AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh: મજેવડીમાં જાહેરમાં યુવકોને મારનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા ઈમરાન ખેડાવાલાએ કરી માગ

મજેવડીમાં દરગાહના ડિમોલિશનની નોટિસ આપવા મામલે કેટલાક અસામાજિક તત્વોએ મજેવડી પોલીસ સ્ટેશન પર હુમલો કરી તોડફોડ કરી હતી. આ ઘટનામાં જાહેરમાં યુવકોને મારમારનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઈમરાન ખેડાવાલાએ કરી છે.

Junagadh: મજેવડીમાં જાહેરમાં યુવકોને મારનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા ઈમરાન ખેડાવાલાએ કરી માગ
Demand action against policemen who beat youths in public
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 7:32 AM
Share

Junagadh : મજેવડીમાં દરગાહના ડિમોલિશનની નોટિસ આપવા મામલે કેટલાક અસામાજિક તત્વોએ મજેવડી પોલીસ સ્ટેશન પર હુમલો કરી તોડફોડ કરી હતી. આ ઘટનામાં જાહેરમાં યુવકોને મારમારનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઈમરાન ખેડાવાલાએ કરી છે.

આ પણ વાંચો Junagadh : પોલીસ સાથેની ઘર્ષણની ઘટનામાં પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કર્યા

આ પ્રકારની માગ કરતા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ હુમલો કરનાર લોકો સામે ચોક્કસ પણે કડક પગલા લેવામાં આવે તેવી પણ માગ કરી છે. પોલીસને ન્યાયપૂર્ણ કામગીરી કરવા અને પ્રજાને શાંતિ જાળવવા અપીલ કરી છે.

ટોળાએ કરેલા પથ્થરમારા દરમિયાન એક રાહદારી પથ્થર વાગવાથી મોત

પોલીસે 302, 307, પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા સહિત રાયોટિંગ અને પોલીસ ફરજમાં રૂકાવટ સહિતની IPCની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. 500થી વધુ લોકોના ટોળા સામે રાયોટીંગની ફરિયાદ નોંધવામાં આવી છે.

ટોળાએ કરેલી મારામારીમાં ઈજાગ્રસ્ત PSI ફરિયાદી બન્યા છે અને મારામારી તેમજ તોડફોડ કરનારા તમામ લોકો સામે મજેવડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ટોળાએ કરેલા બેફામ પથ્થરમારામાં એક રાહદારીને પથ્થર વાગવાથી તેનુ મોત થયુ છે. પોલીસે 170થી વધુ લોકોને રાઉન્ડ અપ કર્યા છે. હાલ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

કુલ 8 ધાર્મિક જગ્યાને અપાઈ હતી નોટિસ- ટાઉન પ્લાનિંગ ઓફિસર

આપને જણાવી દઈએ દરગાહના ગેરકાયદે દબાણ દૂર કરવા નોટિસ બાદ થયેલી હિંસા અંગે કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે. પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસરે જણાવ્યુ છે કે નોટિસ માત્ર આધાર પુરાવા માટે જ આપી હતી. કુલ 8 ધાર્મિક જગ્યાને નોટિસ અપાઈ હતી. પાલિકાની જગ્યા પર ગેરકાયદે દબાણ અંગે આધાર પુરાવા રજૂ કરવા નોટિસ અપાઈ હતી. દબાણ હટાવવાનો કોઈ નિર્ણય હજી નથી લેવાયો. સાથે જ જણાવ્યુ છે કે જે નડતરરૂપ મંદિરો અને દરગાહો છે તેને જ નોટિસ અપાઈ છે.

શું મજેવડી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો એ પૂર્વ આયોજિત ષડયંત્ર હતુ ?

મજેવડી પોલીસ સ્ટેશન પર ટોળા દ્વારા થયેલો પથ્થરમારાને લઈને એક સવાલ થયા વિના ન રહે કે શું આ પૂર્વ આયોજિત ષડયંત્ર હતુ કે કેમ. 14 જૂને કોર્પોરેશને નોટિસ આપતા લઘુમતી સમાજના લોકો ઉશ્કેરાયા હતા. 16 જૂને શુક્રવાર સાંજથી જ મજેવડી ચોકડી પાસે લોકો એક્ઠા થવા લાગ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ રાત્રીના સમયે મજેવડી પોલીસ ચોકી પર હુમલો કર્યો. 400 લોકોના ટોળાએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો. પોલીસ વાહનો અને એસટી બસમાં તોડફોડ કરી.

જુનાગઢ જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">