AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biparjoy: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ આજે વાવાઝોડા ગ્રસ્ત કચ્છની મુલાકાતે, હવાઈ નિરીક્ષણ પણ કરી શકે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે વાવાઝોડા ગ્રસ્ત કચ્છની મુલાકાત લેવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 9 વાગે ભુજ એરપોર્ટ પર આવશે.

Cyclone Biparjoy: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ આજે વાવાઝોડા ગ્રસ્ત કચ્છની મુલાકાતે, હવાઈ નિરીક્ષણ પણ કરી શકે
Amit shah Kutch visit
Dilip Chaudhary
| Edited By: | Updated on: Jun 17, 2023 | 10:31 AM
Share

Cyclone Biparjoy : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) આજે 11 વાગે વાવાઝોડા ગ્રસ્ત કચ્છની મુલાકાત લેવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 12 વાગે ભુજ એરફોર્સ સેન્ટર આવશે. તેમજ તેવો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. આ દરમિયાન તેવો હવાઈ નિરીક્ષણ પણ કરશે. ત્યારબાદ 4 વાગે ભુજ કલેકટર ઓફિસમાં અમિત શાહ રીવ્યુ બેઠક કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતમાં વાવાઝોડાની અસરના પગલે ભારત સરકારના સંબંધિત અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તમામ પ્રકારની મદદ આપવા માટે પહેલ કરી હતી. કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યમાં બચાવ અને રાહત ઉપાયોની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રીઓની એક ટીમ પણ ગુજરાત મોકલવામાં આવી હતી.

આ પણ વાંચો Cyclone Biporjoy ની અસર રૂપેણ બંદરે યથાવત, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકોને ઘરમાં જ રહેવા સલાહ આપી, જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વખતો વખત ટેલિફોનિક વાતચીત દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિ તેમજ તેને લઇને તંત્રની સજ્જતા અંગે માહિતી મેળવી હતી. વડાપ્રધાને વાવાઝોડાની ગંભીરતા જોઇને ગુજરાતમાં સર્જાનારી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે એડવાન્સમાં જ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.

વાવાઝોડાનો બહાદુરીપૂર્વક સામનો કરવા બદલ મુખ્યમંત્રીએ વહીવટી તંત્રની પ્રશંસા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજાગ અને સજ્જ હતું, અને તેથી જ આ તીવ્ર વાવાઝોડા સામે ગુજરાતમાં બહુ મોટા નુકસાન અને જાનહાનિને ટાળી શકાયા છે. રાજ્ય સરકારની પૂર્વતૈયારીઓ, અગમચેતી અને સમયસરના પગલાંઓને કારણે આપણે હેમખેમ આ કુદરતી આફતમાંથી પાર નીકળી શક્યા છીએ.વાવાઝોડાનો બહાદુરીપૂર્વક સામનો કરવા માટે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, વિભાગો, જિલ્લા વહીવટીતંત્રો અને વરિષ્ઠ અધિકારીઓના અથાગ પરિશ્રમ અને આગવી સૂઝની પ્રશંસા કરી હતી.

રાજ્યમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

બિપરજોય વાવાઝોડાની અસર ચાલુ છે ત્યારે ગુજરાત પર ફરી આસમાની આફત મંડરાઇ રહી છે. વાવાઝોડાની અસરને પગલે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદ આજે બનાસકાંઠા પંથકને ધમરોળે તેવી શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">