જુનાગઢ: વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામાથી આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં કેવી થશે રાજકીય અસર- વાંચો

જુનાગઢ: વિસાવદરથી આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપમાંથી રાજીનામુ આપી દેતા લોકસભા પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં આપના 5 ધારાસભ્યો ચૂંટાયા હતા. જો કે હવે એક ધારાસભ્યએ રાજીનામુ ધરી દેતા હવે વિધાનસભામાં આપના 4 ધારાસભ્યો બચ્યા છે.

Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Dec 13, 2023 | 11:35 PM

જુનાગઢ: લોકસભા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ફટકો પડ્યો છે. આપના 5 ધારાસભ્યો પૈકી વિસાવદરના ધારાસભ્યએ રાજીનામુ આપી દેતા આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયુ છે. લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીમાંથી પડેલું ભંગાણ ભાજપને સૌરાષ્ટ્રમાં ફાયદો કરાવશે તેવું લાગી રહ્યું છે.એક તરફ ભાજપ લોકસભાની ચૂંટણીમાં 5 લાખથી વધારે મતોથી જીતવાનો લક્ષ્યાંક રાખી રહ્યું છે જેને પુરો કરવા માટે ભાજપનો આ રાજકીય દાવ મદદરૂપ સાબિત થઇ શકે તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને સરેરાશ 25 ટકા વોટ મળ્યા

ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ એડીચોટીનું જોર લગાવ્યું હતું.જેના કારણે સૌથી વધારે ફાયદો આદિવાસી મત વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો હતો અને થોડા ઘણાં અંશે સુરતમાં જોવા મળ્યો હતો.પરંતુ સુરતમાં પરિણામલક્ષી જનાદેશ રહ્યો ન હતો.સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચાર સીટો પર વિજેતા બન્યા હતા.સૌરાષ્ટ્રની કુલ બેઠકોમાં પડેલા મતોની સામે આમ આદમી પાર્ટીને 25 ટકા જેટલા મતો મળ્યો હતો.જો લોકસભા બેઠક પ્રમાણે આમ આદમી પાર્ટીને મળેલા મતો પર નજર કરીએ તો

જિલ્લો કુલ મત AAPને મળેલા મત
સુરેન્દ્રનગર 12,70,825 2,40,195
રાજકોટ 13,13,993 2,74,791
પોરબંદર 10,78,626 1,45,084
જામનગર 11,01,111 2,86,098
જુનાગઢ 11,21,560 2.30,458
અમરેલી 10,26,453 1,71,047
ભાવનગર 11,54,116 2,19,174

મતો મળ્યા છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કુલ 41 લાખ મતો મળ્યા હતા જેમાંથી સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ફાયદો થયો હતો.લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ આમ આદમી પાર્ટીનું ડેમેજ કન્ટ્રોલ કરીને આ મતો પણ પોતાની તરફ અંકે કરવાના પ્રયત્ન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

સૌરાષ્ટ્રમાં AAPના ત્રણ ધારાસભ્યો રહેશે કે તૂટશે ?

વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સૌથી વધારે ફાયદો સૌરાષ્ટ્રમાં થયો હતો જેના કારણે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો હતા.વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોની વાત કરીએ તો

  • ગારિયાધર બેઠક પરથી સુધીર વાઘાણી
  • જામજોઘપુર બેઠક પરથી હેંમંત આહિર (ખવા)
  • બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણા
  • વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણી

વિજેતા બન્યા હતા જો કે ભુપત ભાયાણીએ રાજીનામૂં આપી દેતા હવે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના માત્ર ત્રણ ધારાસભ્યો રહ્યા છે તેમાં પણ હજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તૂટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે આમ આદમી પાર્ટીએ પણ ડેમેજ કન્ટ્રોલ શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી અજીત લોખિલે tv9 સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે સૌરાષ્ટ્રમાં હવે કોઇપણ પ્રકારનું ભંગાણ નહિ થાય. આમ આદમી પાર્ટીના ત્રણેય ધારાસભ્યો પ્રદેશ મવડી મંડળના સંપર્કમાં છે.

આ પણ વાંચો: મહેસાણામાં વધુ એક નક્લી જીરુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 88 લાખથી વધુનો જથ્થો કરાયો જપ્ત- જુઓ તસ્વીરો

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના નિશાને સૌરાષ્ટ્ર

વર્ષ 2017ની ચૂંટણી હોય કે વર્ષ 2022ની ચૂંટણી હોય.ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં ફટકો પડ્યો છે.વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલનને કારણે કોંગ્રેસને ફાયદો થયો હતો. જ્યારે વર્ષ 2022ની ધારાસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી કુલ પાંચ બેઠકો પૈકી ચાર બેઠકો માત્ર સૌરાષ્ટ્રમાં મળી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં માત્ર 26 માંથી 26 બેઠકની સાથે દરેક બેઠક પર પાંચ લાખથી વધારે લીડ સાથેનો ભાજપ ટાર્ગેટ રાખી રહી છે. તેવા સમયે આમ આદમી પાર્ટીમાં મતોનું વિભાજન ન થાય તે માટે ભાજપ રાજકીય દાવ રમી રહી છે.એક ચર્ચા પ્રમાણે ભાજપ દ્રારા હજુ પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડીને સૌરાષ્ટ્રને પોતાના તરફ કબ્જે કરી શકે છે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે.એમ. વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
માંગરોળના બણભા ડુંગર ખાતે આદિવાસી સમાજે ઉજવ્યો પિલવણી ઉત્સવ
માંગરોળના બણભા ડુંગર ખાતે આદિવાસી સમાજે ઉજવ્યો પિલવણી ઉત્સવ
ગંગોત્રી-યમનોત્રી માટે ઓફલાઇન રજીસ્ટ્રેશન 23મી મે સુધી બંધ
ગંગોત્રી-યમનોત્રી માટે ઓફલાઇન રજીસ્ટ્રેશન 23મી મે સુધી બંધ
g clip-path="url(#clip0_868_265)">