાયુ છે, સાથે સાયન્સ સેન્ટર પણ બનાવાયુ છે. સ્મૃતિવનમાં વડાપ્રધાન એક કલાક જેટલા સમય રોકાણ કરશે.

g clip-path="url(#clip0_868_265)">