Kutch: BSFના વડાએ બોર્ડર વિસ્તારમાં જવાનો સાથે સુરક્ષાની સમીક્ષા કરી, રંગોત્સવની પણ કરી ઉજવણી

|

Mar 12, 2023 | 5:50 PM

IG રવિ ગાંધીનો કચ્છમાં આ બીજો મોટો પ્રવાસ છે. ખાસ કરીને ક્રિક વિસ્તારમાંથી સમંયાતરે ઝડપાતી બોટ દ્વારા ઘુસણખોરી તથા ક્રિક વિસ્તારમાં સુરક્ષા માટે BSF દ્વારા થઇ રહેલા કામનો પાકિસ્તાન દ્વારા થઇ રહેલ વિરોધને પગલે સંવેદનશીલ એવી કચ્છની બોર્ડર વધુ સંવેદનશીલ બની છે.

Kutch: BSFના વડાએ બોર્ડર વિસ્તારમાં જવાનો સાથે સુરક્ષાની સમીક્ષા કરી, રંગોત્સવની પણ કરી ઉજવણી

Follow us on

કચ્છ બોર્ડર પર જવાનો સાથે રંગોના પર્વની ઉજવણી સાથે IG એ સુરક્ષાની સમીક્ષા કરી હતી. તહેવારોમાં લોકો પોતાના પરિવાર સાથે તહેવારની મજા માણતા હોય છે પરંતુ દેશના બહાદુર સૈનિકો જે બોર્ડર ઉપર ફરજ બજાવે છે તેઓ પરિવારથી દૂર રહીને દેશ સેવા કરવાની પોતાની ફરજ નિભાવતા હોય છે.

ગુજરાત BSFના વડા રવિ ગાંધી સતત ગુજરાતના સંવેદનશીલ બોર્ડર વિસ્તારોની મુલાકાત લઇ સમીક્ષા કરી રહ્યા છે. ત્યારે આઈજી રવિ ગાંધીએ વધુ એક વાર BSF ગુજરાત ફ્રન્ટિયરની મુલાકાત લઇને સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. કચ્છ સેક્ટરના 3 દિવસના પ્રવાસ દરમિયાન, IG રવિ ગાંધીએ સરક્રીક અને હરામી નાળા વિસ્તાર તેમજ જખૌ સુધી ગુજરાતના દરિયાકાંઠે આવેલી ચોકીઓની મુલાકાત લીધી હતી. તેમજ સમીક્ષા કરવાની સાથે સાથે રંગોના તહેવાર ધૂળેટીની પણ ઉજવણી કરી હતી.

તેમણે વર્તમાન સુરક્ષાની સમીક્ષા કરી હતી અને આ વિસ્તારમાં BSF દ્વારા અપનાવવામાં આવેલા ઓપરેશનલ અને વહીવટી પગલાંની પણ માહિતી મેળવી સુચનો આપ્યા હતા. હોળીની ઉજવણીમાં સરક્રીકની આગળની ચોકીઓ પર તૈનાત સૈનિકો સાથે જોડાઇ જવાનો સાથે તેઓએ તહેવારની ઉજવણી કરી હતી, જેમાં કચ્છ અને ગુજરાત BSF ના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

IG રવિ ગાંધીએ મીઠાઈ આપી અને જવાનો તથા તેમના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ કઠિન અને પડકારજનક પરિસ્થિતિઓ છતાં ખંતપૂર્વક ફરજ બજાવવા બદલ સૈનિકોને પ્રોત્સાહિત કર્યા હતા અને કાર્યની પ્રશંસા પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે આઇજી રવિ ગાંધીનો કચ્છમાં આ બીજો મોટો પ્રવાસ છે. ખાસ કરીને ક્રિક વિસ્તારમાંથી સમંયાતરે ઝડપાતી બોટ દ્વારા ઘુસણખોરી તથા ક્રિક વિસ્તારમાં સુરક્ષા માટે BSF દ્વારા થઇ રહેલા કામનો પાકિસ્તાન દ્વારા થઇ રહેલ વિરોધને પગલે સંવેદનશીલ એવી કચ્છની બોર્ડર વધુ સંવેદનશીલ બની છે. ત્યારે જવાનોનો જોશ વધારવા સાથે ગમે તેવી સ્થિતીમાં જવાનો પડકારજનક કામ માટે તૈયાર રહે તે માટે ગુજરાતના IG એ ફરી એકવાર કચ્છનો પ્રવાસ કરી જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો અને સુરક્ષાની સમિક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.

Next Article