Kutch : માર્ગમાં લિફ્ટ લીધી અને મળ્યુ દર્દનાક મોત, મહિલાના અપહરણ, દુષ્કર્મ અને હત્યાને અંજામ આપનાર સકંજામાં

Kutch News : મહિલા 22 તારીખે બાજુમાં આવેલ ગામમાં રામદેવપીર મંદિર દર્શન કરવા ગયા હતા, પરંતુ સાંજ સુધી પરત ન ફરતા તેના પતિએ સમાજ અને પોલિસને જાણ કરી હતી.

Kutch : માર્ગમાં લિફ્ટ લીધી અને મળ્યુ દર્દનાક મોત, મહિલાના અપહરણ, દુષ્કર્મ અને હત્યાને અંજામ આપનાર સકંજામાં
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Feb 25, 2023 | 4:09 PM

કચ્છ જિલ્લામાં 22 ફેબ્રુઆરીના ઘરેથી દર્શન માટે ગયેલા એક મહિલાના પરિવારે વિચાર્યુ પણ નહી હોય કે કાઇક આવુ થશે પરંતુ સાંજ સુધી 65 વર્ષીય આધેડ મહિલા પરત ન ફરતા પરિવારે પોલીસને જાણ કરી અને ચોંકવનારા ખુલાસા થયા. મહિલા 22 તારીખે બાજુમાં આવેલ ગામમાં રામદેવપીર મંદિર દર્શન કરવા ગયા હતા, પરંતુ સાંજ સુધી પરત ન ફરતા તેના પતિએ સમાજ અને પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે શોધખોળ શરૂ કરી હતી અને તપાસ કરતા મોડી રાત્રે તેનો મૃતદેહ મુન્દ્રાના રતાડીયા નજીકના નિર્જન વિસ્તારમાંથી મળી આવ્યો હતો. જેથી પોલીસને શરુઆતથી જ કાઇક અજુગતુ થયાની શક્યતા કેસમાં દેખાતી હતી.

પોસ્ટ મોર્ટમ કર્યુ અને સત્ય નિકળ્યુ દર્દનાક

આજે સમાજમાં અનેક ચોંકાવનારા કિસ્સાઓ બની રહ્યા છે. 23 તારીખે પોલીસ જ્યારે આ મૃતદેહની મેડિકલ તપાસ અને પોસ્ટમોર્ટમ કરાવ્યુ ત્યારે ચોંકવનારુ સત્ય બહાર આવ્યુ અને 65 વર્ષીય મહિલા સાથે કોઇએ દુષ્કર્મ કર્યા બાદ તેનુ મોઢુ બંધ કરી હત્યા કરી હોવાનુ સ્પષ્ટ થયુ. દરમ્યાન પોલીસે પણ રતાડીયા આસપાસ તપાસ કરતા એક શંકાસ્પદ બાઇક ચાલકની હીલચાલ દેખાઇ હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા નારાણપરના એક યુવાનના બાઇકના નંબર પરથી ઓળખ થઇ હતી. આમ 75 વર્ષના આધેડ મહિલાનુ મોતનું કારણ સ્પષ્ટ થઇ ગયુ હતુ.

CCTV બની મહત્વની કડી

મુન્દ્રા તથા પ્રાગપર પોલિસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા હતા. ત્યારે આસપાસના CCTVમાં મહિલા એક બાઇક ચાલકની પાછળ જતા દેખાયા હતા. આ બાઇકના નંબરની તપાસ કરતા તે યુવક સચીન માવજી સથવારા હોવાનું સામે આવ્યુ હતુ. યુવકની અટકાયત કરી પુછપરછ કરતા તેને બસ સ્ટેશન પાસે મહિલાને લીફ્ટ આવવાનુ કહી બેસાડ્યા બાદ તેની દાનત ખરાબ થઇ હોવાનું સામે આવ્યુ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બાદમાં યુવકે દુષ્કર્મ કરી ત્યાર બાદ મહિલાની હત્યા કરી નાંખી હોવાની કબુલાત કરી છે. જેથી પોલીસે તેની ધરપકડ કરી છે. પોલિસની પ્રાથમીક તપાસ સમયથી જ શંકાસ્પદ બાઇક ચાલક પોલિસની રડારમાં હતો અને તેના આધારેજ અજાણ્યા અપહરણકાર,દુષ્કર્મ અને હત્યા કરનારની ઓળખ સુધી પોલિસ પહોંચી શકી હતી.

સમગ્ર જીલ્લામાં આ કિસ્સાએ ભારે ચરચાર સર્જી હતી. તો વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ અને હત્યાના બનાવથી પોલિસ પણ એકશનમાં આવી ગઇ હતી. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં હેવાની કૃત્ય કરનાર આરોપીને દબોચી લીધો હતો. પોલિસે મજબુત પુરાવા એકઠા કરવા સાથે આરોપીની વિશેષ પૂછપરછ શરૂ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">