ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “રાજ્યમાં ડ્રગ્સ બાબતે સરકાર અને પોલીસ બંને ગંભીર, ડ્રગ્સનું સેવન કરનારની માહિતી આપો”

કે અન્ય રાજ્યો કરતા આપણું રાજ્ય સુરક્ષિત છે એના પાચલ ગુજરાત પોલીસ અને પોલીસકર્મીઓનો અથાગ પ્રયત્ન અને ખાસ કરીને ગુજરાત સરકારના સૌ નાગરીકોનો સહયોગ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 6:36 PM

GANDHINAGAR : આજે 22 ઓકટોબરે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહનો જન્મદિવસ છે. ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શાહના જન્મદિવસની ઉજવણી બાદ
ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં ડ્રગ્સ અંગે મોટું નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે અન્ય રાજ્યો કરતા આપણું રાજ્ય સુરક્ષિત છે એના પાચલ ગુજરાત પોલીસ અને પોલીસકર્મીઓનો અથાગ પ્રયત્ન અને ખાસ કરીને ગુજરાત સરકારના સૌ નાગરીકોનો સહયોગ છે. તેમણે કહ્યું રાજ્યમાં ડ્રગ્સ બાબતે સરકાર અને પોલીસ બંને ગંભીર છે. રાજ્યના લોકો ડ્રગ્સની લતે ન ચડે તે માટે રાજ્યની પોલીસ દ્વારા છેલ્લા એક મહિનામાં દેશની બોર્ડરમાં ઘુસતા પહેલા કરોડોનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. રાજસ્થાનથી મુંબઈ તરફ જતા ડ્રગ્સને ગુજરાત પોલીસે મહેસાણામાં ઝડપી પાડ્યું છે. તેમણે કહ્યું આ જ રીતે રાજ્યની ચારે દિશાઓમાં ડ્રગ્સ અને ડ્રગ્સ પેડલર પર સરકારની નજર છે.તેમણે કહ્યું આગામી સમયમાં સરકાર આવા કેસોમાં ગંભીર પગલાઓ લેશે.

રાજકોટના ડ્રગ્સ કેસ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ કેસ સાથે સંકળાયેલા તમામની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મીડિયાના માધ્યમથી રાજ્યની સૌ જનતાને બે હાથ જોડીને વિનંતી છે કે જો તમને લાગતું હોય કે તમારા સંતાન ડ્રગ્સના રવાડે ચડી ગયા છે તો તેની જાણ કરો. તેમણે કહ્યું આ જાણકરીમાં તમામ બાળકોના નામની ગોપનીયતા જાળવવામાં આવશે.

આ પણ વાંચો : Gandhinagar : સચિવાલયમાં સરકારી કર્મચારીઓના દેખાવો, વિવિધ માગો સંદર્ભે કર્મચારીઓમાં નારાજગી

આ પણ વાંચો : નવસારીમાં 710 દિવ્યાંગોને સાધન સહાય, 78 દિવ્યાંગોને નોકરીના પ્રમાણપત્રો અપાયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">