જુનાગઢના ડુંગરપુર ગામે ST બસ ઉભી ન રહેતા વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ, અંતે ડેપોં મેનેજરે આવી મામલો થાળે પાડ્યો- જુઓ Video
ડુંગરપુર ગામના વિદ્યાર્થીઓએ એસટી બસ સ્ટોપ ન હોવાને કારણે રસ્તા રોકો આંદોલન કર્યુ. સ્કૂલ જવા માટે બસ ન મળતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જુનાગઢ એસટી ડેપો મેનેજર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ડેપો મેનેજરે નિયમિત બસ સેવાની ખાતરી આપતા આંદોલન સમેટાયુ હતુ.
જુનાગઢના ડુંગરપુર ગામે એસટી બસનો સ્ટોપ ન હોવાથી વિરોધ વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો. બસ સ્ટોપ ન હોવાથી સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન કરતા જુનાગઢ એસટી ડેપો મેનેજર સહિત પોલીસો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ તકે ગામમાં નિયમિત બસો ઉભી રહેશે તેવી ડેપો મેનેજરે ખાતરી આપતા વિદ્યાર્થીઓ નરમ પડ્યા હતા અને આંદોલન મોકૂફ રખાયુ હતુ. જે બાદ પોલીસે વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. ગામમાં બસ સ્ટોપ ન હોવાથી એસટી બસ કે અન્ય કોઈ બસ ગામે ઉભી રહેતી નથી. જેના લીધે અભ્યાસ કરવા જતા બાળકોને ભારે હાલાકી પડે છે. અનેક વાર રજુઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો. જો કે ડેપો મેનેજર સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો.
આ સમગ્ર મામલે ડેપો મેનેજરે જણાવ્યુ કે લોકલ બસો નીકળે છે અને વિદ્યાર્થીઓને લેતા નથી અને સમયસર બસ મળતી નથી એ મુદ્દે વિદ્યાર્થીઓ અને ગામલોકોએ રસ્તા રોકો આંદોલન કર્યુ હતુ. તે સંદર્ભમાં વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી છે. જુનાગઢ વિભાગની તેમજ અન્ય વિભાગની જે બસો અહીં રોકાતી નથી અને જેમા સ્ટોપ નથી આપ્યુ, તેમા સ્ટોપ એડ કરવામાં આવશે. અન્ય વિભાગની જે પણ બસોમાં સ્ટોપ નથી આપેલું તેને પણ લેખિત રજુઆત કરી અને એનો સ્ટોપ જે છે એ કરવામાં આવશે.
ડેપો મેનેજરે ખાતરી આપી કે હવેથી એસટી બસ નિયમિત અહી ઉભી રહેશે અને અન્ય ખાનગી બસે પણ સૂચના આપી દેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ સહિત મુસાફરોને હાલાકી ન પડે.
આ તરફ સ્થાનિકની ફરિયાદ છે કે વિદ્યાર્થીઓને ધમકાવીને પોલીસ ફરિયાદ કરવાનો ડર બતાવવામાં આવ્યો એ એમે મોબાઈલ કેમેરામાં વીડિયો લીધો હતો. અવારનવાર બાળકોએ સંપર્ક કરવાને પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક ન થયો અને ડેપો મેનેજર દ્વારા પણ ફોન રિસિવ કરવામાં આવતા ન હતા. ત્યારે ના છુટકે વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન કરવુ પડ્યુ. અત્યારે ડેપો મેનેજરે બાંહેધરી આપી છે અને પોલીસ પ્રશાસને પણ સહકાર આપ્યો છે. ડેપો મેનેજરે ખાતરી આપી છે કે કાલથી બસ રેગ્યુલર થઈ જશે અને આગામી સમયમાં કોઈ આવો પ્રશ્ન ઉદ્દભવશે નહીં.