Kutch Breaking News: ગાંધીધામમાં ધોળા દિવસે આંગડિયા પેઢીમાં એક કરોડની મતા લૂંટી ચાર લૂંટારૂઓ થયા ફરાર, બંદૂકના નાળચે લૂંટને આપ્યો અંજામ

Kutch: કચ્છના ગાંધીધામમાં ભર બપોરે એક કરોડની લૂંટની ઘટના સામે આવી છે. આંગડિયા પેઢીમાંથી ધોળા દિવસે 4 લૂંટારૂઓ એક કરોડ લૂંટી ફરાર થઈ ગયા. હથિયાર સાથે આવેલા ચાર હેલ્મેટધારી લૂંટારૂઓ લૂંટ કરી ફરાર થયા હતા.

Kutch Breaking News: ગાંધીધામમાં ધોળા દિવસે આંગડિયા પેઢીમાં એક કરોડની મતા લૂંટી ચાર લૂંટારૂઓ થયા ફરાર, બંદૂકના નાળચે લૂંટને આપ્યો અંજામ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 7:15 PM

કચ્છના ગાંધીધામમાં ધોળા દિવસે હથિયાર સાથે આવેલા ચાર લૂંટારૂઓએ એક કરોડની લૂંટને અંજામ આપ્યો છે. હેલ્મેટ પહેરી આવેલા હથિયારધાર લૂંટારૂઓએ આંગડિયા પેઢીમાં એક કરોડની મતા લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી મેળવી લૂંટારૂઓને પકડવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. લૂટારીઓને ઝડપી લેવા માટે પોલીસે અલગ અલગ વિસ્તારમાં નાકાબંધી કરી છે. અલગ અલગ ટીમ બનાવી ફરાર લૂંટારૂને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Gujarati Video : મહેસાણાના કડીમાં થયેલી 52 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, મોજશોખ પૂરા કરવા લૂંટને આપ્યો અંજામ

લૂંટારૂઓ બંદુકની અણીએ કરોડોની લૂંટ કરી આરામથી ફરાર થઈ રહ્યા હોય તેવા દૃશ્યો સીસીટીવીમાં સામે આવ્યા છે. મોટી લૂંટની આ ઘટના માટે હાલ પોલીસ માટે આ સીસીટીવી ફુટેજ જ મુખ્ય કડીરૂપ બન્યા છે. ત્યારે પોલીસે સીસીટીવીને આધારે તપાસ તેજ કરી છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

પોલીસે અલગ અલગ વિસ્તારોમાં કરી નાકાબંધી- ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા જેવો ઘાટ

ધોળા દિવસે ઠંડા કલેજે લૂંટારૂઓ બંદુકના નાળચે લૂંટ કરી ફરાર થઈ ગયા છે. ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. ભર બજારમાં લૂંટારૂઓ બંદુક સાથે આવે છે. એકદમ ભરચક કહી શકાય તેવા વિસ્તારમાં લૂંટારૂઓ અંજામ આપે છે છતા પોલીસ બેખબર રહે છે. હેલમેટ પહેરેલા ચાર શખ્સો બંદુક બતાવી એક કરોડ જેટલી મોટી મતાની લૂંટ કરી ફરાર થઈ જાય છે. આ ઘટનાને બે કલાક ઉપર વિતવા છતા પોલીસને કોઈ મહત્વની કડી મળી નથી. જો કે આ ઘટના પોલીસની કામગીરી સામે પણ સવાલિયા નિશાન ખડા કરે છે. જેમા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. હવે પોલીસે અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરી લૂંટારૂઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

લૂંટની ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ

હાલ બે હજારની નોટો બંધ થયા બાદ લોકો યેનકેન પ્રકારે બે હજારની નોટો વટાવવામાં લાગેલા છે. ત્યારે આંગડિયા પેઢીમાં પણ કરોડોની મિલકતો આવતી હોય. આવા ભીડભાડવાળા અને લોકોથી ભરચક વિસ્તારમાં જો આ પ્રકારની ઘટના બનતી હોય તો અન્ય વિસ્તારમાં તો શું થઈ શકે તે પણ એક મોટો સવાલ છે. હાલ તો આ લૂંટને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે.

ઈનપુટ ક્રેડિટ- જય દવે- કચ્છ 

કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">