AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: 2018ના આદેશ પર વિલેપાર્લેમાં 100 વર્ષ જૂનું પીપળનું ઝાડ કાપવામાં આવ્યું, વૃક્ષને બચાવનાર કાર્યકર્તાની અટકાયત

પર્યાવરણ પ્રેમીઓ હવે BMC અને રાજ્યના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેને પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે આ વૃક્ષનું કાપવું ગેરકાયદેસર છે.

Maharashtra: 2018ના આદેશ પર વિલેપાર્લેમાં 100 વર્ષ જૂનું પીપળનું ઝાડ કાપવામાં આવ્યું, વૃક્ષને બચાવનાર કાર્યકર્તાની અટકાયત
આરે રેસ્ક્યુ સિટીઝન્સ ગ્રુપના કાર્યકર અભય આઝાદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 11:48 PM
Share

મહારાષ્ટ્ર (Maharashtra) માં આરે રેસ્ક્યુ (Save Aarey) સિટીઝન્સ ગ્રુપના કાર્યકર અભય આઝાદ (Abhay Azad) ને શનિવારે પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જ્યારે તે વિલે પાર્લે (પૂર્વ)  ​​(Vile Parle) ના ગૌથાણ વિસ્તારમાં એક વિશાળ પીપળના ઝાડને કાપવા અંગે પૂછપરછ કરી  રહ્યા હતા. (Cutting of a Huge Peepal Tree in Gauthan area). હેરિટેજ ટ્રી તરીકે ઓળખાતું આ વૃક્ષ 60 વર્ષથી વધુ જૂનું હોવાનું કહેવાય છે. BMC ના કે-ઈસ્ટ વોર્ડના અધિકારીઓ દ્વારા તેને સંપૂર્ણપણે કાપી નાખવામાં આવ્યું છે. જોકે વૃક્ષો કાપવાનો ઓર્ડર વર્ષ 2018નો છે. અભય આઝાદે કહ્યું કે આજે વિલે પાર્લે વિસ્તારમાં 100 વર્ષ જૂનું ઝાડ કાપવામાં આવી રહ્યું હતું. જ્યારે હું રોકાયો, ત્યારે મને બળજબરીથી પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યો અને મારી સામે FIR નોંધવાની ધમકી આપી.

અભય આઝાદે કહ્યું, “મને માહિતી મળી હતી કે એક પીપળનું ઝાડ કાપવામાં આવી રહ્યું છે, જે લગભગ 100 વર્ષ જૂનું છે. માહિતી મળ્યા પછી, હું સ્થળ પર પહોંચ્યો અને અધિકારીઓને ઝાડ કાપવાનું કહ્યું, જે તેઓએ મને બતાવ્યું. તે 2018 નો ઓર્ડર હતો. મેં તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે 2017-18ની વચ્ચે મેં BMCને આ વૃક્ષ ન કાપવા માટે પત્ર લખ્યો હતો. આ વૃક્ષ કેમ કાપવામાં આવી રહ્યું છે તે અંગે ગ્રીન એક્ટિવિસ્ટોએ આરટીઆઈ પણ માંગી છે.

પોલીસે બળજબરીથી કારમાં બેસાડયો

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, અભય આઝાદે કહ્યું કે, “ડ્યુટી પરના પોલીસ અધિકારીઓએ મને વૃક્ષો કાપવાની ફરિયાદ કરવા વોર્ડ ઓફિસમાં જવા કહ્યું. જો કે, મેં દલીલ કરી હતી કે હું ફરિયાદ કરું ત્યાં સુધીમાં આ ભવ્ય જૂના વૃક્ષનું નિકંદન કાઢી નાખવામાં આવશે. પછી, પોલીસોએ મને બળપૂર્વક તેમની કારની અંદર ધકેલી દીધો અને મને મુંબઈના સ્થાનિક એરપોર્ટ બાજુ લઈ ગયા. આ દરમિયાન ઝાડ તેના થડમાંથી કપાઈ ગયું હતું.

પર્યાવરણ પ્રેમીઓ હવે BMC અને રાજ્યના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેને પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે આ વૃક્ષનું કાપવું ગેરકાયદેસર છે. ગ્રીન એક્ટિવિસ્ટ જોરુ બાથેનાએ કહ્યું, “તે ગેરકાયદેસર વૃક્ષ કાપવા જેવું લાગે છે કારણ કે તેને કાપવાનો આદેશ 2018નો છે. લગભગ ચાર વર્ષ પછી પણ જ્યારે વૃક્ષ કંઈ જ આડે આવતું ન હતું ત્યારે તેને કાપવાની શું જરૂર હતી? તેની પાછળ કોઇ બિલ્ડરની લોબી હોવાનું જણાઇ રહ્યું છે જે ગોથાણ વિસ્તારનો વિકાસ કરવા માટે આ વૃક્ષનું નિકંદન કાઢવા માગે છે. તે દુઃખની વાત છે કે પીપળના આ મોટા વૃક્ષને બચાવી શકાયું નથી.”

આ પણ વાંચો: Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં ફરી આંકડો 46 હજારને પાર, મુંબઈમાં કોરોનાની રફ્તાર અટકી, પુણેમાં બમણા થયા કેસ

આ પણ વાંચો: મહારાષ્ટ્રના ગ્લોબલ ગુરુજીને મળી ગઈ અમેરિકામાં રીસર્ચ માટે રજા, પણ અધિકારીઓને મનાવતા મનાવતા ઘસાઈ ગયા ચપ્પલ

g clip-path="url(#clip0_868_265)">