Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zomato ખોટમાંથી નફા તરફ વળી, આવક 73% વધી; છતાં સ્ટોક ઘટ્યો, જાણો કેમ?

Zomato Q4 Earnings: Zomato ની રૂ. 2056 કરોડની આવક સામે, તેની આવક રૂ. 3562 કરોડ થઈ હતી. કંપનીએ રૂ. 225 કરોડની ખોટ સામે રૂ. 86 કરોડનો કાર્યકારી નફો નોંધાવ્યો છે.

Zomato ખોટમાંથી નફા તરફ વળી, આવક 73% વધી; છતાં સ્ટોક ઘટ્યો, જાણો કેમ?
Zomato
Follow Us:
| Updated on: May 13, 2024 | 5:58 PM

Zomato Q4 Earnings: સોમવારે બજાર બંધ થાય તે પહેલાં ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoએ તેના ચોથા ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા. કંપની ખોટમાંથી નફા (YoY) તરફ આગળ વધી છે. કંપનીની આવકમાં 73 ટકાનો વધારો નોંધાયો છે. જોકે પરિણામો બાદ શેરમાં ઘટાડો થયો હતો.

Zomato નું Q4 Results કેવું રહ્યું? (Zomato Q4 Results)

ઝોમેટોની કોન્સો રેવન્યુ (YoY) રૂ. 2056 કરોડની આવક સામે રૂ. 3562 કરોડ થઈ હતી. કંપનીએ રૂ. 225 કરોડની ખોટ સામે રૂ. 86 કરોડનો કાર્યકારી નફો નોંધાવ્યો છે. કાર્યકારી નફો રૂ. 120 કરોડ અંદાજવામાં આવ્યો હતો. જોકે, કંપનીના પરિણામોમાં માર્જિન પર ભારે દબાણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અહીં અંદાજ 3.6% હતો, પરંતુ માર્જિન 2.4% પર આવ્યો. કંપનીનો કુલ નફો રૂ. 175 કરોડ હતો, તેટલી જ રકમનો પણ અંદાજ હતો. કેન્સોની આવક રૂ. 3350 કરોડના અંદાજ સામે રૂ. 3560 કરોડ નોંધાઈ છે.

આજનું રાશિફળ તારીખ : 18-04-2025
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?

Zomato શેર પ્રાઇસ શા માટે ઘટી ?

પરિણામો બાદ Zomatoનો સ્ટોક ઘટ્યો હતો. સ્ટોક 2 ટકાથી વધુ ઘટ્યો હતો. બજાર બંધ થતાં પહેલાં, શેર 2.21 ટકા ઘટ્યો હતો અને રૂ. 196 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. માર્જિનમાં દબાણને કારણે આ ઘટાડો થયો હોવાનું માનવામાં આવતું હતું. માર્જિન 3.6% રહેવાની ધારણા હતી, પરંતુ તે 2.4% પર આવી ગઈ છે, જે બજારને ગમ્યું ન હોય તેવું લાગે છે. ઓપરેશનલ દૃષ્ટિકોણથી, કંપનીના પરિણામો અપેક્ષાઓ પર ખરા ઉતરી રહ્યા નથી, તેથી શેર દબાણ હેઠળ છે. તમને જણાવી દઈએ છેલ્લા કેટલાક સમયથી શેરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સ્ટોક છ મહિનામાં 60% થી વધુ વધ્યો છે, તેથી કરેક્શન દેખાઈ રહ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">