Jamnagar માં હોલિકા દહન માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં, ભોઇ સમાજના લોકો તૈયાર કરે છે હોલિકાનું વિશાળ પૂતળું

જામનગરમાં આગામી 6 માર્ચના રોજ ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાશે સૌથી મોટો હોલિકા ઉત્સવ શ્રી ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવ 2023નું ભવ્ય આયોજન કરવમાં આવેલ છે. સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તા આધારિત ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે શ્રી ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આજ થી 67 વર્ષે પહેલાં હોલિકાનું વિશાળ પૂતળું બનાવવામાં આવ્યું હતુ.

Jamnagar માં હોલિકા દહન માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં, ભોઇ સમાજના લોકો તૈયાર કરે છે હોલિકાનું વિશાળ પૂતળું
Jamnagar Holika Dahan Preparation
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 28, 2023 | 9:36 PM

જામનગરમાં હોલિકા દહનની માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. જેમાં જામનગરમાં આગામી 6 માર્ચના રોજ ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાશે સૌથી મોટો હોલિકા ઉત્સવ શ્રી ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવ 2023નું ભવ્ય આયોજન કરવમાં આવેલ છે. સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તા આધારિત ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે શ્રી ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આજ થી 67 વર્ષે પહેલાં હોલિકાનું વિશાળ પૂતળું બનાવવામાં આવ્યું હતુ. એક તરફ ભગવન વિષ્ણુનો પરમ ભક્ત પ્રહલાદ જ્યારે બીજી તરફ રાક્ષસી માનસિકતા ધરાવતા ભક્ત પ્રહલાદના પિતા હિરણ્ય કશ્યપ અને પ્રહલાદના ફઈબા એટલે કે હોલિકા ફઈબા ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવામાં આવ્યા છે.

ઘાસ, લાકડું, કોથળા, કાગળ, કલરથી વિશાળ પુતળુ બનાવવામાં આવે છે.

જેમાંનો છેલ્લો તર્ક એટલે કે હોલિકા ફઈબાનું દહન અને પ્રહલાદનો આબાદ બચાવ સાથે જ અસત્ય ઉપર સત્યની જીતનો એક યાદગાર પ્રસંગ છે.જામનગરમાં ભોઈ સમાજના લોકો હોલિકા ધામધુમ અને ઉત્સાહથી ઉજવે છે. જેની આખા વર્ષ દરમિયાન રાહ જોતા હોય છે. હોળીના ઉત્સવને ઉજવાવ એક મહિના પહેલાથી તૈયારીઓ સમાજના આગેવાનો, યુવાનો દ્રારા કરવામાં આવે છે,અને પ્રકૃતિને અનુરૂપ સામગ્રી જેમાં ઘાસ, લાકડું, કોથળા, કાગળ, કલરથી વિશાળ પુતળુ બનાવવામાં આવે છે.

હોલિકા ચોક ખાતે લોકોને દર્શન માટે મુકવામાં આવે છે

આ સાથે જ પુતળા માટે અલગ અલગ પ્રકારના આભુષણો, કપડાં વગેરે ચીજ વસ્તુનો ઉપયોગ કરી એક વિશાળ હોલિકાનું પૂતળું બનાવે છે જેનું વજન અંદાજીત 3 ટન જેટલું હોય છે જ્યારે ઉંચાઈ લગભગ 25 ફુટ જેટલી હોય છે આ વિશાળ પુતળાને લઈ વાજતે ગાજતે ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકા ચોક ખાતે લોકોને દર્શન માટે મુકવામાં આવે છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

હોલિકાનું પૂતળું બનાવવા ભરત ગોંડલીયા માર્ગદર્શન પૂરું પાડે છે જ્યારે હોલિકાના આભૂષણો બનાવવા અલ્પેશ અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે. તેમજ પી.ઓ.પી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે,અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોલિકાનું પૂતળું તૈયાર કરે છે. સાંજના સમયે આમંત્રિત મહેમાનોના વરદહસ્તે હોલિકાનું દહન કરવામાં આવે છે.

આગામી તારીખ 6-3-2023 ને સોમવારના રોજ સાંજે હોલિકાનું દહન થશે. હજારોની સંખ્યામાં લોકો હોલિકા માતાને નિહાળવા લોકો આવશે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ખાસ ભોઈ સમાજની હોલિકાના વિશાળ પુતળા તથા તેના દહનને જોવા માટે આવતા હોય છે.

g clip-path="url(#clip0_868_265)">