કચ્છના બેન્ટોનાઇટ ઉદ્યોગ પર સંકટના વાદળો, નીતિ બદલવા ગુજરાતના સીએમને પત્ર લખ્યો
કચ્છમાં કાર્યરત યુનીટો પણ બંધ કરવા પડશે કાચો માલ પ્રોસેસ વગર સસ્તો પડતો હોવાથી ગુજરાત બહારના રાજ્યો તેને લઇ તેમના વિસ્તારમાં પ્રોસેસ યુનીટ શરૂ કરી લઇ જઇ રહ્યા છે.
ગુજરાતના કચ્છમાં બેન્ટોનાઇટ વેલ્ફર એસોસીયેશને મુખ્યમંત્રીને પત્ર લખી ખનીજ નીતીમાં ફેરફાર કરવાની માંગ સાથે બેન્ટોનાઇટની 100 થી વધુ ફેક્ટરી બંધ થવાની ચિંતા વ્યક્ત કરી છે. કચ્છમાં બેન્ટોનાઇટ વિપુલ પ્રમાણમાં નીકળે છે. જે ગુજરાત ઉપરાંત બહારના રાજ્યમાં મોટીમાત્રામાં ઇમ્પોર્ટ કરવામાં આવે છે.
જો કે કચ્છમાં સ્થાનીકે બેન્ટોનાઇટના પ્રોસેસ યુનીટ 100થી વધુ છે. પરંતુ પ્રોસેસ વેલ્યુ એડીશન વગર માલ વધુ માત્રામાં જતો હોવાથી બેન્ટોનાઇટ યુનીટકારો માટે મુશ્કેલી છે.
ત્યારે કચ્છ બેન્ટોનાઇટ વેલ્ફર એસોસીયેશનના પ્રમુખ લક્ષ્મીકાંત કારાણીએ મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલને પત્ર લખી ખનીજ નીતીમાં ફેરફારની માંગ સાથે જે રીતે રેતી પર આંતરરાજ્ય વેચાણ પર પ્રતિબંધ છે. તેવી જ જોગવાઇ બેન્ટોનાઇટ ખનીજમાં કરવામાં આવે જેથી સ્થાનીક યુનીટ અને સરકારને પણ ફાયદો થાય તેમ છે. કચ્છમાં બેન્ટોનાઇટ વિપુલ માત્રામાં છે. જેની જરૂરીયાત ગુજરાત ઉપરાંત બહારના ધણા રાજ્યોમાં છે.
જો કે સસ્તી કિંમતે બેન્ટોનાઇટનુ રો મટીરીયલ બહાર ઇમ્પોર્ટ કરાતુ હોવાથી સ્થાનીક જે પ્રોસેસ યુનીટો ઉભા કરાયા છે. તેની જરૂરીયાત ધટી છે. તેવામાં જો સરકાર રેતીની જેમ બેન્ટોનાઇટનુ વેલ્યુ એડીશન કરી ઇમ્પોર્ટ માટે કોઇ નીતી બનાવે તો કચ્છમાં વધુ પ્રોસેસ યુનીટ ઉભા થાય તેમ છે જો કે હાલની સ્થિતી અંગે ચિંતા વ્યક્ત કરતા કચ્છમાં 100 થી વધુ ફેક્ટરી મુશ્કેલીમા છે.
તેમજ જો સરકાર કોઇ પગલા નહી લે તો તેને સંલગ્ન રોજગારી મેળવતા લોકો માટે મુશ્કેલી સર્જાશે સાથે કચ્છમાં કાર્યરત યુનીટો પણ બંધ કરવા પડશે કાચો માલ પ્રોસેસ વગર સસ્તો પડતો હોવાથી ગુજરાત બહારના રાજ્યો તેને લઇ તેમના વિસ્તારમાં પ્રોસેસ યુનીટ શરૂ કરી લઇ જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ઉપરાંત કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓ તથા ખાણખનીજ વિભાગને પણ આ અંગે રજુઆત કરાઇ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય આશાબહેન પટેલની હાલત નાજુક, લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા
આ પણ વાંચો : Surat : જનરલ રાવતને સુરતમાં મુંડન કરાવી અશ્રુભીની આંખે અપાઈ શ્રદ્ધાંજલિ