AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office : દર મહિને 17,000 રૂપિયા સુધીની આવક, પોસ્ટ ઓફિસની અદ્ભુત યોજના વિશે જાણો

પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) નિવૃત્તિ પછી નિયમિત અને સુરક્ષિત આવક મેળવવા ઈચ્છતા લોકો માટે ઉત્તમ વિકલ્પ છે. આ સરકારી યોજના શૂન્ય જોખમ સાથે 8.2% વ્યાજ અને કલમ 80C હેઠળ કર લાભ આપે છે.

Post Office : દર મહિને 17,000 રૂપિયા સુધીની આવક, પોસ્ટ ઓફિસની અદ્ભુત યોજના વિશે જાણો
| Updated on: Feb 11, 2026 | 2:02 PM
Share

જો તમે સુરક્ષિત રોકાણ, શૂન્ય જોખમ અને સ્થિર વળતરની શોધમાં હો, તો પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ તમારા માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે. ખાસ કરીને નિવૃત્તિ બાદ નિયમિત આવક મેળવવા ઈચ્છતા લોકોમાં આ યોજનાઓ ખૂબ જ લોકપ્રિય છે.

દરેક વ્યક્તિ પોતાની આવકનો એક ભાગ બચાવીને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં પૈસાની સુરક્ષા સાથે સારો વળતર પણ મળે. આ દ્રષ્ટિએ, પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સરકારી યોજનાઓ રોકાણકારોમાં વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), જે નિવૃત્ત નાગરિકોને નિયમિત આવકની ખાતરી આપે છે.

શૂન્ય જોખમ સાથે સુરક્ષિત રોકાણ

પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓને શૂન્ય જોખમવાળી માનવામાં આવે છે કારણ કે તેમાં સરકાર રોકાણની સંપૂર્ણ સુરક્ષા આપે છે. SCSS યોજનામાં હાલમાં 8.2 ટકા વાર્ષિક વ્યાજ દર આપવામાં આવે છે, જે ઘણી બેંક FD કરતા વધુ છે. આ કારણે સિનિયર સિટીઝન માટે આ યોજના વધુ આકર્ષક બને છે.

રૂ. 1,000થી રોકાણની શરૂઆત અને કર લાભ

આ યોજનામાં રોકાણ ફક્ત રૂ. 1,000થી શરૂ કરી શકાય છે, જ્યારે મહત્તમ રોકાણ મર્યાદા રૂ. 30 લાખ રાખવામાં આવી છે. એકવાર રોકાણ કર્યા બાદ, ખાતાધારકને નિયમિત આવક મળતી રહે છે. સાથે સાથે, આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ વાર્ષિક રૂ. 1.5 લાખ સુધીની કર કપાતનો લાભ પણ મળી શકે છે.

વય મર્યાદામાં છૂટછાટ

SCSS યોજના નિવૃત્તિ બાદ આર્થિક સ્થિરતા જાળવવામાં મદદરૂપ સાબિત થાય છે. સામાન્ય રીતે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ આ ખાતું ખોલી શકે છે. VRS લીધેલા વ્યક્તિઓ 55 થી 60 વર્ષની વચ્ચે હોય તો પણ ખાતું ખોલાવી શકે છે. જ્યારે નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ માટે આ વય મર્યાદા 50 થી 60 વર્ષ નક્કી કરવામાં આવી છે. જીવનસાથી સાથે સંયુક્ત ખાતું ખોલવાની પણ સુવિધા ઉપલબ્ધ છે.

5 વર્ષની પરિપક્વતા અવધિ

પોસ્ટ ઓફિસ SCSS યોજનાની પરિપક્વતા અવધિ 5 વર્ષ છે. જો ખાતાધારક સંપૂર્ણ અવધિ સુધી રોકાણ જાળવે છે, તો તેને યોજનાના તમામ લાભો પ્રાપ્ત થાય છે. આ યોજના હેઠળ વ્યાજ દર ત્રણ મહિને ચૂકવવામાં આવે છે. જો ખાતું સમય પહેલાં બંધ કરવામાં આવે, તો નિયમો મુજબ દંડ લાગુ પડે છે. ખાતાધારકના અવસાનની સ્થિતિમાં, ખાતામાં રહેલી સંપૂર્ણ રકમ નોમિનીને ટ્રાન્સફર કરવામાં આવે છે.

દર મહિને રૂ. 17,000 આવક કેવી રીતે મળશે?

તમે નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને સરળતાથી SCSS ખાતું ખોલી શકો છો. એકલ ખાતામાં રૂ. 15 લાખ અને સંયુક્ત ખાતામાં મહત્તમ રૂ. 30 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ સંયુક્ત ખાતામાં રૂ. 25 લાખનું રોકાણ કરે, તો તેને 8.2 ટકા વ્યાજ દરે ત્રિમાસિક ધોરણે અંદાજે રૂ. 51,250 માત્ર વ્યાજ રૂપે મળશે. આ મુજબ, સરેરાશ માસિક આવક લગભગ રૂ. 17,000 જેટલી થાય છે.

પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ, ખાતાધારક સંપૂર્ણ મૂળ રકમ ઉપાડી શકે છે અથવા યોજનાને વધુ ત્રણ વર્ષ માટે લંબાવી શકે છે. નોંધનીય બાબત એ છે કે ખાતું ખોલતી વખતે લાગુ પડતો વ્યાજ દર સમગ્ર પરિપક્વતા અવધિ માટે યથાવત રહે છે, ભલે બાદમાં સરકાર વ્યાજ દરમાં ફેરફાર કરે.

પોસ્ટ ઓફિસમાં દર મહિને 5,000 નું રોકાણ કરવાથી કેટલા રૂપિયા ભેગા થશે? જાણવા માટે અહીં ક્લિક કરો..

હાર્દિક પટેલને મોટી રાહત? સરકાર દ્વારા ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા
હાર્દિક પટેલને મોટી રાહત? સરકાર દ્વારા ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા
એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો
એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો
હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
સંગઠન સામે સ્વાભિમાન ભારે: નવસારી ભાજપમાં સંગઠન જાહેર થયા બાદ ભડકો
સંગઠન સામે સ્વાભિમાન ભારે: નવસારી ભાજપમાં સંગઠન જાહેર થયા બાદ ભડકો
પાવાગઢમાં શરમજનક ઘટના! મંદિરના રસ્તે યુવતીની છેડતી કેમેરામાં કેદ
પાવાગઢમાં શરમજનક ઘટના! મંદિરના રસ્તે યુવતીની છેડતી કેમેરામાં કેદ
અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો
અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
g clip-path="url(#clip0_868_265)">