Junagadh : લીલી પરિક્રમાની શરુઆત પહેલા જ 2 યાત્રાળુના હાર્ટ એટેકથી મોત
જૂનાગઢમાં વિધિવત રીતે લીલી પરિક્રમાની શરુઆત થાય તે પહેલા જ લાખો ભાવિકો પરિક્રમા માટે આવી પહોંચ્યા હતા. 2 લાખથી વધુ ભાવિકો પરિક્રમા રુટ પર હોવાનો અંદાજ છે. જો કે ગિરનારની લીલી પરિક્રમામાં આવેલા 2 યાત્રાળુના હાર્ટ એટેકથી મોત થયા છે.
જૂનાગઢમાં વિધિવત રીતે લીલી પરિક્રમાની શરુઆત થાય તે પહેલા જ લાખો ભાવિકો પરિક્રમા માટે આવી પહોંચ્યા હતા. 2 લાખથી વધુ ભાવિકો પરિક્રમા રુટ પર હોવાનો અંદાજ છે. 50 હજાર જેટલા ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી છે. ગિરનાર જંગલમાં યાત્રિકોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે.
2 યાત્રાળુના હાર્ટ એટેકથી મોત
વિવિધત પરિક્રમા શરુ થાય તે પહેલા એક લાખ યાત્રિક પરિક્રમા પૂરી કરી બોરદેવી પહોંચે તેવી શક્યતા છે. આજે મધરાતે સાધુ સંતો, રાજકીય અગ્રણીઓની હાજરીમાં પરિક્રમાનો વિધિવત આરંભ થશે. જો કે ગિરનારની લીલી પરિક્રમામાં આવેલા 2 યાત્રાળુના હાર્ટ એટેકથી મોત થયા છે. મૃતકનું નામ પરશોતમભાઈ જગદીશભાઈનું એટેકથી મોત થયું છે. રાજકોટના મહેશ રૂડાભાઈનું પણ એટેકથી મોત થયુ છે.
લીલી પરિક્રમા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
લીલી પરિક્રમા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગિરનાર તરફ જવા વન વે રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે. ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે. લીલી પરિક્રમામાં વીસ લાખ લોકોના આવવાના અંદાજને ધ્યાને લઇ એસ પી દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.શહેરના 427 કેમેરાઓ થી સતત નજર રાખવામાં આવશે.
2427 પોલીસ કર્મી રહેશે ખડેપગે
ગિરનાર પરિક્રમા માટે કુલ 2427 પોલીસ કર્મી ફરજ બજાવશે. જેમાં 9 Dysp, 27 PI ,92 psi,914 પોલીસ કર્મચારીઓ,500 હોમગાર્ડ, 885 GRDનો સમાવેશ થાય છે. 1 SRPF ટીમ,1 SDRF ટીમ, 13 સરવેલન્સ ટીમ,8 she ટીમ પણ ફરજ બજાવશે.આ ઉપરાંત બોડીવોરન કેમેરા 210, રસા 19, અગ્નિશામક 49,વાયરલેસ સેટ 40, રાવટી 47. ,વોકીટોકી 195 જેવા આધુનિક સાધનો સાથે પોલીસ કર્મી ફરજ પર રહેશે. ચોરી, લૂંટફાટ જેવી ઘટના કે આકસ્મિક ઘટનાઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવશે.