Ahmedabad: ભારતમાં ચાઈનીઝ કંપનીઓ ઉભી કરી અર્થતંત્રને નુકસાન કરવાનું કૌભાંડ, 3 લોકોની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

ભારતમાં ચાઈનીઝ કંપનીઓ ઉભી કરી અર્થતંત્રને નુકસાન કરવાનો કારચો રચનાર ચાઈનીઝ નાગરિક સહિત 3 લોકોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.

Ahmedabad: ભારતમાં ચાઈનીઝ કંપનીઓ ઉભી કરી અર્થતંત્રને નુકસાન કરવાનું કૌભાંડ, 3 લોકોની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Feb 23, 2022 | 4:45 PM

Ahmedabad: ભારતમાં ચાઈનીઝ કંપનીઓ ઉભી કરી અર્થતંત્રને નુકસાન કરવાનો કારચો રચનાર ચાઈનીઝ નાગરિક સહિત 3 લોકોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. કરોડો રૂપિયાનું હવાલા કૌભાંડના મુખ્ય સૂત્રધાર તથા ચાઈનીઝ કંપનીના ડિરેકટર પકડી હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નોંધનીય છે કે, ચાઈનીઝ કંપની (Chinese companies ) દ્વારા નાણાંકીય વ્યવહારોમાં ખોટા હિસાબો બનાવી ભારત સરકારને ટેક્ષ ન ચૂકવી મોટું નુકસાન કરતા હતા. કેવી રીતે હવાલા કૌભાંડ ચાલતું જોઈએ આ અહેવાલમાં.

ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ ચાઈનીઝ નાગરિક પિંગ હુઆંગ, આંગડિયા પેઢીનો માલિક સંજય પટેલ અને મુંબઇનો સૂરજ મૌર્ય ભેગા મળી ભારતીય અર્થતંત્ર મોટું નુકસાન કરવાનું કૌભાંડ ચલાવતા હતા. ધટનાની વિગતવાર વાત કરીએ તો રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ (ROC) દ્વારા 5 થી વધુ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાંની એક શુંગ્માં કંપનીએ આયોજનબદ્ધ રીતે કેટલાક CA તેમજ અન્ય મળતીયાઓ દ્વારા કાવતરું રચી ચાઈનીઝ શેલ કંપનીઓની પ્રથમ ભારતીય ડિરેક્ટર બનાવી ઇનકોર્પોરેશનની રચના કરાવી પાછળથી ભારતીય ડિરેક્ટરો રાજીનામું લઇ ફક્ત ચાઈનીઝ ડિરેક્ટરો દ્વારા કંપનીનું સંચાલન કરી કંપનીઓમાં ખોટી રીતે નુકસાન બતાવી નાણાંકીય વ્યવહારોમાં ખોટા હિસાબો બનાવી ભારત સરકારને ટેક્ષ ન ચૂકવી મોટું નુકસાન કરી આખું કૌભાંડ આચરતા હતા.

ભારતીય અર્થતંત્ર નુક્સાન પહોંચાડનાર શુંગ્માં મશીનરી પ્રા. લી દ્વારા પ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન બનાવવામાં આવે છે. જે પ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન મૂળ કિંમતથી ઓછી કિંમતના બિલ બનાવી ઉપરની રકમ રોકડથી રૂપિયા મેળવી લઈ કંપનીને ખોટમાં બતાવી ઇન્કમટેક્ષ અને GSTની ચોરી કરતા હતા. જો કે, શુંગ્માં કંપનીએ આશરે 100 કરોડથી વધુના હવાલા કૌભાંડ થયા છે પરંતુ હાલ 1 કરોડ રૂપિયા ભારતમાંથી ચાઇના ખાતે મોકલેલ હોવાના પુરાવા મળી આવેલ છે. જેમાં શુંગ્માં પ્રા. લી ડિરેકટર આરોપી પિંગ હુઆગ જે તે સમયે ચાઇના ખાતે રહેતો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ત્યારે શુંગ્માં કંપનીનું ચાઇનમાં સેલ્મનું કામકાજ સંભાળતો હતો. તેણે GSL કાર્ગો કંપનીના માલિકનો સંપર્ક કરેલ અને ભારતમાંથી ચાઇના હવાલો કરવા જણાવેલ ત્યારે મુંબઈના સૂરજ ઉર્ફે સન મૌર્યએ હસમુખભાઈ નરોત્તમ આંગડિયાના માલિક સંજય પટેલ મારફતે શુગમાં મશીનરી 1 કરોડ રૂપિયા બેંગકોક ખાતે હવાલા કામકાજ સંભાળતા શાબીક નાઓ મારફતે પિંગ હુઆંગ દ્વારા આપવામાં આવેલ ચાઈનીઝ બેંક એકાઉન્ટ 1 કરોડ રૂપિયા RMBમાં ટ્રાન્સફર કરી દીધા.

હવાલા કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચે અલગ અલગ ચાઈનીઝ કંપનીઓના બેંક એકાઉન્ટ આશરે 15 કરોડ ફ્રીજ કરાવી દીધા. ત્યારે મુંબઈથી પકડાયેલ આરોપી સુરજ મૌર્ય નાનો અન્ય કેટલી કંપનીઓના હવાલા કરાવ્યા છે. સાથે જ ભારતમાંથી ચાઇના ખાતે હવાલાનું કામકાજ Xie Cheng (David) સંભાળતો હોવાનું સામે આવ્યું છે. આરોપી સૂરજ મૌર્ય Xie Cheng (David)ની સૂચના પ્રમાણે આંગડિયા પેઢી માલિક સંપર્ક કરાવતો હતો. હાલ તપાસમાં ઘણી ચાઈનીઝ કંપનીઓના નામ તપાસમાં સામે આવ્યા છે. જે પુરાવા મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: RBI Assistant Recruitment 2022: RBI આસિસ્ટન્ટ પોસ્ટની પરીક્ષા માર્ચમાં યોજાશે, જુઓ પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ

આ પણ વાંચો: Defence Ministry Recruitment 2022: સંરક્ષણ મંત્રાલયમાં ધોરણ 10 12 પાસ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ નજીક

g clip-path="url(#clip0_868_265)">