AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : મહેસાણાના કડીમાં થયેલી 52 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, મોજશોખ પૂરા કરવા લૂંટને આપ્યો અંજામ

Gujarati Video : મહેસાણાના કડીમાં થયેલી 52 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, મોજશોખ પૂરા કરવા લૂંટને આપ્યો અંજામ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 9:14 AM
Share

મહેસાણાના કડીમાં થયેલી 52 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓએ પોતાના મોજ શોખ પુરા કરવા માટે લૂંટને અંજામ આપ્યો હતો. આરોપીઓએ ક્રાઈમ પેટ્રોલ અને CID ક્રાઈમ જોઈને લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

ક્રાઈમ પેટ્રોલ અને CID ક્રાઈમ જોઈને મોજશોખ પૂરા કરવા 5 યુવાનોએ લૂંટને અંજામ આપ્યો હતો. બે દિવસ પહેલા કડીમાં થયેલી 52 લાખની લૂંટના કેસમાં આ ઘટસ્ફોટ થયો છે. પોલીસે ધોળે દિવસે થયેલી લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે કાર ચલાવનાર રાહુલસિંહ ડાભી, બાઈકચાલક ભરતસિંહ ડાભી, રૂપિયા ખેતરમાં સંતાડનાર અને કારમાં જોડે રહેનાર નરેન્દ્રસિંહ ડાભી, ટિપ્સ આપનાર નરેન્દ્રસિંહ ચૌહાણ અને બાઈક પાછળ બેસીને રૂપિયા ભરેલો થેલો ઉઠાવનાર કુલદીપસિંહ ડાભીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : Mahesana : ઘુમાસણ તળાવ પાસે એક્સપાયરી ડેટવાળા ઇન્જેક્શન અને દવા મળતા સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ, જુઓ Video

આ તમામ આરોપીઓ 19થી 22 વર્ષના યુવાનો છે. તેઓએ ક્રાઈમ પેટ્રોલ અને CID ક્રાઈમ જોઈને લૂંટને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો. મોજશોખ કરવા અને ગોવા ફરવા જવા માટે તેઓએ લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. જેના માટે તેઓ એક અઠવાડિયાથી નાની કડીમાં આવેલી નાગરિક સહકારી બેન્ક પાસે રેકી કરતા હતા. આરોપીઓનો પ્લાન બેંકમાં પૈસા લાવતા અને લઈ જતા લોકોને ટાર્ગેટ કરવાનો હતો. અને પ્લાન સરળતાથી પાર પાડવા કાર તેમજ બાઈકની નંબર પ્લેટ પણ કાઢી નાખી હતી.

મહત્વનું છે કે કડીના સ્વસ્તિક ચેમ્બર્સમાં આવેલી બાલાજી બ્રોકર્સ નામની પેઢીના મહેતાજી જગદીશ પટેલ ગુરુવારે બપોરે કડી નાગરિક બેંક અને જિનિંગ તેમજ ઓઇલ મિલમાંથી હિસાબ પેટે લેવાના નીકળતા રૂ.52 લાખ સ્કૂટરની આગળ મૂકી ઓફિસ પરત જઈ રહ્યા હતા. તે સમયે મેઘના છાત્રાલય નજીક એક કારચાલકે પાછળથી તેમના સ્કૂટરને ટક્કર મારી હતી.

જેમાં તેઓ નીચે પડી જતાં પાછળથી બાઇક લઈને આવેલા બે અજાણ્યા શખ્સો રૂપિયા 52 લાખની રોકડ ભરેલો થેલો લૂંટીને ફરાર થઈ ગયા હતા. પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા 40 CCTV ચકાસ્યા હતા. તપાસ દરમિયાન બાતમી મળતાં કાર લઈને રાજસ્થાન ભાગવા જતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 46.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">