નવસારીમાં 710 દિવ્યાંગોને સાધન સહાય, 78 દિવ્યાંગોને નોકરીના પ્રમાણપત્રો અપાયા

નવસારી જિલ્લા વહીવટીતંત્રની ચૂંટાયેલી પાંખ દ્વારા પ્રોજેક્ટ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને જળ સંચય યોજનાના કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું  હતું

NAVSARI : નવસારીમાં 710 જેટલા દિવ્યાંગોને સાધન સહાય અપાઈ.તેમજ 78 દિવ્યાંગોને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કાયમી નોકરીના પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આ ઉપરાંત નવસારી જિલ્લા વહીવટીતંત્રની ચૂંટાયેલી પાંખ દ્વારા પ્રોજેક્ટ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને જળ સંચય યોજનાના કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું  હતું તેમજ વિવિધ કાર્યક્રમો દ્વારા સેવા કાર્યો કરવામાં આવ્યા હતા.

આ અંગે નવસારીના સાંસદ તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે વડાપ્રધાન મોદીના 71માં જન્મદિવસે સંકલ્પ કરવામાં આવ્યો હતો કે 71 દિવ્યાંગ ભાઈ-બહેનોને નોકરી આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો જે આજે પુરો થયો છે, આજે 71 ને બદલે 78 દિવ્યાંગ ભાઈ-બહેનોને નોકરીના પ્રમાણપત્રો આપવામાં આવ્યાં છે. આ સાથે જ દિવ્યાંગજનોને સાધન-સહાય આપવાનો કાર્યક્રમ હતો જેમાં 710 જેટલા દિવ્યાંગ ભાઈ-બહેનોને અગ્રવાલ ટ્રસ્ટ તરફથી સાધનો આપવામાં આવ્યાં છે.

ઉલ્લખનીય છે કે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના 71માં જન્મદિવસે રાજ્ય તેમજ દેશભરમાં મેગા રસીકરણ અભિયાન તેમજ જનસુખાકારી તેમજ આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમોની આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના બક્ષીપાંચ મોરચા અને સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે 71 બાળકોની ઓપન હાર્ટ સર્જરી કરવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું હતું. ત્યારે લગભગ 15 જેટલા ભુલકાઓની હાર્ટ સર્જરી હોસ્પિટલમાં થઈ ચૂકી હતી અને આગામી એક મહિનામાં તમામ 71 બાળકોની હાર્ટ સર્જરી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પ્રોજેક્ટ હેઠળ મુખ્ય નહેર સહીત વિવિધ શાખાના 90 ટકા કામો પૂર્ણ

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસનું થશે નવસર્જન? રાહુલ ગાંધી સાથે સિનિયર નેતાઓની બેઠક, 26 ઓક્ટોબરે નવું માળખું જાહેર થવાની શક્યતા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati