AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : વડોદરાના પાણીગેટ પોલીસે બાતમીના આધારે ફરાર લૂંટેરી દુલ્હન ઝડપાઈ

Gujarati Video : વડોદરાના પાણીગેટ પોલીસે બાતમીના આધારે ફરાર લૂંટેરી દુલ્હન ઝડપાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 1:30 PM
Share

વડોદરાની પાણીગેટ પોલીસે છેલ્લા એક વર્ષથી ફરાર લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી છે. લૂંટેરી દુલ્હન લોકો સાથે લગ્ન કરીને રૂપિયા પડાવીને ફરાર થઇ જતી હતી. ત્યારે સુરતના ( Surat )  રત્ન કલાકાર સાથે એક લૂંટેરી દુલ્હને લગ્ન કર્યા હતા.

વડોદરાની પાણીગેટ પોલીસે છેલ્લા એક વર્ષથી ફરાર લૂંટેરી દુલ્હન શીતલ રાઠોડને આખરે ઝડપી પાડી છે. લૂંટેરી દુલ્હન લોકો સાથે લગ્ન કરીને રૂપિયા પડાવીને ફરાર થઇ જતી હતી. ત્યારે સુરતના ( Surat )  રત્ન કલાકાર સાથે એક લૂંટેરી દુલ્હને લગ્ન કર્યા હતા.

લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન શીતલે કરજણના વચેટિયા મારફતે રૂપિયા 1.30 લાખ પડાવ્યા હતા. આરોપી શીતલ લગ્નના થોડા સમય સાસરિયામાં રહ્યા બાદ ત્યાંથી ફરાર થઇને વડોદરા પરત આવી હતી. જે બાદ ભોગ બનનાર યુવકને ઠગાઇ થયાની જાણ થતા સુરત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : Vadodara: બે સંતાનોની માતા 25 વર્ષીય પ્રેમી યુવક સાથે ભાગી ગઈ, પોલીસે તપાસ હાથ ધરી, જુઓ Video

આરોપી શીતલ વડોદરામાં હોવાની બાતમી મળતા પાણીગેટ પોલીસે તેને ઝડપી પાડી છે. પાણીગેટ પોલીસે લૂંટેરી દુલ્હનને પકડીને સુરત જેલ હવાલે કરી છે. લૂંટેરી દુલ્હન શીતલ રાઠોડ અલગ-અલગ લોકો સાથે લગ્ન કરીને રૂપિયા પડાવતી હતી અને ફરાર થઇ જતી હતી અને અલગ-અલગ નામ ધારણ કરીને લોકો સાથે છેતરપિંડી આચરતી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">