Kutch: રાપરની શાળામાં કિશોરીનો જબરજસ્તીથી જન્મદિન ઉજવનાર યુવક ઝડપાયો
રાપરમાં રહેતી એક 11 વર્ષીય સગીરા તારીખ 21 ના શાળામાં અભ્યાસ માટે ગઇ હતી ત્યારે રહીમ હનીફ શેખ નામનો યુવાન તેની શાળાએ ગયો હતો. અને તેના જન્મદિવસની ઉજવણી માટે દબાણ કર્યુ હતુ.

કચ્છમાં રાપરની(Rapar) સરકારી શાળામાં(School) ધોરણ-06 મા અભ્યાસ કરતી એક 11 વર્ષીય કિશોરીને જન્મદિવસ(Birthday) પર શાળામાં ચોકલેટ,ગીફટ જેવી વસ્તુઓ આપી બળજબરીથી જન્મદિવસ ઉજવનાર યુવક અંતે કાયદાના સાણસામાં આવી ગયો છે. 21 તારીખે બનેલા આ બનાવ મીડીયાના માધ્મયથી સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરી મુસ્લિમ યુવક રહીમ હનીફ શેખની ધરપકડ કરી છે. તેના વિરૂધ્ધ IPC 354(અ) 506(2) તથા પોક્સો એક્ટની કલમ-12 મુજબ ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે આજે માધ્યમોમાં કિસ્સો આવ્યા બાદ હિન્દુ સંગઠનોએ આ ઘટનાને વખોડી કડક કાર્યવાહીની માંગ કરી હતી. 2 દિવસ પહેલા બનેલા આ બનાવ સદંર્ભે શિક્ષણ વિભાગે પણ તપાસ કરી છે. પરંતુ પ્રાથમિક રીતે સ્કુલની ગંભીર બેદરકારી સામે આવી છે.
સગીરાને જન્મદિવસની ઉજવણી માટે દબાણ કર્યુ હતુ
રાપરમાં રહેતી એક 11 વર્ષીય સગીરા તારીખ 21 ના શાળામાં અભ્યાસ માટે ગઇ હતી ત્યારે રહીમ હનીફ શેખ નામનો યુવાન તેની શાળાએ ગયો હતો. અને તેના જન્મદિવસની ઉજવણી માટે દબાણ કર્યુ હતુ. જો કે શાળાના શિક્ષકોએ જ્યારે યુવકની ઓળખ અંગે પુછ્યુ તો યુવકે શગીરાના કાકા હોવાનુ જણાવી શાળામાંજ તેને ગીફ્ટ ચોકલેટ વગેરે વસ્તુઓ આપી હતી અને તેની સાથે સેલ્ફી પણ લીધી હતી.
પોલીસે આ મામલે તપાસ કરી આજે કાયદેસરની કાર્યવાહી કરી
જો કે શગીરીએ જ્યારે ગીફ્ટ ઘરે જઇ ખોલી ત્યારે માલુમ પડ્યુ કે ચોકલેટ ગીફ્ટ સાથે તેમાં આઇ.લવ યુ લખેલ લેટર સહિતની વસ્તુઓ પણ હતી. જેથી વાલીએ આ અંગે શાળાનો સંપર્ક કર્યો હતો. જો કે એક સમયે મામલો દબાઇ ગયો હતો પરંતુ માધ્યમોમાં ચમક્યા બાદ પોલિસના ધ્યાને આ કિસ્સો આવ્યો હતો અને પોલીસે આ મામલે તપાસ કરી આજે કાયદેસરની કાર્યવાહી કરી છે.
શાળાએ મામલાની ગંભીર ન ગણ્યો
21 તારીખે બનેલા બનાવમાં હજુ સુધી શિક્ષણ વિભાગે કોઇ તપાસ કરી નથી ધટના અંગે રાપરના (TPO) કે.એમ.રબારીનો સંપર્ક કરાયો તો તેઓએ પ્રાથમીક પુછપરછ કરી છે. જો કે તેઓ અંજાર હોવાથી સંપુર્ણ અહેવાલ તૈયાર કર્યો નથી જે તપાસ કરી મોકલાશે તેમ જણાવ્યુ હતુ. જો કે 21 તારીખે બનેલા બનાવ બાદ આ અંગે પોલિસને શાળા તરફથી કોઇ જાણ ન કરાઇ હોવાનુ ધ્યાને આવ્યુ હતુ. તો શાળામા આ પ્રકારે જન્મદિવસ ઉજવણી માટે કોઇ છુટછાટ હોતી નથી તેવામાં યુવકની યોગ્ય ખરાઇ કર્યા વગર શાળામા પ્રવેશ સાથે આ રીતે બળજબરીથી ઉજવણી થઇ તે શાળાની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા કરે છે.
વિદ્યાના ધામમાં બનેલી ધટના ગંભીર
પરિવારે જાણ કર્યા બાદ પણ શગીરા સાથે શાળામાં થયેલા બનાવ સંદર્ભે શાળાએ સંલગ્ન વિભાગને કોઇ યોગ્ય જાણ ન કરી હોવાનુ પણ સામે આવ્યુ છે. કદાચ પરિવાર કોઇ પ્રકારે સમાધાન માટે તૈયાર થયુ હોય તો વિદ્યાના ધામમાં બનેલી આ ધટનામાં ગંભીર પગલા લેવા માટે શાળાએ આગળ આવવુ જોઇએ જે ન થયુ
શાળાની બેદરકારી અંગે કોઇ નક્કર કાર્યવાહી હજુ થઇ નથી
કિશોરીના એકતરફી પ્રેમમાં પાગલ યુવકે શાળામા જઇ જે કર્યુ તે ધટના ધૃણાસ્પદ છે. જો કે તેનાથી પણ ગંભીર બાબત શાળાની બેદરકારીની છે પોલિસે તો મામલો સામે આવ્યા બાદ પરિવારનો સંપર્ક કરી યુવક સામે કાયદેસર કાર્યવાહી કરી છે પરંતુ શાળાની બેદરકારી અંગે બે દિવસ બાદ પણ કોઇ નક્કર કાર્યવાહી હજુ થઇ નથી. જો કે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.પી.પ્રજાપતિનો સંપર્ક કરતા તેઓએ સંપુર્ણ અહેવાલ આવ્યા બાદ બેજવાબદારી અંગે કાર્યવાહીની વાત કરી હતી
આ પણ વાંચો : Ahmedabad: ભારતમાં ચાઈનીઝ કંપનીઓ ઉભી કરી અર્થતંત્રને નુકસાન કરવાનું કૌભાંડ, 3 લોકોની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ