Breaking News : કચ્છમાં એક બોટ સાથે પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયા, BSF એ શરૂ કરી પુછપરછ

Breaking News : કચ્છમાં એક બોટ સાથે પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયા, BSF એ શરૂ કરી પુછપરછ

| Updated on: Feb 23, 2023 | 6:44 AM

BSF એ ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની ઘુસણખોરી ઝડપ્યા છે.બોટનુ એન્જીન બંધ થતા ભારતીય સરહદમાં પ્રવેશ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે.

Kutch : કચ્છમાં એક બોટ સાથે પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયા છે. મહત્વનું છે કે BSF એ ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની ઘુસણખોરી ઝડપ્યા છે. બોટનુ એન્જીન બંધ થતા ભારતીય સરહદમાં પ્રવેશ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. BSF એ બોટ સાથે ઝડપાયેલ પાકિસ્તાની માછીમારોની પુછપરછ શરૂ કરી છે.

BSFના જવાનોએ ઘૂસણખોરીની આ ઘટનાને નિષ્ફળ બનાવી

દેશની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા કચ્છ જિલ્લાના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી સમયાંતરે પાકિસ્તાની ઘૂસણખોર, માછીમારી બોટ મળવાની ઘટના બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સતર્ક BSFના જવાનોએ એક બોટ સાથે પાકિસ્તાની ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે.ક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા BSFના જવાનોએ ઘૂસણખોરીની આ ઘટનાને નિષ્ફળ બનાવી છે.

થોડા દિવસો અગાઉ લખપતના દરિયાઇ હરામીનાળા ક્રિક વિસ્તારમાંથી BSFએ 3 પાકિસ્તાની સાથે એક માછીમાર બોટ ઝડપી પાડ્યા હતા. ત્યારે ફરી એક વાર નાપાક પાકિસ્તાનીની ઘૂસણખોરીની ઘટના સામે આવી છે.

Published on: Feb 23, 2023 06:25 AM
g clip-path="url(#clip0_868_265)">