ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય આશાબહેન પટેલની હાલત નાજુક, લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા
ઝાયડસ હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. વી એન શાહના જણાવ્યા અનુસાર હાલ તેમને કૃત્રિમ શ્વાસોશ્વાસ પર રાખવામાં આવ્યા છે. તેમજ આશાબેનના શરીરના તમામ અંગો લાઇફ સપોર્ટ સિસ્ટમ પર ચાલી રહ્યા હોવાનું ડૉક્ટરોએ સ્વીકાર્યું છે.
ગુજરાતના(Gujarat)મહેસાણા(Mehsana)જિલ્લાના ઉંઝાના(Unjha) ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલની(Asha Patel) તબિયત નાજુક છે. જેવો હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેવો ડેન્ગ્યુના કારણે કેટલાક દિવસથી સારવાર હેઠળ છે.
ડેન્ગ્યુથી આશાબેનને મલ્ટી ઓર્ગન ફેલીયોર થયું છે. જેમાં આશાબેનના હાર્ટ, ફેફસા કિડની લીવર તેમજ કિડનીને વધુ અસર થઇ છે. જેમાં ઝાયડસ હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. વી એન શાહના જણાવ્યા અનુસાર હાલ તેમને કૃત્રિમ શ્વાસોશ્વાસ પર રાખવામાં આવ્યા છે. તેમજ આશાબેનના શરીરના તમામ અંગો લાઇફ સપોર્ટ સિસ્ટમ પર ચાલી રહ્યા હોવાનું ડૉક્ટરોએ સ્વીકાર્યું છે.
આ ઉપરાંત આશા પટેલના મોટા ભાગના અંગો ફેલ થયા છે.આવા સંજોગોમાં રિકવરીના ચાન્સ બહુ ઓછાં હોય છે. જ્યારે હાલ તેમને બચાવવાના તમામ પ્રયત્નો થઇ રહ્યા છે.હાલ તેમનું નિયમિત ડાયાલિસિસ થઇ રહ્યું છે.
ડેન્ગ્યુ થયા બાદ આશાબેનને બે દિવસ ઊંઝાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેઓ સારવાર હેઠળ હતા. જણાવી દઈએ કે તેઓ દિલ્હીથી 7 તારીખે આવ્યા હતા. ત્યાર બાદ તેમને ડેન્ગ્યુ થયો હતો. તબિયત વધુ લથડતા ઝાયડ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ત્યારે લીવર ડેમેજ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતના પંચાયત મંત્રીએ 2760 પંચાયત ઘરો બનાવવાની જાહેરાત કરી
આ પણ વાંચો: બારડોલી નગરપાલિકાનો ડ્રિમ પ્રોજેક્ટ કેનાલ રોડ બેહાલ, 3 કરોડનો ખર્ચો કર્યા બાદ પણ રોડની હાલત ખસ્તા