Junagadh પાલિકાને પાણી પુરૂં પાડતા જળાશયોમાં જુલાઇ સુધીનું જ પાણી, ચાર ડેમમાં માત્ર 30 ટકા પાણી

|

Apr 06, 2022 | 7:39 PM

આમ જોવા જઈએ તો હાલ તો જૂનાગઢમાં (Junagadh) પાણીની કોઇ સમસ્યા નથી પરંતુ સિંચાઇ અને પાણી રિઝર્વ રાખવાના ડેમોમાં જથ્થો ઓછો થતો જાય છે. આ સ્થિતિ જોતાં વિસાવદર, ભેસાણ, વંથલી, માળીયાહાટી અને માણાવદર આ ચાર તાલુકામાં થોડી ઘણી પાણીની અછત વર્તાઈ શકે તેવી સંભાવના છે.

Junagadh પાલિકાને પાણી પુરૂં પાડતા જળાશયોમાં જુલાઇ સુધીનું જ પાણી, ચાર ડેમમાં માત્ર 30 ટકા પાણી
Junagadh Municipal Corporation (Symbolic Image)

Follow us on

ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરુઆત થઇ ગઇ છે.  ઉનાળો (Summer) શરુ થતા જ હવે જુનાગઢમાં (Junagadh) પાણીની સમસ્યા ઉભી થવાની સંભાવના છે. ઊનાળો માથા પર છે અને જૂનાગઢ જિલ્લાના 17 જળાશયોમાંથી ચાર જળાશયોમાં 30 ટકા કરતા પણ ઓછું પાણી છે. આ જોતાં અહીંના તાલુકાઓમાં પાણીની સમસ્યા સર્જાય તેમ છે. ત્યારે જુનાગઢવાસીઓમાં અત્યારથી જ પાણીની સમસ્યા (Water Crisis) ઊભી થવાની ચિંતા સતાવી રહી છે. ત્યારે એ જાણવાનો પ્રયાસ કરીએ કે જૂનાગઢમાં આવનારા મહિનાઓમાં પાણીની સ્થિતિ કેવી રહેશે.

ડેમોમાંથી કેટલાકમાં 50 ટકાથી ઓછો જથ્થો

આકરો બનતો ઊનાળો હવે તપી રહ્યો છે. ત્યારે જૂનાગઢવાસીઓને હવે પીવાનું પાણી, સિંચાઈનું પાણી અને ઢોર ઢાંખર માટે પણ પાણીની વ્યવસ્થાની સમસ્યા ઊભી થશે. જોકે જૂનાગઢની વાત કરીએ તો અહીં જિલ્લામાં કુલ 17 ડેમ આવેલા છે. જેમાંથી જૂનાગઢ મહાનગરપાલિકાને પીવાનું પાણી પુરૂં પાડતા જળાશયોમાં હજુ જુલાઇ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. શહેરમાં આવેલા વિલીંગ્ડન ડેમ, શહેરની બહાર આવેલા હસ્નાપુર ડેમ અને આણંદપુર ડેમમાંથી પીવાનું પાણીનું વિતરણ કરવામાં આવે છે.આ ઉપરાંત શહેરમાં આવેલ કૂવા, બોર, ડંકીમાંથી પણ પાણી મેળવવામાં આવે છે. જેની સાથે મોટાભાગના જળાશયોમાંથી સિંચાઈ અને પીવાનું પાણી રિઝર્વ રાખવામાં આવે છે. આ ડેમોમાંથી કેટલાકમાં 50 ટકાથી ઓછો જથ્થો છે તો કેટલાકમાં તેનાથી વધારે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બીજી તરફ વિસાવદર તાલુકાનો ઝાંઝશ્રી ડેમ, ભેસાણનો મોટા ગુજરીયા ડેમ, ભેસાણનો જ કુબેર ડેમ, વંથલી તાલુકાનો સાબલી ડેમ, માળીયાહાટીના તાલુકાનો વ્રજમી ડેમ અને માણાવદર તાલુકાનો બાટવા ખારો ડેમ આ તમામ ડેમોમાં 25 થી 30 ટકા જેટલો પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે. એટલે કે આગામી એક બે મહિના સુધી ચાલી શકે તેટલો જ જથ્થો હવે બચ્યો છે એવું અધિકારીઓનું કહેવું છે.

આમ જોવા જઈએ તો હાલ તો જૂનાગઢમાં પાણીની કોઇ સમસ્યા નથી પરંતુ સિંચાઇ અને પાણી રિઝર્વ રાખવાના ડેમોમાં જથ્થો ઓછો થતો જાય છે. આ સ્થિતિ જોતાં વિસાવદર, ભેસાણ, વંથલી, માળીયાહાટી અને માણાવદર આ ચાર તાલુકામાં થોડી ઘણી પાણીની અછત વર્તાઈ શકે તેવી સંભાવના છે.

આ પણ વાંચો-આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સાબરમતી ગાંધી આશ્રમથી કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા, 1171 કિમીનું અંતર કાપીને દિલ્હી પહોંચશે

આ પણ વાંચો-Gandhinagar: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, પોલીસ પર કાર ચઢાવવા મામલે ધરપકડ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Published On - 7:38 pm, Wed, 6 April 22

Next Article