Gujarati Video : જૂનાગઢના માંગરોળમાં વાવાઝોડાને લઈને કમાન્ડો ફોર્સ તૈયાર, અલગ અલગ 6 ટીમમાં 41 કમાન્ડો સજ્જ
માંગરોળમાં વાવાઝોડાને લઈને કમાન્ડો ફોર્સ તૈયાર કરવામાં આવી છે. આફતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારની દરિયાઈ સુરક્ષા કમાન્ડો ફોર્સ (Maritime Security Commando Force) સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
Junagadh : વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થવાની શક્યતા છે. વાવાઝોડાની ( Cyclone Biparjoy ) અસરને પગલે દરિયો ગાંડોતૂર બન્યો છે. કચ્છ, પોરબંદર, સુરત અને નવસારીમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે. 10થી 20 ફૂટ સુધી મોજા ઊંચા ઉછળી રહ્યા છે. ત્યારે માંગરોળમાં વાવાઝોડાને લઈને કમાન્ડો ફોર્સ તૈયાર કરવામાં આવી છે. આફતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારની દરિયાઈ સુરક્ષા કમાન્ડો ફોર્સ (Maritime Security Commando Force) સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અલગ અલગ 6 ટીમમાં 41 કમાન્ડો કરાયા તહેનાત કરવામાં આવ્યા છે. વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા કમાન્ડો ફોર્સ એક્શનમાં છે. લાઈફ જેકેટ, બાઈનોક્યુલર, વાયરલેસ સેટ સહિતના સાધનોથી કમાન્ડો ફોર્સ સજજ છે.
(with input-vijaysinh parmar, junagadh)
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
