Kutch: રેત ખનન કરનારા આરોપીએ RTI કાર્યકર્તાની હત્યાના કરેલા પ્રયાસમાં, RTI કાર્યકર્તાના પુત્રનું કરૂણ મોત

નારા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એસ. એ. મહેશ્વરીએ  કહ્યું કે જાડેજા વિરુદ્ધ હત્યા અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમણે કહ્યું કે સ્થાનિક પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ઘટનાના એક દિવસ બાદ જાડેજાની ધરપકડ કરી હતી.

Kutch: રેત ખનન કરનારા આરોપીએ RTI કાર્યકર્તાની હત્યાના કરેલા પ્રયાસમાં, RTI કાર્યકર્તાના પુત્રનું કરૂણ મોત
RTI એક્ટિવિસ્ટ સામે આડવેર રાખીને આરોપીએ કર્યો હત્યાનો પ્રયાસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 3:33 PM

કચ્છ (kutch) જિલ્લામાં ગેરકાયદેસર રેત ખનનના આરોપીએ તેની એસયુવી કારને આરટીઆઈ કાર્યકર્તાના (RTI activist) સ્કૂટર સાથે ટક્કર મારી હતી. આ હુમલામાં આરટીઆઈ કાર્યકર્તા ખરાબ રીતે ઘાયલ થયો હતો જ્યારે તેના 24 વર્ષના પુત્રનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે આ ઘટના 3 ઓક્ટોબરે થઈ હતી  જેમાં  આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે લખપત તાલુકાના મેઘપર ગામના રહેવાસી, માહિતી અધિકાર કાર્યકર્તા  (Right to Information Activist ) રમેશ બલિયાએ નવલસિંહ જાડેજા સામે ગેરકાયદેસર રેતી ખનન માટે ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, 3 ઓક્ટોબરના રોજ સાંજે 6.30 વાગ્યાની આસપાસ બલિયા અને તેનો પુત્ર નરેન્દ્ર દયાપર ગામથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે  આરોપી જાડેજા તેમને એસયુવી કાર સાથે પાછળથી ટક્કર મારી હતી અને તેમને કચડીને ભાગી ગયા હતા. નારા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એસ. એ. મહેશ્વરીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં  રમેશ બલિયાના પુત્ર નરેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત  થયું હતું. જ્યારે રમેશ બલિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે  રમેશ બલિયા અનુસૂચિત જાતિના સ્થાનિક નેતા પણ છે.

નારા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એસ. એ. મહેશ્વરીએ કહ્યું કે જાડેજા વિરુદ્ધ હત્યા અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમણે કહ્યું કે સ્થાનિક પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ઘટનાના એક દિવસ બાદ જાડેજાની ધરપકડ કરી હતી. ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે ગેરકાયદે રેતી ખનન સામે ફરિયાદ કરવા બદલ જાડેજાએ રમેશ બલિયા સામે આડવેર રાખીને આ હત્યાને અંજામ આપ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">