KUTCH : અબડાસાના મોથાળામાં 22 કરોડના ખર્ચે બનશે APMC, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યના હસ્તે ભૂમિપૂજન થયું
ગત વિધાનસભા પેટાચૂંટણી પહેલા રાજ્ય સરકારે નખત્રાણામાં APMCની જાહેરાત કરી હતી, અને આજે અબડાસાના છેવાડાના વિસ્તારો માટે મોથાળામાં માર્કેટીંગ યાર્ડ માટેનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

KUTCH : કચ્છના તમામ તાલુકા મથકો પર ખેડૂતોની ખેત પેદાશોની ખરીદી-વહેંચાણ માટે બજારો ઉપલબ્ધ છે. પરંતુ કચ્છના છેવાડાના વિસ્તારો નખત્રાણા,અબડાસા અને લખપતમાં આવી કોઇ માર્કેટ ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને છેક ભુજ અથવા અન્ય નજીકના મથકો પર પોતાના માલના વેચાણ માટે જવું પડતું હતું. જો કે ગત વિધાનસભા પેટાચૂંટણી પહેલા રાજ્ય સરકારે નખત્રાણામાં APMCની જાહેરાત કરી હતી, અને આજે અબડાસાના છેવાડાના વિસ્તારો માટે મોથાળામાં માર્કેટીંગ યાર્ડ માટેનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.
આ ખાતમુહુર્તમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંદાજીત 22 કરોડના ખર્ચે બનનાર આ માર્કેટનુ સંચાલન ખાનગી રીતે થશે. સ્થાનિક ખેડૂતોને તેમની વિવિધ પેદાશ દુર વેચવા ન જવું પડે જેથી પરિવહનના ખર્ચનો વધારે બોજો ન પડે ઉપરાંત ઘર આંગણે જ સારા ભાવ અને બજાર મળી રહે તે માટે માર્કેટીંગ યાર્ડ ખુબજ અગત્યતા ઘરાવે છે.
જો કે કચ્છના અબડાસાના 3 તાલુકા મથકેઓએ આવી કોઇ વ્યવસ્થા ન હોતા ખેડૂતોને ખુબ મુશ્કેલી હતી જે બજાર બનતા ખેડુતોને તેનો લાભ મળશે અને આજ હેતુસર અંદાજીત 22 કરોડના ખર્ચે મોથાળા ખાતે અધતન માર્કેટીંગ યાર્ડનું નિર્માણ પામશે. જેનું ડો.નીમાબેન આચાર્યના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ સુવિધાસભર માર્કેટીંગ યાર્ડ થકી અબડાસાના વિકાસમાં વધારો થશે. ઉપરાંત લોકલ ટુ વોકલનો ઉલ્લેખ કરી સ્થાનિક લોકો તેમજ ઉધોગોને મહત્વ આપી તેમની પાસેથી જ ખરીદી કરી નૂતન ભારતમાં સહભાગી બનવા લોકોને કચ્છના સાંસદે અપીલ કરી હતી. વિધાનસભાના અધ્યક્ષ નિમેબાન આચાર્યએ માર્કેટીંગ યાર્ડ બનવાથી અબડાસાને તેનો મોટો લાભ મળશે તેમ જણાવ્યું. અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે માર્કેટીંગ યાર્ડ કચ્છના છેવાડાના વિસ્તાર માટે ખુબ જરૂરી હતી જેથી આ માર્કેટ બન્યા બાદ ખેડુતોને તેનો મહત્તમ લાભ મળશે.
કચ્છના અબડાસા વિસ્તારના 3 તાલુકાઓની વર્ષોથી સ્થાનિક માર્કેટ બનાવવાની માંગ છે. જો કે નખત્રાણામાં પણ માર્કેટ યાર્ડ બનાવવાની જાહેરાત પછી હજી કામ આગળ વધ્યુ નથી ત્યારે નખત્રાણા અને આજે જેનુ ખાતમુહુર્ત થયુ તેવી મોથાળા માર્કેટનું ઝડપથી કામ શરૂ થાય અને ખેડુતોને લાભ મળે તે જરૂરી છે.
આ પણ વાંચો : નવસારીમાં 710 દિવ્યાંગોને સાધન સહાય, 78 દિવ્યાંગોને નોકરીના પ્રમાણપત્રો અપાયા