Junagadh : પોલીસ સાથેની ઘર્ષણની ઘટનામાં પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કર્યા
જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે દબાણ દૂર કરવા નોટિસ લગાવાતાં ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકી પર હુમલો કરી દીધો. સરકારી વાહનો પર પથ્થરમારો અને આગચંપી કરી. જેમાં 1 DySP, 2 મહિલા PSI સહિત 5 પોલીસકર્મી અને એસટી બસના ડ્રાઈવર-કંડક્ટર ઈજાગ્રસ્ત થયા છે.
Junagadh : જૂનાગઢના મજેવડી દરવાજા પાસે પોલીસ સાથે ઘર્ષણની (Riots) ઘટનામાં પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કર્યા છે. આ ઘટનામાં ડીવાયએસપી સહિત 5 પોલીસકર્મી ઘાયલ થયા હતા. ટોળાએ ST બસ સળગવાનોનો પ્રયાસ પણ કર્યો હતો. સાથે જ એક બાઇક પણ સળગાવી હતી. આ મામલામાં પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
14 જૂને કોર્પોરેશને નોટિસ આપતા ઉશ્કેરાયા હતા લોકો
જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે દબાણ દૂર કરવા નોટિસ લગાવાતાં ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકી પર હુમલો કરી દીધો. સરકારી વાહનો પર પથ્થરમારો અને આગચંપી કરી. જેમાં 1 DySP, 2 મહિલા PSI સહિત 5 પોલીસકર્મી અને એસટી બસના ડ્રાઈવર-કંડક્ટર ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં અસામાજિક તત્વોનો આતંક જોઈ શકાય છે. કાયદાનો જાણે કોઈ જ ડર ન હોય તેમ 400થી જેટલા લોકોના ટોળાએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો.
પોલીસના વાહનો, એસટી બસમાં કરી તોડફોડ
સમગ્ર કાવતરું પૂર્વાયોજિત હોય તેવી આશંકા સેવાઈ રહી છે. કારણ કે મજેવડી ગેટ પાસે સાંજથી ટોળાં એકઠા થવા લાગ્યા હતા. ખાસ કરીને દરગાહનું દબાણ દૂર કરવા જૂનાગઢ કોર્પોરેશને નોટિસ ફટકારતા લોકો ઉશ્કેરાયા હતા. જેથી પોલીસે બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો. તેમ છતાં ટોળું બેકાબૂ બન્યું હતું અને રોડ પરથી પસાર થતી એસટી બસના કાચ તોડ્યા હતા. જેને પગલે બસમાં બેઠેલા મુસાફરોમાં ભારે ભયનો માહોલ છવાઇ ગયો હતો.
પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો
ટોળુ બેકાબૂ બનતાં આખરે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ટોળાને કાબૂમાં લેવા પોલીસે બળપ્રયોગ શરૂ કરતાં ટોળાએ સોડા બોટલો, પથ્થરોથી હુમલો કર્યો હતો અને રસ્તા પર બાઇકને આગચંપી કરી હતી. જેને પગલે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો બોલાવીને લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા.
જુનાગઢ જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો