Jamnagar: જાતીય સતામણી કેસમાં SITની તપાસમાં બે લોકોના નામ સામે આવ્યા, હોસ્પિટલે બંન્ને લોકોને છુટા કર્યા

Jamnagar: જામનગર શહેરની જીજી હોસ્પિટલમાં (G.G hospital) મહિલા એટેન્ટન્ટ દ્વારા જાતીય સતામણીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. SITની તપાસમાં બે લોકોના નામ સામે આવતા હોસ્પિટલ દ્વારા તાત્કાલિક અસરથી છુટા કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 7:55 PM

Jamnagar: જામનગર શહેરની જીજી હોસ્પિટલમાં (G.G hospital) મહિલા એટેન્ટન્ટ દ્વારા જાતીય સતામણીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. SITની તપાસમાં બે લોકોના નામ સામે આવતા હોસ્પિટલ દ્વારા તાત્કાલિક અસરથી છુટા કરવામાં આવ્યા છે.

 

જામનગરની જી.જી. હોસ્પિટલમાં (G.G hospital) સુપરવાઈઝર અને કોન્ટ્રાટકર પર શારીરિક શોષણ કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. મહિલા એટેન્ટન્ટના યૌન શોષણ મામલે અંતે પોલીસ (Police) ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં 60થી વધુ યુવતીઓ ભોગ બની હોવાનું સ્થાનિક તબીબે નામ નહીં આપવાની શરતે નિવેદન આપ્યું હતું.

 

 

SITની તપાસમાં બે લોકોના નામ સામે આવતા હોસ્પિટલ દ્વારા તાત્કાલિક અસરથી છુટા કરવામાં આવ્ચા છે. હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટે (Hospital Superintendent) કહ્યું કે જાતીય સતામણી મામલે રાજ્ય સરકારે ગંભીરતા દાખવી તપાસની કામગીરી કરી છે, જેમાં હોસ્પિટલ તંત્ર દ્વારા પણ કામગીરીમાં પૂરતો સહયોગ આપ્યો છે.

 

હોસ્પિટલમાં જાતીય સતામણીનો મામલે એક સપ્તાહની SITની તપાસ બાદ પોલીસ ફરિયાદ (Police complaint) નોંધાઈ હતી, જીજી હોસ્પિટલમાં મહિલા એટેન્ડન્સ સાથેનો જાતીય સતામણીની ઘટનાને જામનગરના સાંસદ પૂનમ બેન માડમે (Poonam Ben Madam) પણ દુઃખદ અને શરમજનક ઘટના કહી હતી.

 

ત્રણ સભ્યોની કમિટીના રિપોર્ટના આધારે હોસ્પિટલના HR મેનેજર એલ.બી.પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઈઝર અકબરઅલી આમદભાઈ નાયક પઠાણ સામે શારિરીક છેડછાડની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. હજુ પણ નામ ખુલવાની સંભાવના છે.

 

આ પણ વાંચો: Ahmedabad Vaccination: હવે AMTS અને BRTSનાં પ્રવાસીઓને પણ પુછી શકાય છે, કોરોનાની રસી લીધી? જાણો કોર્પોરેશનનો પ્લાન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">