મગફળીના પાકનું બેસણું! જેતપુરના ખેડૂતોનો અનોખો વિરોધ, મગફળીના પાકની કરી અંતિમ વિધી

મગફળીના પાકનું બેસણું! જેતપુરના ખેડૂતોનો અનોખો વિરોધ, મગફળીના પાકની કરી અંતિમ વિધી


અતિવૃષ્ટિથી ખેડૂતોને રાતા પાણીએ રોવા વારો આવ્યો છે, ત્યારે સર્વેના નામે ચાલતા તિકડમ સામે રાજકોટના જેતપુરના ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રગટ કર્યો. ખેડૂતોએ ખેતરમાં મરી ગયેલા મગફળીના પાકની અંતિમ વિધી કરી અને મગફળીના પાકનું બેસણું યોજ્યું. ખેડૂતોની ફરિયાદ છે કે, સરકાર સર્વેની વાતો માત્ર કાગળ પર છે અને આજદીન સુધી એકપણ અધિકારી સર્વે માટે ફરક્યો નથી. સરકાર ખેડૂતોને ભ્રિમિત કરવાનું બંધ કરી અને સીધી સહાય ખેડૂતોના ખાતામાં પહોંચાડવામાં આવે તેવી માગ કરાઇ. જેતપુર પંથકમાં ભારે વરસાદથી મગફળીનો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMCનો મહત્વનો નિર્ણય, આવતીકાલથી પૂર્વથી પશ્ચિમમાં દોડાવાશે AMTS અને BRTS બસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati