AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતે કરી મબલખ કમાણી, 15 વીઘામાં વાવ્યા 8 હળવા ધાન્ય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સન્માન

કિશોર પેઢડીયાએ પોતાની 15 વીઘા જમીનમાં છેલ્લા 17 વર્ષથી રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી (Natural farming) કરે છે પોતાની આગવી કોઠાસૂઝથી વિવિધ પાકો જેવા કે મગફળી, મકાઈ, રાજગરો, કીનોવા, હળદર, ચણા, મગ, અડદ, તુવેર, ઘઉં, બાજરી, જુવાર, કાંગ, ચીનો, રાગી, સામો જેવા હળવા ધાન્ય વાવે છે.

Jamnagar: પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતે કરી મબલખ કમાણી, 15 વીઘામાં વાવ્યા 8 હળવા ધાન્ય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સન્માન
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 11, 2023 | 6:47 PM
Share

જામનગર જિલ્લામાં આવેલા સુમરી ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવીને લાખોની આવક મેળવીને સફળ દાખલો બેસાડ્યો છે સુમરાના યુવા ખેડૂત કિશોર લાલજી પેઢડીયાએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ શરૂ કરી હતી અને 15 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી વિવિધ આઠ પ્રકારના હલકા ધાન્યોનું વાવેતર કર્યું હતું. જેમાં તેમને સફળતા મળી હતી.

કિશોલ પેઢડીયાનું ઈન્ટરનેશનલ યર ઓફ મીલેટસ(હલકા ધાન્ય વર્ષ)ની ઉજવણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાલ ઓઢાડી ખેડૂતનું સન્માન કર્યું હતું. જામનગર જિલ્લાના ધુતારપરના સુમરી ગામના યુવા ખેડૂત કિશોર લાલજી પેઢડીયાએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ શરૂ કરી છે. સપ્ટેમ્બર- 2022 માં વિવિધ હલકા ધાન્યોનું બિયારણ ખેડૂતોને આપવામાં આવ્યું હતું. બાદમાં ખેડૂતે બાજરી, જુવાર, કાંગ, ચીનો, રાગી, સામો, કોદરો અને હરીકાંગનું વાવેતર કર્યું છે.

રસાયણના ઉપયોગ વિના વાવ્યા હળવા ધાન્ય

સુમરીના ખેડૂત કિશોર લાલજી પેઢડીયાએ પોતાના ખેતરમાં 300 ચોરસ ફુટ જેટલા એરિયામાં કાંગનું વાવેતર પ્રાયોગિક ધોરણે કર્યું હતું.  જેમાં એક પણ પ્રકારના રસાયણનો ઉપયોગ ન કરી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી અપનાવી. જેમાં કાંગની ડુંડી કાપી અને સાઈઝ પ્રમાણે ગ્રેડિંગ કરી પેકિંગ કરી એક ડુંડી 10 રૂપિયા લેખે અમદાવાદ ખાતે વેચાણ કરેલ.

જેમાં કુલ 2500 ડુંડીનું વેચાણ કરી રૂપિયા 25,000 જેટલી આવક મેળવી હતી. તે ઉપરાંત હાલમાં બાજરી જુવાર અને સામાની ડુંડી પણ 15 રૂપિયા પ્રતિ નંગ તરીકે વેચાણ કરે છે. પોતાના ખેતરમાં વાવેતર કરેલ ચીનો, રાગી, સામો, કોદરો જેવા હલકા ધાન્યોની મૂલ્ય વૃદ્ધિ, ગ્રેડિંગ અને પેકિંગ કરીને 50 ગ્રામના 1 પેકેટના 100 રૂપિયા જેવી સારી આવક મેળવે છે.

જામનગરના ખેડૂત કિશોરે પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી આઠ પ્રકારના હલકા ધાન્ય પાક થકી સારી આવક મેળવી છે. જે માટે વર્ષ 2023 સરકાર દ્વારા ઈન્ટરનેશનલ યર ઓફ મીલેટસ(હલકા ધાન્ય વર્ષ) તરીકે ઉજવવામાં આવતું હોય તે સંદર્ભે તાજેતરમાં ગાંધીનગર ખાતે હલકા ધાન્યનું વાવેતર કરતા ખેડૂતોને બોલાવવામાં આવેલ ત્યાં કિશોર દ્વારા વિવિધ આઠ પ્રકારના હલકા ધાન્યને રજુ કરવામાં આવેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભા પટેલ દ્વારા સાલ ઓઢાડી ખેડૂતનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

10 વર્ષથી આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે

ખેડૂત કિશોર પેઢડીયાએ પોતાની 15 વીઘા જમીનમાં છેલ્લા 17 વર્ષથી રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી કરે છે અને છેલ્લા 10 વર્ષથી આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે અને આત્મા પ્રોજેક્ટની વિવિધ તાલીમ અને પ્રવાસમાં જઈ ખેતીનું માર્ગદર્શન મેળવી પોતાની આગવી કોઠાસૂઝથી વિવિધ પાકો જેવા કે મગફળી, મકાઈ, રાજગરો, કીનોવા, હળદર, ચણા, મગ, અડદ, તુવેર, ઘઉં, બાજરી, જુવાર, કાંગ, ચીનો, રાગી, સામો, કોદરી, હરીકાંગ, આદુ, શેરડી, ચૂરણ, જીરુ, ધાણા, મેથી, ટમેટા, રીંગણા, વટાણા, જેવા શાકભાજી મળીને કુલ ૩૦ જેવા પાકોનું વાવેતર કરેલ છે.

આ પાકોની મૂલ્ય વૃદ્ધિ જેવી કે મગફળીમાંથી મગફળીનું તેલ તેમજ ખારીશીંગ હળદર, મગ, ચણા, તુવેર જેવા કઠોળના પાકમાંથી અડદ દાળ, મગ દાળ, ચણા દાળ અને તુવેર દાળ બનાવી નાના પેકિંગ કરે છે. તે ઉપરાંત જુવાર, બાજરી, રાગી જેવા હલકા ધાન્ય પાકમાંથી લોટ બનાવી પેકિંગ કરે છે.

રાગીમાંથી પાપડ બનાવી પેકિંગ કરે છે. ધાણા, આદુ, જીરુ, હળદરમાંથી ધાણા પાઉડર, આદુ પાઉડર(સુંઠ), જીરું પાઉડર, હળદર પાઉડર તે ઉપરાંત કસાવા માંથી કસાવાની વેફર, દેશી ગુલાબમાંથી ગુલકંદ, લસણમાંથી લસણ પાઉડર અળસીનો મુખવાસ, તલ, રાય, મેથી, છાશનો મસાલો તેમજ કોઠીમડાની કાચરી જેવી મૂલ્ય વૃદ્ધિ તેમજ પેકિંગ કરી સીધા ગ્રાહકોને વેચાણ કરે છે.

આત્મા પ્રોજેક્ટ દ્વારા થતા કૃષિ મેળા, સેમિનાર અને દર શનિવારે એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ માર્કેટમાં સીધા ગ્રાહકોને વેચાણ કરી આખા વર્ષ દરમિયાન 10 થી 12 લાખ રૂપિયા જેવી કમાણી કરી આત્મનિર્ભર બન્યા છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">