Kutch: ભચાઉના કડોલ અભ્યારણમાં ગેરકાયદે મીઠાના અગરો માટે બોરનુ કામ શરૂ કરી દેવાયુ, વનવિભાગે 3ને ઝડપી લીધા
ભચાઉના કડોલ અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મશીનરી વડે બોરનુ કામ શરૂ કરનાર 3 લોકોને ભચાઉ વનવિભાગની ટીમે ઝડપી પાડ્યા છે, અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા માટે પેટ્રોલિંગમાં રહેલી વનવિભાગની ટીમે આ કાર્યવાહી કરી હતી.
કચ્છના રણ વિસ્તારમાં મીઠાના અગરો બનાવવા માટે મોટાપાયે દબાણો થયા હોવાની ફરીયાદો સમયાંતરે જાગૃત નાગરીકોએ કરી છે અને જે મામલે હાલ વિવિધ તબક્કે કોર્ટ કાર્યવાહી પણ ચાલી રહી છે. ક્યાક સરકારી તો ક્યાક રક્ષીત વિસ્તારમાં પણ આવી પ્રવૃતિઓ ચાલી રહી છે. જોકે તે મામલે હાલ કાયદાકીય ઘર્ષણ ચાલી રહ્યુ છે.
દરમિયાનમાં ભચાઉના કડોલ અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મશીનરી વડે બોરનુ કામ શરૂ કરનાર 3 લોકોને ભચાઉ વનવિભાગની ટીમે ઝડપી પાડ્યા છે. અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા માટે પેટ્રોલિંગમાં રહેલી વનવિભાગની ટીમ જ્યારે ચોબારી ક્ષેત્રના રક્ષીત વિસ્તારમા પહોચી ત્યારે વન્યપ્રાણીઓને નુકશાન થાય તે રીતે બોર બનાવવાની કાર્યવાહી ચાલુ હતી.
આ મામલે વનવિભાગે મુળારામ નાનગારામ ચૌધરી(મારવાડી) રહે નવાગામ ભચાઉ, શામજી નારાણ આહિર તથા અશોક મફાજી ઠાકોર નામના 3 વ્યક્તિને ઝડપી પાડ્યા છે. વન્યપ્રાણી સરક્ષંણ અધિનીયમ 1972 હેઠળ રક્ષીત વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ તથા વન્યપ્રાણી રહેણાંકને નુકસાન સંદર્ભે કાયદેસર કાર્યવાહી કરી છે.
મીઠાના અગર માટે બોર બનાવતા હતા
વનવિભાગની પ્રાથમીક તપાસમા ઝડપાયેલા શખ્સો મીઠાના અગર બનાવવા માટે બોર બનાવતા હતા. જો કે રક્ષીત વિસ્તારમા આવી પ્રવૃતિ સામે કડક હાથ કામ લેવાઇ રહ્યુ છે અને સતત આ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કરાઇ રહ્યુ હોવાનુ ભચાઉના RFO ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યુ હતુ.
રક્ષિત વિસ્તારમાં આવી પ્રવૃત્તિઓ પ્રાણીઓ માટે જોખમી
તેમણે કહ્યું કે રક્ષીત વિસ્તારમાં આવી પ્રવૃતિ સામે મામલો ન્યાયાધીન છે પરંતુ આવી નવી પ્રવૃતિ અટકે તે માટે વનવિભાગ સતત પ્રયત્ન કરી રહ્યુ છે કડોલ રક્ષીત વિસ્તારમા ચિંકારા, ઝરખ, વરૂ જેવા અનેક પ્રાણીઓ વિચરણ કરે છે. આવી પ્રવૃત્તિથી તેમના પર જોખમ વધે છે. જેથી આવી પ્રવૃતિ કોઇ ન કરે તે માટે સતત વનવિભાગન નજર રાખી રહ્યુ છે.
અન્ય કોઇની સંડોવણી છે કે નહી તે તપાસ થશે
ઝડપાયેલા શખ્સો કોની મદદથી અથવા અન્ય કોઇના કહેવાથી આ પ્રવૃતિ કરતા હતા? અન્ય કોઇની સંડોવણી છે કે નહી? તે તમામ બબાતોની તપાસ વનવિભાગ કરશે. જોકે કડોલ રક્ષીત વિસ્તારમાં ઝડપાયેલી પ્રવૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે મીઠાના કારોબાર માટે અભ્યારણ વિસ્તારો પણ માફીયાઓની નઝરથી સુરક્ષીત નથી અને કોઇપણ ડર વગર મોટી મશીનરી સાથે ગેરકાયદેસર રીતે પ્રવૃતિઓ થઇ રહી છે.
આ પણ વાંચોઃ Surat : સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ વચ્ચે ધંધાની લડાઈમાં ડ્રાઈવરનું મોત, પોલીસે આરોપીઓની કરી ધરપકડ